OPEN IN APP

World Thyroid Day 2023: જાણો કેમ ઉજવવામાં આવે છે વિશ્વ થાઇરોઇડ દિવસ? આ છે તેના મુખ્ય લક્ષણો

World Thyroid Day 2023: વિશ્વભરમાં થાઇરોઇડ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે 25 મેના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવામાં આવે છે.

By: Dharmendra Thakur   |   Thu 25 May 2023 06:33 PM (IST)
world-thyroid-day-2023-know-history-importance-and-facts-in-gujarati-136385

World Thyroid Day 2023: દર વર્ષે 25 મેના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવામાં આવે છે. યુરોપિયન થાઇરોઇડ એસોસિએશન (ETA) એ વર્ષ 2007માં થાઇરોઇડ રોગ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે થાઇરોઇડ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને વૈશ્વિક સ્તરે માન્યતા મળ્યા બાદ 25 મેના રોજ વિશ્વભરમાં વિશ્વ થાઇરોઇડ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં થાઇરોઇડ રોગ વિશે જાગૃતિ લાવવા અને આ ગંભીર રોગથી પીડિત દર્દીઓને યોગ્ય સંભાળ અને સહાય પૂરી પાડવા માટે વિશ્વ થાઇરોઇડ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રોગના લક્ષણો, સારવાર અને કાળજી વિશે જાગૃતિ ફેલાવવા અને નવા સંશોધનોને આગળ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે.

થાઇરોઇડ રોગ શું છે?
થાઇરોઇડ શરીરમાં હાજર હોર્મોનનો એક પ્રકાર છે. તે શરીરમાં મેટાબોલિઝમ વધારવા અને સેલ્સને કંટ્રોલ કરવાનું કામ કરે છે. થાઇરોઇડ હોર્મોન શરીરમાં હાજર થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. આ ગ્રંથિ શરીરમાં બે આવશ્યક ટી1 અને ટી4 હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.

થાઇરોઇડ ગ્રંથિમાં ખરાબી થવા પર તેના ફંક્શન બગડી જાય છે. થાઇરોઇડ ગ્રંથિ ખૂબ જ હોર્મોન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે અથવા તે યોગ્ય રીતે પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન કરી શકતી નથી. આ સ્થિતિને થાઇરોઇડ રોગ કહેવામાં આવે છે. વિશ્વભરમાં કરોડો લોકો થાઇરોઇડ રોગથી પ્રભાવિત છે.

થાઇરોઇડ રોગ થવા પર કેટલાક ચોક્કસ લક્ષણો દેખાતા નથી અને રોગ વધવા પર તેના લક્ષણો ગંભીર થવા લાગે છે. થાઇરોઇડના લક્ષણોને યોગ્ય સમયે ઓળખીને સારવાર કરાવવાથી જોખમ ઓછું થાય છે. તેના લક્ષણોને અવગણવાથી દર્દીને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. થાઈરોઈડ બે પ્રકારના હોય છે, હાઈપરથાઈરોઈડ અને હાઈપોથાઈરોઈડ. થાઈરોઈડ ગ્રંથિ ખૂબ વધારે હોર્મોન ઉત્પન્ન કરે ત્યારે હાઈપરથાઈરોઈડ થાય છે અને જ્યારે ગ્રંથિ ઓછી સક્રિય થાય છે ત્યારે હાઈપોથાઈરોઈડનું કારણ બને છે.

થાઈરોઈડની સમસ્યામાં જોવા મળતા મુખ્ય લક્ષણો-

  • વજન વધારો
  • માસિક રક્તસ્રાવમાં વધારો
  • આંખની સમસ્યાઓ
  • ઊંઘની સમસ્યાઓ
  • સ્નાયુ નબળાઇ અને થાક
  • અવાજ ભારે થવો
  • ઘભરામણ અને ચીડિયાપણું
  • વાળ પાતળા થવા

થાઇરોઇડના રોગથી બચવા માટે એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવી જોઈએ. આ સાથે શરીર માટે ફાયદાકારક અને હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. દરરોજ વ્યાયામ અને યોગ કરવા જોઈએ અને પ્રોસેસ્ડ ફૂડ, મસાલેદાર અને તળેલા ખોરાકનું સેવન ટાળવું જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ અને તણાવ ઓછો કરવો જોઈએ. થાઇરોઇડના રોગમાં યોગ્ય સમયે જરૂરી કાળજી અને સારવાર મેળવીને તેને ઠીક કરી શકાય છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો.

અમારી ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.