Parenting Tips: દરેક માતા પિતા તેમના બાળકો (Children)ને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. તેઓ હંમેશા ઈચ્છતા હોય છે કે તેમના બાળકો સ્વસ્થ અને સુખી રહે. બાળકોની ખુશીઓ (Happiness) માટે તેઓ તેમની તમામ માગોને પૂરી કરવા ઈચ્છતા હોય છે. આ ઉપરાંત તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને સારું શિક્ષણ મળે તે દિશામાં સતત પ્રયત્નશીલ હોય છે. જોકે ઘણા માતાપિતા બાળકોના પ્રેમમાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે, કે જે બાળકોના વ્યવહાર (Children's behavior) પર વિપરીત અસર કરે છે. બાળકોના પાલન-પોષણ દરમિયાન તમામ જરૂરિયાત પૂરી કરવા સાથે તેમની કેટલીક ભૂલોને નજર-અંદાજ કરવી, તેમની જિદ્દ તથા ગુસ્સાભર્યા વલણને ટોક્યાં વગર પોષણ આપે છે. જેને લીધે બાળકો પર તેની ધીમે ધીમે વિપરીત અસર સર્જાવા લાગે છે અને ભવિષ્ય પણ ખરાબ થવા લાગે છે. આ સંજોગોમાં માતા-પિતા બાળકોને સંસ્કાર (Manners) તથા અનુશાસન (Discipline) શિખવે. જેથી બાળકો એક આદર્શ વ્યક્તિ, આદર્શ દીકરા-દીકરી અને સફળ નાગરિક બની શકે છે.

વડીલો પાસેથી મંજૂરી મેળવતા શિખવો
બાળકો તેમના મન પ્રમાણે કાર્ય કરવા ઈચ્છતા હોય તો તેમા કંઈ ખોટું નથી. પણ નાની ઉંમરમાં તેમને ખરુ શું-ખોટું શું તે અંગે વાકેફ હોતા નથી. આ સંજોગોમાં મનની ઈચ્છાથી કરેલા કાર્ય ખોટા માર્ગે પણ લઈ જઈ શકે છે. માટે માતાપિતાએ બાળકોમાં શરૂઆતથી જ પૂછીને કાર્ય કરવાની આદત પાડવી જોઈએ. ભોજન કરતા પહેલા માતાપિતાની મંજૂરી લે, બહાર રમવા જવા માતાપિતાની મંજૂરી (Permission) લેવી જોઈએ. વડીલોને પૂછવાની આદત બાળકોને સંસ્કારી બનાવે છે.

ભૂલ કરવાના સંજોગોમાં અટકાવો
સામાન્ય રીતે બાળકો ભૂલ (Mistake)કરવાના સંજોગોમાં અટકાવવામાં આવતા નથી. ઠપકો આપવામાં આવતો નથી અને વધારે પડતા પ્રેમને લીધે બાળકો બગડવા લાગે છે. નાની ઉંમરમાં જ્યારે બાળકો વડીલોને નામથી બોલાવે છે તો સૌને સારું લાગે છે. પણ તે ઉંમરવામાં વડીલોને સંબંધના નાતે સંબોધન કરી બોલાવવા શિખવી શકાય છે. બાળકોની ભૂલ પર હસવા અથવા તેને નજર-અંદાજ કરવા (Ignoring)ને બદલે માતાપિતાએ તેમને ટોકવા જોઈએ અને ફરી વખત ભૂલ ન કરે તે માટે ધ્યાન રાખવું જોઈએ.
સૌનું સન્માન કરો
બાળકોને સંસ્કાર શિખવવા માટે સૌથી પહેલા જરૂરી છે કે તે વડીલો (Elders) અને મોટા લોકોનું સન્માન કરતા શિખવવામાં આવે. જો બાળક સન્માનપૂર્વક કોઈ વાત ન પૂછે, રડે-બુમો પાડે અને હાથ-પગ પછાડી વાત કરે તો તમારો નિર્ણય બદલશો નહીં. પણ તેને સમજાવો કે આ રીતે તેમની કોઈ વાત માનવામાં આવશે નહીં. કોઈ પણ કાર્યને યોગ્ય રીતે કરવા માટે તેને સૌને સન્માન આપવું જોઈએ. તેને પોતાના અયોગ્ય વ્યવહારને બદલવા માટે શિખવો.
ગુસ્સે થઈને કે ક્રોધથી વાત ન કરે
સામાન્ય રીતે બાળકો પોતાન વાત મનાવવા માટે બૂમો પડીને વાતો કરે છે. લાડ પ્રેમને લીધે ક્રોધ કરતા પણ શિખી જાય છે અને કોઈપણ વ્યક્તિ સાથે ક્રોધમાં આવીને વાત કરવા લાગે છે. જો તેના નારાજ થવાના અથવા ગુસ્સે થવાના સંજોગોમાં તમે તેની વાત માની લેશો તો દરેક વખતે તે આ પ્રકારનો વ્યવહાર કરતો રહેશે. બાળપણમાં તે આ પ્રકારના વ્યવહારને સહન કરી શકાય પણ મોટા થવાના સંજોગોમાં આ એક કુટેવ થઈ જશે અને તે તમારા નિયંત્રણની બહાર જઈ શકે છે. માટે તેને ગુસ્સા પર નિયંત્રણ કરતા શિખવો.

શેર કરતા શિખવો
નાની ઉંમરવામાં જ્યારે બાળકને નાના અથવા મોટા ભાઈ-બહેન અથવા અન્ય બાળકો સાથે રાખવામાં આવે છે તો તે પોતાના માતાપિતાને અન્ય બાળકો પાસે લાડ પ્રેમ કરતા જોઈ ચિડવે છે. આ ઉપરાંત ઘર પર બે અથવા બે કરતા વધારે બાળકોની લડાઈની પાછળ એક કારણ એવું પણ હોય છે કે તે એક બીજાને પોતાની ચીજવસ્તુ શેર કરવા ઈચ્છતા નથી. આ સંજોગોમાં બાળકોને શેયરિંગ કરતા શિખવું જોઈએ. અન્યોને ચીજવસ્તુ, ખાવા-પીવાને લગતી વસ્તુઓ શેર કરતા શીખવું જોઈએ. જેથી તે સ્વાર્થી બને નહીં અને બાળકોમાં સારા સંસ્કાર કેળવાય.