લાઇફસ્ટાઇલ ડેસ્કઃ મોકટેલ એ એક પ્રકારનું નોન-આલ્કોહોલિક પીણું છે. તેનો સ્વાદ ફક્ત પુખ્ત વયના લોકોને જ નહીં, પણ બાળકોને પણ પસંદ આવે છે. બાળકો મોકટેલ જોઈને ખુશ ખુશ થઈ જાય છે અને પીવે છે. તમને જણાવી દઈએ કે હેલ્ધી ફ્રુટ્સથી પણ બાળકો માટે તમે ઘરે મોકટેલ બનાવી શકો છો. ફ્રુટ મોકટેલ બાળકો માટે માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ ખૂબ જ હેલ્ધી પણ હશે.
સામગ્રી: 1 ગ્લાસ મોકટેલ બનાવવા માટેની
સોડા - અડધો કપ, બરફનો ભૂકો - અડધો કપ, દાડમનો રસ - અડધો કપ, લીંબુનો રસ - 1 ચમચી, ખાંડ - દોઢ ચમચી
સજાવટ માટે સામગ્રી
સ્ટ્રો, કાગળની છત્રી, દાડમના દાણા, લીંબુ અથવા મોસંબીની ચીર
મોકટેલ બનાવવાની રેસીપી
ગ્લાસમાં સૌથા પહેલા બરફનો ભૂકો નાખો, ત્યારબાદ તેમાં ખાંડ નાખો હવે તેમાં અડધો કપ સોડા નાખો, આમાં હવે દાડમનો રસ અને લીબુંનો રસ મિક્સ કરો. હવે તેમાં ઉપરથી તેમાં દાડમના દાણા નાખો, ગ્લાસમાં ઉપર લીંબુ અથવા મોસંબીની ચીર લગાવો, સ્ટ્રો નાખો અને કાગળની છત્રીથી સજાવીને સર્વ કરો.