New Year party styling tips: નવા વર્ષનું આગમન એટલે નવી આશાઓ અને અગણિત ઉજવણીઓ. 31મી ડિસેમ્બરની રાત્રે દરેક વ્યક્તિ સૌથી સુંદર અને આકર્ષક દેખાવા માંગે છે. પરંતુ ઘણીવાર મોંઘા કપડાં ખરીદ્યા પછી પણ નાની નાની ભૂલોને કારણે લુક ફીકો પડી જાય છે. જો તમે પણ આ વર્ષે પાર્ટીમાં 'સેન્ટર ઓફ એટ્રેક્શન' બનવા માંગો છો, તો અહીં આપેલી 5 પ્રો-સ્ટાઇલિંગ ટિપ્સ તમારા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
ફેશન સાથે કમ્ફર્ટનો સમન્વય
સ્ટાઇલનો અર્થ એ નથી કે તમે અસ્વસ્થ રહો. જો તમે તમારા કપડામાં આરામદાયક અનુભવતા નથી, તો તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જશે. આજકાલ બોડી-ફિટ સ્લિટ ડ્રેસ ખૂબ ટ્રેન્ડમાં છે. જો તમે કંઈક અલગ ટ્રાય કરવા માંગતા હોવ, તો સિક્વિન સાડી અથવા કો-ઓર્ડ સેટ્સ બેસ્ટ છે. હંમેશા એવું ફેબ્રિક પસંદ કરો જે તમારી ત્વચાને માફક આવે અને તમને મુક્તપણે ડાન્સ કરવાની મંજૂરી આપે.
ગ્લિટર અને શિમરનું સંતુલન જાળવો
નવા વર્ષની પાર્ટી એટલે ઝાકઝમાળ, પણ વધુ પડતું ગ્લિટર લુકને બગાડી શકે છે. જો તમારો આઉટફિટ સિક્વિન્સથી ભરેલો હોય, તો મેકઅપને એકદમ 'ન્યૂડ' કે 'મિનિમલ' રાખો. તેનાથી વિપરીત, જો તમે સાદો બ્લેક કે રેડ ડ્રેસ પહેર્યો હોય, તો શિમરી હીલ્સ અથવા ગ્લિટર ક્લચનો ઉપયોગ કરીને લુકમાં જાન ફૂંકી શકાય છે.
એક્સેસરીઝ: લુકને આપો ફાઈનલ ટચ
એક સાધારણ ડ્રેસને પણ એક્સેસરીઝ ગ્લેમરસ બનાવી શકે છે. આજકાલ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને ચંકી બ્રેસલેટ ફેશનમાં છે. એક ગોલ્ડન નિયમ યાદ રાખો: જો નેકલાઇન ભારે હોય તો ગળામાં કઈ ન પહેરવું, માત્ર મોટા ઇયરિંગ્સ પહેરવા. સાથે એક ટ્રેન્ડી સ્લિંગ બેગ તમારા દેખાવમાં ચાર ચાંદ લગાવી દેશે.
મેકઅપ અને હેરસ્ટાઇલ પર ધ્યાન
તમારો મેકઅપ તમારા આઉટફિટ સાથે સુસંગત હોવો જોઈએ. પાર્ટી નાઈટ માટે સ્મોકી આઈઝ અને ક્લાસિક રેડ લિપસ્ટિક ક્યારેય આઉટ ઓફ ફેશન થતી નથી. હેરસ્ટાઇલ માટે, જો ડ્રેસ હાઈ-નેક હોય તો 'સ્લીક બન' બનાવો અને જો ડ્રેસ ઓફ-શોલ્ડર હોય તો સોફ્ટ કર્લ્સ સાથે વાળ ખુલ્લા રાખો.
ફૂટવેર: સ્ટાઇલ અને સ્ટેબિલિટી
પાર્ટીમાં લાંબો સમય ઉભા રહેવાનું અને ડાન્સ કરવાનું હોય છે, તેથી ફૂટવેરની પસંદગી સમજી-વિચારીને કરો. બ્લોક હીલ્સ અથવા પ્લેટફોર્મ હીલ્સ સ્ટાઈલિશ દેખાવાની સાથે આરામ પણ આપે છે. જો તમે હીલ્સમાં આરામદાયક ન હોવ, તો સુશોભિત બેલે ફ્લેટ્સ અથવા ગ્લિટર સ્નીકર્સ પણ કૂલ લુક આપી શકે છે.
