Parenting
Parenting Tips: બાળકોના વાળની પણ રાખવી પડે છે ખાસ કાળજી, નહીં તો થઈ જાય છે શુષ્ક અને નિર્જીવ
સારા સ્વાસ્થ્યની સાથે-સાથે બાળકોના વાળની સંભાળની પણ ખાસ જરૂરી છે. જો તેમના વાળનું ધ્યાન ન રાખવામાં આવે તો તે ખરવા લાગે છે અને નબળા પણ થઈ જાય છે. ધૂળ અને માટીમાં રમવા કારણે બાળકોના વાળ પર પણ તેની અસર પડે છે. વાળ શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે આ સિવાય તે ખરાબ થઈને તૂટવા પણ લાગે છે. આવામાં માતા-પિતા કેટલીક પદ્ધતિઓ દ્વારા બાળકના વાળની સંભાળ રાખી શકે છે. તો જાણી લો હેર કેર ટિપ્સ…
વાળને ધોવાની ટિપ્સ: બાળકોના વાળને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં 2 વખત શેમ્પૂથી વાળ ધોવો. બીજી તરફ બાળકો માટે હંમેશા અલગ-અલગ બ્રાન્ડના શેમ્પૂનો ઉપયોગ કરો. આ વાળને નુકસાન થવાનું જોખમ ઘટાડે છે.
સારા શેમ્પૂનો કરો ઉપયોગ: તમે બાળકના વાળ માટે સારા શેમ્પૂનો ઉપયોગ કરો. કોઈ પણ પ્રકારના કેમિકલયુક્ત શેમ્પૂ બાળકના વાળમાં ન લગાવો આ સિવાય વાળમાં વધુ pH વાળા શેમ્પૂ વાળો લગાવવાથી બાળકના વાળ તૂટવા અને ખરાબ થવા લાગે છે. તમે pH 4.5 થી 5.5 pHના શેમ્પૂનો ઉપયોગ બાળકના વાળમાં કરી શકો છો. આ સિવાય હર્બલ શેમ્પૂ પણ તમે બાળકના વાળમાં લગાવી શકો છો.
તેલથી માલિશ કરો: બાળકોના વાળમાં તમે નિયમિત તેલ લગાવો. તેનાથી બાળકના વાળનો ગ્રોથ થશે. આ સિવાય વાળમાં માલિશ કરવાથી વાળના મૂળમાં લોહીનું પરિભ્રમણ પણ વધે છે. આ સિવાય તેલ લગાવવાથી બાળકોના વાળને પોષણ પણ મળે છે. નારિયેળ અથવા ઓલિવ તેલ તમે બાળકના વાળમાં માલિશ કરવા માટે ઉપયોગ કરી શકો છો.
ટ્રિમિંગ પણ જરૂરીઃ સમયાંતરે તમે બાળકોના વાળને ટ્રિમ કરતા રહો. આના કારણે તેમના વાળ મજબૂત પણ બનશે. છોકરીઓના વાળ તમે દર બે મહિને અને છોકરાઓના વાળ થોડા સમય પછી એક વખત ટ્રિમિંગ જરૂર કરાવો.
અઠવાડિયામાં બે વખત જ ધોવોઃ બાળકના વાળને વધુપડતા બિલકુલ ન ધોવા. તેનાથી તે ડ્રાય થઈ શકે છે. અઠવાડિયામાં 2થી વધુ વખત બાળકના વાળમાં શેમ્પૂ ન લગાવો. આ બાદ ધોયા પછી વાળને વધુ ઘસીને બિલ્કુલ ન સુકાવો. ભીના વાળ પર તમે પહોળા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ કરી શકો છો.
ડ્રાયરનો ઉપયોગ ન કરોઃ બાળકોના ભીના વાળ પર ડ્રાયરનો પણ ઉપયોગ ન કરો. ઉનાળામાં ડ્રાયરનો ઉપયોગ કરવાથી બાળકના વાળ ડ્રાય થઈ શકે છે. કુદરતી રીતે તને તેમના વાળને સુકાવો અને સૂકાયા પછી વાળને બાંધો.