Parenting
પેરેન્ટ્સની આ ખરાબ આદતો બાળકોને બનાવે છે ડબ્બા, અજાણતાં પણ ન કરતા આ ભૂલો?
કહેવાય છે કે, બાળકનો વ્યવહાર, તેની વાતચીત કરવાની રીત અને તેનો સ્વભાવ, બધુ ઘરેથી જ નક્કી થાય છે. મોટાભાગના પેરેન્ટ્સ એ જ ઈચ્છે છે કે, તેમનું બાળ હોશિયાર, કૉન્ફિડેન્ટ અને આત્મનિર્ભર બને. આમ છતાં દરેક બાળકનો વ્યવહાર અલગ હોય છે, દરેક બાળકની હોશિયારી અલગ-અલગ હોય છે. કારણકે દરેક પેરેન્ટ્સની પેરેન્ટિંગ સ્ટાઈલ અલગ-અલગ હોય છે. કેટલાંક પેરેન્ટ્સ એવાં હોય છે, જે જાણતાં-અજાણતાં પોતાના બાળકને ડબ્બા જેવા બનાવી દે છે. વાસ્તવમાં માતા-પિતા કેવું વર્તન કરે છે, તે ખૂબજ મહત્વનું છે. અહીં અમે તમને એ આદતો અંગે જણાવી રહ્યા છીએ, જે ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે-સાથે તમે પણ તપાસો કે, ક્યાંક તમે તો આ ભૂલ નથી કરી રહ્યા ને.
બહુ વધારે કડક બનવું
બાળકો સાથે કડકાઈ જરૂરી છે, પરંતુ વધારે પડતા કડક બનવું પણ સારી બાબત નથી. જ્યારે માતા-પિતા બાળકો સાથે જબરદસ્તી કરે છે ત્યારે તેમના મનમાં માતા-પિતા વિરૂદ્ધ ડર બેસી જાય છે. આ ડર તેમના મનમાં એટલે ઊંડે સુધી બેસી જાય છે કે, તેઓ પોતાની વાત જણાવતાં પણ ડરે છે. જો સમયસર માતા-પિતા તેમના બાળકોના મનને સમજી નહીં શકે તો, તમારું બાળક અન્ય બાળકોની જેમ સહજ નહીં રહી શકે. તેનો વિકાસ પણ અવરોધાશે.
માર-પીટ કરવી
બાળકો સાથે મારપીટ કરવી એ ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન નથી. જો બાળક મસ્તી કરે તો તેને મારવાની જગ્યાએ સમજાવી શકાય છે કે, તે જે કામ કરી રહ્યું છે તે ખોટું છે. આ વાત જાણવા છતાં ઘણાં માતા-પિતા નાનાં બાળકોને નાની-નાની વાતે મારે છે. જેના કારણે બાળકનો આત્મવિશ્વાસ દિવસે-દિવસે ઓછો થવા લાગે છે. આત્મવિશ્વાસ જતો રહેતાં બાળકના મનમાં ડર ઘુસી જાય છે. તેને હંમેશાં એમજ લાગે છે કે, તે જે કઈં પણ કરે છે તે ખોટું છે. બધાં જ માતા-પિતા માટે આ બહુ મહત્વનું છે કે, બાળક સાથે મારપીટ કરવાની જગ્યાએ તેની સાથે પ્રેમથી વાત કરો.
બીજાં બાળકો સાથે તુલના કરવી
આ એક એવી ભૂલ છે, જે લગભગ બધાં જ માતા-પિતા કરે છે. આ એક એવી આદત છે, જે તમારા બાળકની અંદર બીજાં બાળકો માટે ઈર્ષા, હિંસા અને દ્વેષનો દોષ ઊભો કરી શકે છે. તેની સાથે-સાથે બાળક કોઈ નવી વસ્તુ કરતાં અચકાય છે. આવું ન કરવું જોઈએ. એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જો તમારી આ જ આદતના કારણે તમારા બાળકની રચનાશક્તિ ખોવાઈ ગઈ છે, તે અંદરથી ડરી રહ્યું છે તો, તેનાથી બાળક આગળ વધી નહીં શકે. એટલે જ તમારી આ આદતને સુધારી લો.
પ્રોત્સાહન ન આપવું
આજના સમયમાં એવું બહુ જોવા મળે છે કે, પોતાના બાળકને પરફેક્ટ બનાવવા ઈચ્છતાં માતા-પિતા કઈં પણ કરવા તૈયાર થઈ જાય છે. પરંતુ માતા-પિતા બાળકોને પ્રોત્સાહન આપવાનું જ ભૂલી જાય છે. જો તમે બાળકને પ્રોત્સાહન નહીં આપો તો તેના મનને ઠેસ પહોંચે છે. જો તમે તમારા બાળકના મનને વારંવાર ઠેસ પહોંચાડશો તો, તેનાથી બાળકનો વિકાસ અવરોધાશે. સારું પર્ફોર્મન્સ ન થવાના કારણે બાળક પોતાની જાતને બીજાં કરતાં પાછળ અનુભવે છે. આ જ કારણે ધીરે-ધીરે બાળક ડબ્બો બનવા લાગે છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારો બાળક ડબ્બો ન બને તો, તેને મોટિવેટ કરતા રહો.
image credit : freepik
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.