મોટાભાગે બાળકો અનહેલ્ધી ખાવાની જિદ કરતાં હોય છે અને આ જિદના કારણે જ તેમના પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. બાળકોને પેટનું ઈન્ફેક્શન થાય ત્યારે તેમને ઝાડ-ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યામાં બાળક ખૂબજ શાંત થઈ જાય છે અને તેને હરવા-ફરવાની અને રમવાની ઈચ્છા પણ નથી થતી. બાળક રમવાની જગ્યાએ બેડ પર આરામ જ કરતુ રહે તો, દરેક માતા-પિતાને બહુ દુ:ખ લાગે છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી હોય છે, જેના કારણે તેમને ઝડપથી ઇન્ફેક્શન લાગી શકે છે. આ સિવાય તેના કારણે બાળકો વારંવાર બીમાર પણ પડી શકે છે. દૂષિત પાણી અને અનહેલ્ધી ખોરાકથી પણ બાળકના પેટમાં દુખાવો થાય છે. જ્યારે બાળકો બહારથી આવ્યા પછી હાથ ધોયા વગર ખાવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ ઇન્ફેક્શનથી ઘેરાઈ શકે છે. પેટમાં દુખાવો ઉપરાંત, બાળકોને ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા બાળકને પેટના ઈન્ફેક્શનથી કેવી રીતે બચાવી શકો છો. તો ચાલો જાણીએ તેના વિશે…
આ વાયરસના કારણે થાય છે પેટમાં ઇન્ફેક્શન
બાળકોમાં પેટમાં ઇન્ફેક્શન રોટાવાયરલ અને નોરોવાયરસને કારણે થાય છે. આ બંને વાયરસ ખૂબ જ ઇન્ફેક્શનવાળા હોય છે. બાળકોને આનાથી એક કરતા વધુ વાર ચેપ લાગી શકે છે. સંક્રમિત થયા પછી બાળકોને ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓ થવા લાગે છે
લક્ષણ
- ઉબકા
- ઝાડા
- ઉલટી
- માથામાં દુખાવો
- હાથપગમાં દુખાવો
બાળકોને ખવડાવો આ વસ્તુઓ
બાળકોને કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવવા માટે તમારે તેમને હળવો અને સરળતાથી પચી જાય એવો ખોરાક ખવડાવવો જોઈએ. તમારે તેમને મગની દાળની ખીચડી, દાળ અને હળવી વસ્તુઓ ખવડાવવી જોઈએ. બાળકોને આ વસ્તુઓ પચવામાં કોઈ સમસ્યા નહીં થાય અને તેમના શરીરને પર્યાપ્ત માત્રામાં એનર્જી મળશે.
પ્રવાહી આપો
ઝાડા અને ઉલ્ટીના કારણે બાળકને ડિહાઇડ્રેશન પણ થઇ શકે છે, તેથી તમારે તેને પ્રવાહી પીવડાવવું જોઈએ. તમે તેમને તેમના મનપસંદ જ્યુસ અને સૂપ આપી શકો છો. આ સિવાય જો બાળક ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું હોય તો તમારે એકવાર ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
ફિઝિકલ એક્ટિવિટી
પેટ સંબંધિત સમસ્યાઓથી બાળકોને બચાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે ફિઝિકલ એક્ટિવિટી. જો તમે બાળકને રોજ અલગ-અલગ ટાઇપની એક્ટિવિટી કરાવો છો તો પેટ સંબંધિત અનેક તકલીફો ઓછી થઇ જાય છે. આનાથી બાળક સ્વસ્થ રહે છે અને પાચન તંત્ર પણ સારું થાય છે.