Relationship
Arranged Marriage Tips: એરેન્જ મેરેજ કરવા જઈ રહ્યા છો? તો પહેલા જાણી લેજો આ ‘ગોલ્ડન રુલ્સ’
ભારત દેશ સંસ્કાર અને સભ્યતાનો દેશ છે. અહીંની પરંપરા અને રીત રિવાજના કારણે પણ તેની એક અલગ ઓળખ છે. લગ્ન પણ દરેક રાજ્યોમાં અલગ-અલગ રીત રિવાજથી થાય છે પછી તે લવ મેરેજ હોય કે અરેન્જ. અરેન્જ મેરેજમાં બે લોકો અને બે પરિવાર વચ્ચેનું જોડાણ છે. જેમાં પસંદ, નાપસંદ, વ્યવહાર અને ઘણા ઘરેલુ રીત-રિવાજ અલગ હોય છે, જે કારણે સમજદારી સાથે આ નિર્ણય લેવો જોઇએ. અરેન્જ મેરેજમાં મોટાભાગે બે એવા વ્યક્તિ એકબીજાને પોતાના લાઈફ પાર્ટનર પસંદ કરે છે, જેમને તેઓ પહેલેથી જાણતા પણ ન હોય. આ સ્થિતિમાં ઘણી વખત તો ટ્યૂનિંગ સારું જામે છે, પરંતુ કેટલીક વખત લગ્ન પછી લાગે છે કે જીવનસાથીના રૂપમાં ખોટા વ્યક્તિની પસંદગી કરી છે. આવું થવા પર દરરોજ ઝઘડા અને અલગ થવા જેવી વાતો સામાન્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં આજે અમે આપને અરેન્જ મેરેજને સફળ બનાવવા માટેના ગોલ્ડન રૂલ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેને ફોલો કરીને તમે તમારા લગ્ન જીવનને સફળ બનાવી શકો છો.
સ્વભાવ સારો લાગે તો આગળ વધો
અરેન્જ મેરેજ સાવ અજાણ વ્યક્તિની સાથે જીવન વિતાવવાનો નિર્ણય હોય છે. જેને તમે તમારા પરિવાર પર વિશ્વાસ કરીને લો છો. આવી સ્થિતિમાં એ વાતનું ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી હોય છે, કે તમે તમારા પાર્ટનરને તેમની પોસ્ટ અને પૈસાના આધારે પસંદ ન કરો. તેમનો સ્વભાવ સારો લાગે તો જ લગ્ન માટે આગળ વધો.
લગ્ન પહેલાં જ એકબીજાને સમજી લો
જો તમારા અરેન્જ મેરેજ થઈ રહ્યા છો, તો લગ્ન પહેલા એકબીજાને સારી રીતે સમજી લેવા ખૂબ જ જરૂરી છે. તેનાથી લગ્ન પછી અનેક પ્રકારના મતભેદ અને ઝઘડાઓથી બચી શકાય છે. સાથે જ લગ્ન પછી તમે સરળતાથી તમારા પાર્ટનરની પસંદ-નાપસંદની સાથે એડજસ્ટ થવા માટે માનસિક રીતે તૈયાર રહો છો, જે સુખી દાંપત્ય જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ખુલીને કરો દિલની વાત
લગ્નની પહેલા જ પાર્ટનરને પોતાની બધી ચિંતા અને આશંકાઓને ખુલીને જણાવી ફાયદાકારક હોય છે. સાથે જ જરૂરી છે પાર્ટનરના તમામ પ્રશ્નો પર ખુલીને પોતાના વિચારોને વ્યક્ત કરવા. તેનાથી તમે અલગ-અલગ વિચારસરણી સાથે પણ સંબંધોમાં સંતુલન જાળવી શકો છો.
પહેલા મિત્રતા કરો
વાસ્તવમાં તો હેપી મેરેજ લાઈફ માટે પહેલા મિત્રતા, પછી પ્રેમ અને તેના પછી લગ્ન કરીને જીવનભર સાથે રહેવાનું નક્કી કરવું સારું હોય છે. પરંતુ જો તમે અગાઉ લગ્ન બંધનમાં બંધાઈ ગયા છો, તો પણ તમારા સંબંધમાં ખુશ રહી શકો છો. ફક્ત તમારે એકબીજાના મિત્ર બનવાનો પ્રયાસ કરવાનો છે. વિશ્વાસ કરો જો તમે તમારા જીવનસાથીના મિત્ર બની ગયા તો તમારો સંબંધ કોઈપણ અવરોધ વિના 100 વર્ષ પૂરા કરી શકે છે.
બંને મળીને લો કોઈ નિર્ણય
અરેન્જ મેરેજની સૌથી મોટી ખામી એ છે કે આમાં બંને પાર્ટનર એકબીજાને કાબૂ કરવાની કોશિશ કરે છે. આ જ કારણ છે કે મોટાભાગના ઘરોમાં પતિનો નિર્ણય અંતિમ હોય છે. આવા પ્રકારની વ્યવસ્થામાં પુરૂષોને તો કોઈ તકલીફ મહેસૂસ નથી થતી. પરંતુ સ્ત્રીઓને ઘણી વખત પોતાના મનને મારીને જીવવું પડે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા પાર્ટનરની સલાહ લો. આનાથી તેમના મનમાં તમારા માટે સન્માન અને આત્મસન્માન પણ વધશે.