Parenting
Parenting Tips: બાળકો ગુસ્સો કરે ત્યારે ભૂલથી પણ ન ઉપાડતા હાથ, આ રીતોથી દૂર થશે બાળકોનું ચીડિયાપણું
આજના બાળકો વધુ પડતા હાઇપર બની ગયા છે. બાળકોમાં વધુ પડતી ચંચળતા, ઝંપીને એક જગ્યાએ ન બેસવું, એકાગ્રતાનો અભાવ, ચીડિયાપણું વધી રહ્યું છે. ચીડિયા સ્વભાવના કારણે બાળકો નાની-નાની વાત પર ગુસ્સે થવા લાગે છે. જ્યારે બાળક ગુસ્સે થાય છે, ત્યારે કેટલાક માતા-પિતા બાળકને મારે છે, પરંતુ તમને જણાવી દઈએ કે મારવાથી બાળકનો સ્વભાવ વધારે ચીડિયો થતો જાય છે. તમે બાળકને મારવાને બદલે કેટલીક ટિપ્સ અપનાવીને બાળકના ગુસ્સા પર કાબૂ મેળવી શકો છે. તમે આ ટિપ્સ અપનાવીને બાળકના સ્વભાવને સુધારી શકો છે. તો ચાલો જાણીએ આ વિશે….
- ઘણા માતા-પિતા બાળકોને ગુસ્સામાં મારવાનું શરુ કરી દે છે પરંતુ તેના કારણે બાળકો ચીડિયા સ્વભાવના થવા લાગે છે. ખાસ કરીને જો શરૂઆતમાં જ બાળકોમાં તમને ચીડિયા સ્વભાવ દેખાઈ રહ્યો છે તો તમે તેમને શાંત કરવાની કોઈ તક શોધો. શાંત રીતે તેમની સમસ્યાઓનો ઉકેલ સરળતાથી મળી જશે.
- સૌથી પહેલા તમે એ વાતને જાણવાનો પ્રયત્ન કરો કે બાળકો કયા કારણોસર ઇરિટેડ થઈ રહ્યા છે. જો તેઓ કોઈ મુશ્કેલીમાં ફસાયેલ છે અથવા તેમની પરિસ્થિતિને નથી સમજી શકતા તો તમે તેમની મદદ કરો. સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરો કે આખરે એવી કઈ વાત છે જે તેમને પરેશાન કરી રહી છે.
- સૌથી મહત્વની વાત એ છે કે માતા-પિતાએ બાળકને સમય આપવો જ જોઈએ. તેનાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે અને ચીડિયાપણું દૂર થાય છે. આવી સ્થિતિમાં તમે બાળકની સાથે વધુમાં વધુ સમય વિતાવો.
- તમે પ્રયત્ન કરો કે બાળક ફિઝિકલ એક્ટિવિટીઝમાં ભાગ લઈ શકે. જો તમે તેને બહાર નથી લઈ જઈ શકતા તો તમે તેને ઘરે અલગ-અલગ રમતો રમાડી શકો છો. જેમ કે, કેરમ, લુડો અને પત્તા રમાડો. બાળકોની રજાઓમાં થોડો સમય કાઢીને તેમની સાથે રમો. સાંજે તેમને બહાર રમવા માટે મોકલો જેથી તેની એનર્જી ખર્ચ થાય. આ રીતે પણ તમારા બાળકો હંમેશા ખુશ રહી શકશે.
- આ સિવાય તમે બાળકને ઇરિટેડ થવાથી બચાવવા માટે તમે તમારી જાતને શાંત રાખો. જો તમે પોતે શાંત રહેશો તો જ બાળકો પણ શાંત રહી શકશે. બાળકને શીખવો કે તેમને તેમનો ગુસ્સાને શાંત કરતા પણ આવડવું જોઈએ. ઘણી વખત બાળકો પોતે એ વાત નથી સમજી શકતા કે તેઓ કેવી રીતે પોતાના ગુસ્સા પર નિયંત્રિત કરી શકે છે જેના કારણે તેઓ ચીડિયા થવા લાગે છે.