હેલ્થ ડેસ્કઃ આજે 2 એપ્રિલ એટલે વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. તેનો મુખ્ય હેતુ ઓટિઝમ ધરાવતા લોકોના જીવન સ્તરને સુધારવાનું હોય છે જેથી તેઓ સમાજના મહત્ત્વના અંગ તરીકે જીવન ગાળી શકે. આધુનિક વિજ્ઞાને તમામ ન્યુરોલોજિકલ તથા અન્ય બીમારીઓના ઉકેલ શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. આજે ઘણી બીમારીઓના ઇલાજ હાજર છે અને આ કેટેગરીમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી)પણ સામેલ છે.
અમદાવાદના હોમિયોપેથિક ઓટિઝમ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કેતન પટેલે આ અંગે જણાવ્યું કે, '' સ્ટડી મુજબ, એએસડી હોય તેવા બાળકોના એક તૃતિયાંશ અથવા અડધા વાલીઓને બાળક એક વર્ષનું થાય તે પહેલા જ લક્ષણો જોવા મળે છે. 80%થી 90% માતા-પિતા 24 મહિનાની ઉંમર પહેલાં બાળકમાં આ લક્ષણ જુએ છે. તેથી તેનું નિદાન શક્ય એટલું વહેલું થવું જોઈએ કારણ કે આ ડેવલપમેન્ટલ બીમારી છે.''
ઓટિઝમથી ગ્રસ્ત બાળકોમાં જોવા મળતા લક્ષણો
- બાળકની ઉંમર દોઢ વર્ષથી બે વર્ષની થવામાં હોય ત્યારે બાળક માતા-પિતા તથા અન્ય સામે નજરથી નજર ન મિલાવે, તેને બોલાવવાથી અથવા અવાજ કરવાથી ના જુએ.
- 18થી 24 મહિનાની ઉંમર થવાં છતાં બોલતા ન શીખે.
- નાનું બાળક સતત પંખો, રમકડાની કારનું વ્હીલ તેમજ ગોળ ફરતી વસ્તુ લાંબા સમય સુધી જોયા કરે તેમ જ સતત લાઈટ તરફ જોયા રાખે.
- એક જગ્યાએ ગોળ-ગોળ ફર્યા કરે, કૂદકા મારે, ચીસો પાડીને પોતાની હાથની આંગળીઓને સતત હલાવે, દિશાની ભાન વગર દોડ્યા કરે.
- કોઈ એક વસ્તુ અથવા રમકડા સાથે લાંબા સમય સુધી રમ્યા કરે.
- કુટુંબજન કે અન્ય ઉંમરના બાળકો સાથે મળે નહીં અને નજર મિલાવે નહીં.
- કારણ વગર હસવું, ગંભીર બાબત પર હસ્યા કરવું, ગાંડા બાળકની જેમ હસ્યા કરવું.
- કુકરની વિસલનો અવાજ, ફોન અને ફટાકડાનો અવાજ, મિક્સર કે વેક્યુમ ક્લીનરનો અવાજ સાંભળી પોતાના કાન બંને હાથ વડે ઢાંકી દે અને અવાજથી ડરી જઈ સંતવાનો પ્રયત્ન કરે.
- પોચી વસ્તુ જેવી કે સોફા, પથારી, ખુરશી પર ચડી લાંબા સમય સુધી કૂદ્યા કરવાની સાથે હાથની આંગળી સતત હલાવે.
- વસ્તુઓને હાથમાં લઇ ફેંકીને તોડી નાખે.
- પોતાના શરીરના અંગો જેવા કે હાથ, ખભા પર દાંત વડે ઇજા કરવી અથવા બાજુવાળાને બટકા ભરવા કે વાળ ખેંચે.
જો તમારા બાળકમાં ઉપરોક્ત લક્ષણમાં ત્રણથી વધારે લક્ષણો માલુમ પડે તો બાળકને જ્ઞાનતંતુના નિષ્ણાંત ડૉક્ટરને બતાવી તેની સારવાર કરાવવી. બાળકનું ઓટીઝમનું નિદાન નાની ઉંમરમાં થાય તો તેને તેમાંથી બહાર લાવી શકાય છે. બાળકની ઉંમર જેમ નાની તેમ તેના સામાન્ય અથવા સંજોગો સારા.
દુનિયાભરમાં બાળકોની હોસ્પિટલ, યુનિવર્સિટી, વૈજ્ઞાનિકો અને ડોક્ટરો ઓટિઝમનું નિદાન ઝડપથી થાય તેના વિવિધ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે અને આ બીમારી અંગે લોકોને જાણકારી મળે તે માટે દર વર્ષે 2 એપ્રિલને વર્લ્ડ ઓટિઝમ અવરનેસ દિવસ તેમજ આખા એપ્રિલ મહિનાને અવરનેસ મંથ તરીકે ઉજવી લોકોને ઓટીઝમ અંગેની માહિતી તેમજ જાગૃતિ ફેલાવે છે.
