લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઉનાળાના વેકેશન બાદ નવું સેશન શરૂ થશે. આજના સમયમાં મોટાભાગના માતા-પિતા તેમના બાળકોને બસ કે વાનમાં જ સ્કૂલે મોકલે છે. આવી સ્થિતિમાં બસો અને વાનમાં બાળકોને સ્કૂલ મોકલતી વખતે માતા-પિતાને તેમની સેફ્ટીની ચિંતા રહે છે. માતા-પિતા કેટલાક પગલા ભરીને તેમની ચિંતા દૂર કરી શકે છે. માતા-પિતા બાળકોને કેટલાક ટ્રાફિકના નિયમો શીખવીને અકસ્માતોથી બચાવી શકે છે. તો ચાલો જાણીએ તેના વિશે…
ઉતાવળ ન કરવી
બાળકોને જણાવો કે જો તેઓ જ્યારે રસ્તા પર જાય ત્યારે ઉતાવળ ન કરે. ખાસ કરીને બસમાં બેસતી વખતે તેમને સાવચેત રહેવા માટે કહો. આ સિવાય ચાલતી બસમાં બાળકોને ન ચઢાવો, તેનાથી પણ અકસ્માત થઈ શકે છે.
ટ્રાફિક સિગ્નલની સમજણ આપો
બાળકોને અકસ્માતોથી બચાવવા માટે સૌ પ્રથમ તેમને ટ્રાફિક સિગ્નલ સંબંધિત નિયમો શીખવો. તેમને કહો કે તેમાં લાલ, લીલી અને પીળી ત્રણ લાઇટ હોય છે. આ ત્રણેય લાઈટોનું અલગ-અલગ મહત્વ હોય છે, તેથી તેમને સમજાવો કે જ્યારે પણ તેઓ રોડ ક્રોસ કરે છે, ત્યારે અકસ્માતથી બચવા માટે આ ત્રણેય લાઈટોને લગતા નિયમોનું પાલન કરે.
લાઇન બનાવીને બસમાં ચઢતા શીખવો
બાળકોને શીખવો કે તેઓએ બસમાં એક લાઈનમાં બેસવું જોઈએ. આ સિવાય બસમાં ક્યારેય ઊભા ન રહેવું જોઈએ, સીટ પર બેસી રહેવું જોઈએ. કારણ કે તેઓ વળાંક દરમિયાન પડી શકે છે. તેથી તેમને થોડા સાવચેત રહેવા માટે કહો.