OPEN IN APP

બાળકોના ઉછેરની મોર્ડન રીત શ્રેષ્ઠ છે કે પછી પારંપારિક?- જાણો એક્સપર્ટે શું આપ્યો જવાબ

By: Sanket Parekh   |   Updated: Thu 26 Jan 2023 08:22 PM (IST)
expert-views-on-parenting-tips-mordern-or-traditional-83728

Parenting Tips: બાળકોની પરવરિશ માટે કેટલાંક માતાપિતા મોડર્ન રીત અપનાવે છે તો કેટલાંક જૂની પારંપરિક રીતો અપનાવે છે. આજે આ લેખમાં એક્સપર્ટ પાસેથી જાણો, બંનેમાંથી વધારે સારી રીત કઈ છે.

દરેક માતા-પિતાનું પહેલું કર્તવ્ય છે બાળકની સારી પરવરિશ કરવી. આ જવાબદારીમાં દરેક માતા-પિતા કોઈપણ જાતની ઉણપ નથી રાખતાં. બાળકોનો વ્યવહાર અને ભવિષ્ય ઘણા અંશે એ વાત નિર્ભર કરે છે કે, તેમની પરવરિશ કેવી રીતે કરવામાં આવી છે. પહેલી મોડર્ન એટલે કે નબી વિચારસરણી અનુસાર અને બીજી પારંપરિક, જે જૂના સમયથી ચાલતી આવે છે. આજકાલના સમયમાં મોડર્ન પરવરિશમાં ઘણા બદલાવ થાય છે. તો પારંપરિક પરવરિશ આપણી સંસ્કૃતિ અને પરંપરાના આધારે કરવામાં આવે છે. આ બંનેમાં બાળકો માટે કઈ પરવરિશ વધારે સારી છે અને સાથે-સાથે એ પણ જાણો કે, બંને પ્રકારની પરવરિશના ફાયદા અને નુકસાન પણ જાણી લો. આ લેખમાં તમને એ પણ જાણવા મળશે કે, મોડર્ન અને પારંપરિક પરવરિશ વચ્ચે શું અંતર છે. આ બાબતે વધુ માહિતી માટે અમે લખનઉના બોધિટ્રી ઈન્ડિયા સેન્ટરની કાઉન્સલિંગ સાઈકોલોજિસ્ટ ડૉ. નેહા આનંદ સાથે વાત કરી.

મૉડર્ન ઉછેરના ફાયદા

  • બાળકો સાથે માતા-પિતાનું બૉન્ડિંગ મજબૂત બને છે.
  • બાળકો માતા-પિતા સાથે તેમની વાત ખૂલીને શેર કરી સકે છે.
  • બાળકોને તેમની વાત જણાવવામાં આઝાદી મળે છે અને તેઓ પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે.
  • મોડર્ન પેરેન્ટિંગમાં બાળકોને સારી સ્પેસ મળે છે. તેનાથી તેઓ હોશિયાર અને ક્રિએટિવ બની શકે છે.
  • બાળકો તેમનું વ્યક્તિત્વ જાતે બનાવી શકે છે. તેમના પર પારિવારિક પ્રેશર નાખવામાં નથી આવતું.

મૉડર્ન ઉછેરનાં નુકસાન

  • વધારે છૂટ આપવાના કારણે ઘણીવાર બાળકો પોતાના માટે ખોટા નિર્ણય લેવા લાગે છે અથવા બગડી જાય છે.
  • મૉડર્ન પેરેન્ટિંગમાં બાળકો તેમના માતા-પિતાથી દૂર થઈ શકે છે.
    મૉડર્ન પેરેન્ટિંગમાં બાળકો તેમના માતા-પિતાને પ્રેમ તો કરે છે, પરંતુ તેમની જવાબદારીઓને સમજી શકતાં નથી.
  • મૉડર્ન પેરેન્ટિંગમાં વધારે છૂટ આપવાના કારણે બાળકોનો વ્યવહાર ઘણીવાર ગુસ્સાવાળો અને જિદ્દી બની જાય છે.

પારંપરિક ઉછેરના ફાયદા

  • પારંપરિક પરવરિશમાં બાળકો સંબંધો, માતા-પિતા અને પરિવારનું મહત્વ સમજે છે.
  • પારંપરિક પરવરિશમાં માતા-પિતા અને બાળકોની સહમતિ સાથે જ તેમના જીવનના મહત્વના નિર્ણયો લેવામાં આવે છે.
  • ટ્રેડિશનલ પેરેન્ટિંગમાં બાળકો માતા-પિતાને જે માન આપે છે, તે મોડર્ન પેરેન્ટિંગમાં નથી જોવા મળતું.
  • પારંપરિક પરવરિશથી બાળકોમાં મોરલ વેલ્યૂ એટલે કે સત્ય, ઈમાનદારી અને પ્રેમ જેવાં નૈતિક મૂલ્યો વધારે હોય છે.

પારંપરિક ઉછેરનાં નુકસાન

  • માતા-પિતા અને બાળકોના સંબંધોમાં બહુ અંતર હોય છે,
  • પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે સંબંધોમાં અંતરના કારણે, બાળકો માતા-પિતાને તેમના મનની વાત નથી કહી શકતાં.
  • પારંપરિક પરવરિશમાં બાળકો સાથે સંકળાયેલ દરેક નિર્ણયો માતા-પિતા લે છે, જેના કારણે બાળક પર નિર્ણય માનવાનું દબાણ હોય છે.
  • પારંપરિક પરવરિશમાં બાળકો મર્યાદિત વાતાવરણમાં રહે છે, જેના કારણે તેમની વિચારસરણી અને કળા નીખરે છે.
  • ટ્રેડિશનલ પેરેન્ટિંગમાં બાળકોએ પરિવારની મર્યાદામાં રહીને જ કઈંક કરવાની મંજૂરી હોય છે.

મૉડર્ન પરવરિશ સારી છે કે પારંપરિક?
ડૉ. નેહા આ બાબતે જણાવે છે કે, બંને પરવરિશના ફાયદા અને નુકસાન બંને છે. આ કહેવું મુશ્કેલ છે કે, બંનેમાં કઈ પરવરિશ વધારે સારી છે. બંનેમાંથી કોઈ એકને પસંદ કરવી મુશ્કેલ છે. બાળકોની સારી પરવરિશ મટે બંને પ્રકારના પેરેન્ટિંગના સારા ગુણો અપનાવવા જોઈએ. જેમ કે પારંપરિક પરવરિશમાં પ્રેમ. સંબંધો અને પરિવારનું મહત્વ હોય છે. આ જ રીતે, મોડર્ન પરવરિશમાં બાળકોની સ્કિલ ડેવલપમેન્ટ, તેમના સ્વાસ્થ્ય અને કરિયર પર ફોકસ હોય છે. પારંપરિક પેરેન્ટિંગમાં બાળકો તેમનાં માતા-પિતાની નજીક હોય છે. તો મોડર્ન પરવરિશમાં બાળકો માતા-પિતા સાથે ખૂલીને વાત કરી શકે છે.

બાળકોની સારી પરવરિશ માટે જૂની અને આધુનિક રીતોને મિક્સ કરીને ચાલવું જોઈએ. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે અને તમારાં મંતવ્યો અમને જણાવો કમેન્ટ કરી.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.