એજ્યુકેશન ડેસ્ક.
જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન મેનના સેશન 1ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે અને સેશન 2ની પરીક્ષા 6 એપ્રિલથી 12 એપ્રિલ 2023 સુધી યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થી પાસે 12 દિવસનો જ સમય બચ્યો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીએ યોગ્ય પ્લાનિંગ કરવું પડશે અને કેટલીક ટિપ્સ અપનાવવી પડશે. જેથી તેઓ પરીક્ષામાં સારો સ્કોર કરી શકે. ચાલો જાણીએ 12 દિવસમાં વિદ્યાર્થીઓ સેશન 2 પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરી શકે છે.
શેડ્યુલ બનાવો
ઘણીવાર પરીક્ષાની તૈયારી કરતી વખતે આપણે વધુ માર્કસવાળા વિષયોનો અભ્યાસ કરતા રહીએ છીએ અને અન્ય વિષયો બાકી રહી જાય છે. પરંતુ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષા માટે દરેક વિષય મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે એક એવું શિડ્યુલ બનાવે જેમાં તમામ વિષયોને સમાન સમય આપી શકાય.
મન દઈને વાંચો
ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો પરીક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ છે. જો તમારું મન ભટકશે તો તમે ન તો યાદ કરી શકશો અને ન તો કોઈ પ્રશ્નને ઉકેલી શકશો. એટલા માટે જ્યારે પણ ભણવા બેસો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે તમારા બધા ટેન્શનને દૂર કરીને અભ્યાસમાં મન લગાવવું જોઈએ. ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ કરશો તો તમને સફળ થવાથી કોઈ નહીં રોકી શકે .
ન્યૂમેરિકલની પ્રેક્ટિસ કરો
JEE મેઇનની તૈયારી કરતી વખતે આ વાતનું પણ ધ્યાનમાં રાખો કે ન્યૂમેરિકલની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. વધુમાં વધુ અંકશાસ્ત્ર ઉકેલવાનો પ્રયાસ કરો. ન્યૂમેરિકલ સૌથી વધુ સ્કોરિંગ છે. જેટલા વધુ ન્યૂમેરિકલ તમે સોલ્વ કરશો એટલા જ સારા માર્ક્સ તમને આપવામાં આવશે.
બ્રેક લેતા રહો
જ્યારે તમે કોઈ કામ સતત કરતા રહો છો તો તમને થાક લાગે છે અને તમારું કામમાં મન નથી લાગતું. આવી સ્થિતિ અભ્યાસની પણ છે. જો સતત બેસીને માત્ર અભ્યાસ કરતા રહેશો અને બ્રેક નહીં લો તો કંટાળો આવવા લાગશે અને ભણવામાં મન નહીં લાગે. આ કારણોસર એ જરુરી છે કે અભ્યાસ કરતી વખતે થોડી-થોડીવારે બ્રેક લેતા રહો