ઓટીઝમનું નિદાન
18 મહિનાની ઉંમરના બાળકથી લઈ 30 મહિનાની ઉંમરના બાળકમાં જોવા મળતી આ બીમારી કોઈ એક ટેસ્ટ કે અન્ય મેડિકલ રિપોર્ટ જેવા કે સિટી સ્કેન, એમઆરઆઇ સ્કેન, પેટ સ્કેનથી જાણી શકાતી નથી તે માટે ઉપરોક્ત રિપોર્ટ સાથે નીચેના બે તબક્કામાં નિદાન થઈ શકે છે.
પહેલા તબક્કામાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ તેની ઉંમર પ્રમાણે થઈ રહ્યો છે કે નહીં તે જાણવા માટે બાળકોની શીખવાની ક્ષમતા તેની બોલવાની રીત, શબ્દો, વાક્ય સાથે તેના ચહેરાને હલાવવાનો અભ્યાસ કરી તેની નોંધ રાખી ચોક્કસ સમયાંતરે 12 મહિના, 18 મહિનાને 24 મહિના એટલે કે બે વર્ષની ઉંમરના બાળકોનો વિકાસ દરને ધ્યાનમાં રાખીને નિદાન કરવામાં આવે છે. આ ઉપરોક્ત અભ્યાસમાં બાળકના માતા-પિતા તેના ડોક્ટર્સ, બાળકની સંભાળ રાખનારા અને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલી પ્રશ્નોત્તરીના જવાબના આધારે નિદાન કરવામાં આવે છે.
બીજા તબક્કાનું નિદાન આ રોગના નિષ્ણાંતો ડોક્ટરો જેવા કે ચાઈલ્ડ ન્યુરોલોજીસ્ટ, ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ તેમજ વર્તણુકના રોગોના નિષ્ણાંત દ્વારા કરવામાં આવે છે.
ઓટીઝમ સ્પેક્ટ્રમ ડીસોર્ડરના કારણો
દુનિયાભરના ડોક્ટર્સ વૈજ્ઞાનિક આ બીમારીનું કારણે જાણવાના પ્રયત્ન કરે છે પણ કોઈ એક ચોક્કસ કારણ મળ્યું નથી. પરંતુ જુના કેસ અને નવા કેસોની મેડિકલ હિસ્ટ્રી તથા રેકોર્ડ અને તેમાં રહેલી સમાનતા-વિસંગતતા પરથી નીચેના તારણો મળ્યા છે.
- માતાના શરીરમાં રહેલું ક્રોનિક ઇન્ફેક્શન જે બાળકના માનસિક વિકાસને ગર્ભવસ્થા દરમિયાન અસર કરે છે જેમ કે ટોર્ચ ઇન્ફેક્શન.
- માતામાં રહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિને કારણે બાળકના હોર્મોનમાં રહેલી અસમાનતા અને થાયરોડની ઉણપ.
- વાતાવરણમાં રહેલું પ્રદૂષણ, પીવાના પાણીમાં રહેલું પ્રદૂષણ.
- જીનેટીક ડિસઓર્ડર
- બાળકને ખેંચ આવવી
- સેરોટોનિન અને ન્યુરો ટ્રાન્સમીટરને લગતી બીમારી
એમએમઆર નામની રસી મુકાવ્યા બાદ ઘણા બાળકોમાં ઓટીઝમના લક્ષણો જોવા મળે છે. દુનિયાભરના ડોક્ટરોમાં આ બાબતને ભિન્ન-ભિન્ન મત મળતા રહે છે. સીડીસીના જણાવ્યા પ્રમાણે દુનિયામાં જન્મ લેતાં 36 બાળકમાંથી એક બાળક ઓટીઝમથી પીડિત છે અને આ આંકડો ભયજનક ગણવામાં આવ્યો છે. કેમ કે તે કેન્સર ડાયાબિટીસ અને એચઆઇવીના બાળકોના સરવાળા કરતાં વધારે છે.
સારવાર
હોમિયોપેથીમાં ઓટીઝમની સચોટ અને સમય સાથેની સારવાર સંભવ છે. દુનિયાભરના ડોક્ટર્સ તેમના પોતાના ઓટીસ્ટિક બાળકને હોમિયોપેથી સારવાર આપવાનું પસંદ કરે છે. વિશ્વભરમાં હોમિયોપેથી ઓટીઝમની સારવાર માટે પ્રયત્ન ચાલે છે અને પ્રચલિત છે. મોર્ડન મેડિકલ સાયન્સ એટલે કે એલોપેથીમાં ઓટીઝમ માટે કોઈ મેડિકલ સારવાર નથી. બાળકની હાઇપર એક્ટિવિટીને કંટ્રોલમાં લેવા રેસપરી ડોલ નામની દવા આપવામાં આવે છે. હોમિયોપેથી દવાની સાથે આહાર નિયંત્રણની શારીરિક અને કસરત એમ ઉપરોક્ત ત્રણ બાબત ઉપર ધ્યાન આપવાથી બાળકને ઓટિઝમમાંથી સામાન્ય બનાવી શકાય છે.
