Parenting
બાળકને કેવી રીતે શીખવાડવું કે થાળીમાં આપેલું બધુ ભોજન પૂરું કરવું?
મોટાભાગનાં બાળકોને થાળીમાં કઈંકને કઈંક એઠુ મૂકવાની આદત હોય છે. તેઓ ક્યારેય થાળીમાં આપેલ બધુ પૂરુ કરતાં નથી. જેનાથી ભોજનનો બગાડ તો થાય જ છે, સાથે-સાથે બાળકને પૂરેપૂરાં પોષકતત્વો પણ મળી શકતાં નથી. બાળકને તેની ઉંમર પ્રમાણે પૌષ્ટિક આહાર આપવો ખૂબજ જરૂરી છે. બાળકની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાથી તેઓ ઘણી બીમારીઓ અને સંક્રમણથી બચી શકે છે. આ લેખમાં અમે તમને જણાવશું કે, બાળકોને થાળીમાં આપેલ બધુ જ પૂરું કરવાનું કેવી રીતે શીખવાડવું.
થાળીમાં પીરસો તેમની ગમતી વાનગીઓ
બાળક થાળીમાં આપેલ બધુ પૂરું કરે એ માટે તેને થાળીમાં તેની ભાવતી વાનગીઓ પીરસો. તેને ભાવતું ભોજન પીરસવાનો અર્થ એ નથી કે, બાળકને કઈં પણ ખાવા માટે આપી દેવું. દાખલા તરીકે, જો બાળકને સમોસા બહુ ભાવતા હોય તો તેને ઘરે જ સમોસા બનાવીને આપો. તેને તળવાની જગ્યાએ બેક કરો. તો સમોસાને મેંદામાંથી બનાવવાની જગ્યાએ ઘઉંના લોટમાંથી બનાવો. તો સમોસાને હેલ્ધી બનાવવા માટે તેમાં હેલ્ધી ફિલિંગ પણ ભરી શકો છો.
થાળીમાં હોય ઘણા પ્રકારનાં ફૂડ સમૂહ
બાળક થાળીમાં ભોજન અધૂરું છોડી દે છે, તેનું એક કારણ એ છે કે, તેના મોંનો સ્વાદ ખરાવ થઈ જાય છે. બાળકનો મોંનો સ્વાદ બગડી જાય એટલે તે ખાવાનું અધૂરું છોડી દે છે. બાળકને એકજ પ્રકારનું ભોજન આપવાથી તેઓ આવું કરી છે. આમ કરવાની જગ્યાએ થાળીમાં થોડું-થોડું અલગ-અલગ પ્રકારનું ભોજન આપો. જેમ કે, કોઈ એક ફળ આપવાની જગ્યાએ ફ્રૂટ્સ ચાટ આપો, કોઈ એક શાક આપવાની જગ્યાએ રંગબેરંગી શાક આપો. બાળકોને ગળ્યો, ખાટો, નમકીન, કડવો વગેરે સ્વાદનું મિશ્રણ આપો.
નાની થાળીથી શરૂઆત કરો
માતા-પિતા બાળકોને વધારે પડતું ખવડાવી દેતાં હોય છે, જેના કારણે તે મેદસ્વિતાનો શિકાર બને છે. ખાસ ધ્યાનમાં રાખો કે, બાળકને મોટી થાળીમાં ભોજન ન આપો. તેમની ઉંમર પ્રમાણે ભોજન આપો. ઘણીવાર બાળકને તેની ઉંમર કરતાં વધારે ભોજન આપી દેવાના કારણે પણ તે પૂરું કરી શકતું નથી. બાળકને નાની થાળીમાં જ પીરસો. તમે થોડા-થોડા સમય બાદ તેને ફરીથી ખાવાનું આપી શકો છો, પરંતુ એકસાથે વધારે ભોજન ન આપો.
ખાવામાં સમાવેશ કરો રંગ અને શેપ્સ
બાળકની ભોજનની થાળીમાં રંગબેરંગી ફળ અને શાકનો સમાવેશ કરો. આ ઉપરાંત બાળકને સામાન્ય રોટલી આપવાની જગ્યાએ અલગ-અલગ શેપની રોટલી આપો. તેનાથી બાળક બહુ મજાથી ખાવા માટે આકર્ષાશે. હાર્ટ, સ્માઈલી, સ્ટાર જેવી શેપની રોટલી આપીને તેને ખવડાવી શકો છો. આ જ રીતે અન્ય વાનગીઓને પણ રસપ્રદ બનાવીને આપી શકો છો.
બાળકને રસોઈ બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરો
જો તમારું બાળક પણ થાળીમાં એઠું મૂકતું હોય તો, તેને રસોઈ બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરો. બાળકને ખાવાની રીત-ભાત શીખવાડો. તેનાથી બાળક ભોજનની કદર કરતાં સીખશે અને બાળક પેટ ભરીને પૌષ્ટિક ભોજન ખાઈ સકશે. તમે બાળકને કરિયાણાનો સામાન લાવવાનું પણ કહી શકો છો.
જો તમે પણ આ ટિપ્સ અજમાવશો તો બાળક થાળીમાં એઠું નહીં છોડે. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.