Parenting
Parenting: આ ભૂલો બાળકોને બનાવે છે સ્વાર્થી, અહીં જાણો તેમની ભૂલો વિશે
લગ્ન જીવન દરમિયાન માતા-પિતા બનવું દરેક માટે મહત્વનો સમય હોય છે. બાળકની જવાબદારી ખુબ મહત્વની જવાબદારી હોય છે. દરેક વાલીની જવાબદારી હોય છે કે તેના બાળકને સારા સંસ્કાર આપે, સારું શિક્ષણ આપે જેથી તે દેશ માટે સારો નાગરિક અને સમાજ માટે એક મદદરુપ વ્યક્તિ બની શકે. દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકોનો ઉછેર સારી રીતે થાય, આ માટે માતા-પિતા કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે. પરંતુ કેટલાક માતા-પિતા અજાણતા એવી ભૂલો કરી બેસે છે, જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે. આજે અમે લેખમાં આવી જ કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને દરેક માતા-પિતાએ ટાળવી જોઈએ. આ ભૂલોના કારણે બાળકો જિદ્દી બની જાય છે. સાથે સ્વાર્થી પણ બની જાય છે.
દરેક ડિમાન્ડ પૂરી ન કરો
જો તમે તમારા બાળકની દરેક માંગ પૂરી કરો છો તો તમે આ ખોટું કરી રહ્યા છો. આ કારણે બાળક વસ્તુઓનું મહત્વ સમજી શકશે નહીં. જો તમે આવું કરશો, તો તેનામાં સ્વાર્થની ભાવના વિકસિત થશે. બાળકની અંદર સહાનુભૂતિનો અભાવ હોય છે. તેને ના સાંભળવાની પણ આદત પાડો.
મોટા અને નાનાને માન આપતા શીખવો
જો તમે ઇચ્છો છો કે તમારું બાળક કોઈ એવી વ્યક્તિ તરીકે મોટું થાય જે સન્માનિત હોય અને બીજાની પણ સંભાળ રાખતું હોય, તો તમારે બાળપણથી જ તેનામાં આ મૂલ્યો કેળવવા પડશે. તેને શીખવો કે શા માટે મોટા અને નાનાને માન આપવું જરૂરી છે.
લોકો સાથે વાત કરતા શીખવો
જેમ-જેમ તમારું બાળક મોટું થાય છે, તેમ તેમ તેનો સંપર્ક તમારા પરિવાર અને ઘરની બહારની દુનિયા સાથે થાય છે. તમે તને લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી આ વિશે સમજ આપીને હોશિયાર બનાવી શકો છો. તમારા બાળકોને બીજા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું શીખવવું જોઈએ.
વસ્તુની કદર કરતા શીખવાડો
તમારા બાળકને કોઈપણ પોતાની વસ્તુ અન્યની સાથે શેર કરતા શીખવો સાથે જ દરેક વસ્તુની કાળજી રાખતા પણ શીખવો. તમારે નાનપણથી જ આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.