જો બાળકનું નિદાન ચાર વર્ષ કે તેની પહેલાં કરવામાં આવે તો તેના સામાન્ય થવાના સંજોગો 90% જેટલા હોય છે. 10% બાળકો દુનિયાભરની કોઈપણ સારવારથી સાજા થતા નથી. તેમાં ઓટીઝમની સાથે બાળક મેટાબોલિક ન્યુરોપથી અથવા માઇક્રોન્ટ્રીયલ ન્યુરોપથી નામની બીમારીથી પીડિત હોય છે.
બાળક હોમિયોપેથીની સારવારથી નવ મહિના પછી બોલવાનું શરૂ કરે ત્યારે બાળક બે મહિનાની સ્પીચ થેરાપી આપવાથી તે સારી રીતે બોલી શકે છે. સારવારના 16 મહિના પછી બાળકની ત્રણ મહિના માટે ABA સારવાર કરાવવાથી બાળકમાં બાકી રહેલો સુધારો ઝડપથી લાવી શકાય છે.
સારવારની શરૂઆત કેવી રીતે કરવી
ઓટીઝમના લક્ષણો માલુમ પડે તો નજીકના બાળરોગ નિષ્ણાંત પાસે તેમજ આ સારવાર અનુભવવી ડોક્ટર પાસે બાળકનું નિદાન કરાવી સારવાર ચાલુ કરાવી. હોમિયોપેથિક દવાથી પહેલા 120 દિવસની સારવાર દરમિયાન તમારા બાળકમાં સુધારા જોવા મળશે અને ત્યારબાદ દર 60 દિવસે સુધારો લગભગ 225થી 26 મહિનાની દવા બાદ બાળક સામાન્ય થશે.
ઉપરોક્ત સારવાર સાથે તમારા બાળકને GFCF ડાયટ એટલે કે દૂધ અને દૂધની બનાવટ તેમજ માં ઘઉં તેની બનાવટ સંપૂર્ણ બંધ કરવાની રહેશે. દૂધની બનાવટ જેમ કે દહીં છાશ માખણ ચીઝ બંધ કરવું અને તેના બદલે બાળકને સોયા બદામ કે નારિયેળનું દૂધ આપવું. ઘઉંની બનાવટ જેમકે રોટલી ભાખરી બિસ્કીટ બ્રેડ પેસ્ટ્રી બંધ કરવી તેના બદલે જુવાર બાજરી ચોખા અન્ય કઠોળ દરેક પ્રકારના લીલા શાકભાજી આપવા.
- બાળકને દોડાવવું, ઝડપથી ચલાવવું, સાયકલિંગ, સ્કેટિંગ તેમજ સ્વિમિંગ કરવાથી ઝડપથી સુધારો જોવા મળે છે.
- બાળકના બ્લડ, વાળ અને પેશાબમાં મોટી માત્રામાં પારો, લીડ એટલે કે શિશુ, કેડીયમ અને કોપર જેવી ભારે ધાતુઓ જોવા મળે તો તેને હોમિયોપેથીની મદદથી સામાન્ય કરી શકાય છે.
- બાળકમાં ફંગસનું પ્રમાણ વધારે હોય છે. જે ઘઉં અને દૂધનું સેવન બંધ કરાવી હોમિયોપેથીની દવા સાથે કસરત કરાવવાથી ઘટાડીને મટાડી શકાય છે.
ABA થેરાપી હોમિયોપેથીના 14 મહિના પછી અને સ્પીચ થેરાપી 11 મહિના પછી ત્રણ મહિના માટે આપવાથી બાળકમાં સુધારો જોવા મળે છે. જો સારવારના 6 મહિનામાં બાળકમાં સુધારો ન આવે તો તેમાં મેટાબોલિક સ્ક્રિનિંગ કરાવવી.
બાળકને ફક્ત મિથાઈલ કે બાલામીન અને વિટામિન ડી તે બે સપ્લીમેન્ટ આપવા. કેમ કે ઉપરોક્ત બે તત્વોની બાળકમાં જન્મજાત ખામી હોય છે તેથી બાળકોને મલ્ટી વિટામિન ન આપવા ફ્રી બાયોટીક તેમજ બાયોટિક ન આપવા તેની આદત પડવાથી બાળક ટેવાઇ જાય છે.
લોકોમાં ઓટીઝમ અંગે જાગૃતિ આવે તે માટે બે એપ્રિલના દિવસે દુનિયાભરની જાણીતી ઇમારતોને બ્લુ લાઈટથી શણગારવામાં આવે છે.