OPEN IN APP

Positive Parenting Tips: ભાઈ-બહેન વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા ફક્ત આટલું કરો, દરેક માતા-પિતાએ જાણવું જરૂરી

By: Kishan Prajapati   |   Updated: Sat 27 May 2023 08:05 AM (IST)
just-do-this-to-strengthen-the-relationship-between-siblings-every-parent-needs-to-know-136787

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ સુંદર માનવામાં આવે છે. જ્યાં પ્રેમ છે ત્યાં ઝઘડા પણ છે અને ઝઘડો થવા છતાં તેઓ એકબીજાનું ધ્યાન રાખવાનું ભૂલતા નથી. પરંતુ કેટલાક માતા-પિતાની સરખામણીના કારણે ભાઈ-બહેન વચ્ચેની સ્પર્ધા એક મોટી સમસ્યા બની જાય છે, જેના કારણે તેઓ ન તો સારા ભાઈ-બહેન બની શકે છે અને ન તો સારા મિત્રો. પરંતુ જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ નાની નાની બાબતો મોટી પારિવારિક સમસ્યાઓનું સ્વરૂપ લે છે. જો તમે ઇચ્છો છો કે તમારા બાળકો મિત્રો બને અને એકબીજાની કાળજી રાખે, તો તમારે જ શરૂઆતમાં જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. આજે અમે તમને આ લેખમાં એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા માતા-પિતા ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવી શકે છે.

દિકરા અને દીકરીને સમાન પ્રેમ આપો
છોકરીઓ માતા-પિતાની ખૂબ નજીક હોય છે, આવી સ્થિતિમાં માતા-પિતા તેમને વધુ પ્રેમ આપે છે. પરંતુ આ ચક્કરમાં છોકરાઓ વિચારે છે કે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમને લાગે છે કે દરેક ભૂલની સજા ફક્ત તેમને જ મળશે. ક્યારેક માતા-પિતા માત્ર દિકરીનું જ સાંભળે છે. જેના કારણે ભાઈ-બહેન વચ્ચે ખટાશ પણ આવવા લાગે છે. એટલા માટે જો તમે તેમના સંબંધોને મજબૂત બનાવા માંગો છો, તો બંનેને સમાન પ્રેમ કરો.

બંનેના ગુણો જણાવો
ભાઈ-બહેનની વચ્ચે જો તમે પ્રેમ વધારવા માંગો છો તો તેમને એકબીજાની સારી આદતો વિશે જણાવો. ઉદાહરણ સાથે જણાવો કે ક્યારે ભાઈ અને બહેને એકબીજા માટે કોઈ ખાસ પગલું ભર્યું હતું. બંનેની સારી ટેવો વિશે જણાવો. તેનાથી ભાઈ-બહેનનો સંબંધ મજબૂત થશે અને તેમનો પ્રેમ પણ વધશે.

સરખામણી તો ક્યારેય ન કરો
જો તમે તમારા બાળકોની વચ્ચે વાત-વાતમાં સરખામણી કરો છો અને ફરિયાદ કરતા રહો છો તો તેની તેમના સંબંધો પર દૂરગામી અસર પડી શકે છે. આમ કરવાથી તેમની વચ્ચે જીવનભર નફરત અને રોષની ભાવના પેદા થઈ શકે છે.

દીકરાને તેની ફરજો જણાવો
તમે તમારા પુત્રને સમજાવો કે ભાઈ હોવાને કારણે તેમની તેમની બહેન પ્રત્યે શું ફરજો છે. મોટા ભાઈને પિતાનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતીય સમાજમાં બહેનના લગ્નની જવાબદારી પિતાની સાથે ભાઈની પણ માનવામાં આવે છે. ભવિષ્યમાં માતા-પિતા પછી ભાઈ-બહેન વચ્ચે આવો જ પ્રેમ જળવાઈ રહે તે માટે તમે નાનપણથી જ બંનેના સંબંધોમાં મધુરતા વધારી શકો છો.

બંનેને સાથે સમય પસાર કરવાની તક આપો
ભાઈ-બહેનના સંબંધોને જો તમે મજબૂત બનાવા માંગો છો, તો બંનેને સાથે સમય પસાર કરવાની તક આપો. નાનપણમાં તેમને સાથે જમાડો, સાથે હોમવર્ક કરાવો. આમ કરવાથી તેમનો પ્રેમ પણ મજબૂત થશે અને સંબંધ પણ ગાઢ બનશે. આ સિવાય તેમને દરેક કામમાં સમાન રીતે સામેલ કરો. ભવિષ્યમાં તમારી પાસે એવી ઘણી તકો હશે, અહીં તમારે બંનેની જરૂર પડશે. જો તેની શરૂઆત બાળપણમાં જ કરવામાં આવે તો ભવિષ્યમાં સંબંધોની કડી વધુ મજબૂત બનશે.

બંનેના ઝઘડામાં દખલ કરશો નહીં
માતા-પિતાએ ભાઈ-બહેનની લડાઈમાં બિલકુલ દખલ ન કરવી જોઈએ, જો તેઓ બંને આમાં દખલ કરશે તો બંનેનો ઝઘડો વધી જશે. ક્યારેક-ક્યારેક નારાજગીને સંબંધનો એક ભાગ માનીને તેને અવગણવાનો પ્રયાસ કરો. જો મામલો વધુ ગંભીર છે તો જ તમે અંદલ દખલઅંદાજી કરો. ખાસ કરીને ઉંમર વધવાની સાથે ભાઈ-બહેન વચ્ચેના ઝઘડાની સમસ્યા ગંભીર થવા લાગે છે, આવી સ્થિતિમાં પ્રયાસ કરો કે તેમને બિલકુલ પ્રોત્સાહિત ન આપો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.