OPEN IN APP

Weight Gain Foods: બાળકનું વજન વધતું નથી? અપનાવો આ ટિપ્સ બાળકનું દુબળાપણુ દૂર થાશે

By: Jagran Gujarati   |   Updated: Tue 18 Apr 2023 10:02 AM (IST)
what-is-the-best-food-for-child-weight-gain-117987

Weight Gain Foods: જેમ જેમ બાળકની ઉંમર વધે છે તેમ તેમ બાળકનું વજન પણ વધવું જોઈએ. ઘણીવાર બાળકનું જોઈએ તેવું વજન ન વધતા ઘણા માતા-પિતા ચિંતામાં આવી જાય છે. આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે કે બાળકના ડાયટમાં એવું તે શું સામેલ કરવું જોઈએ કે જેથી બાળકનું વજન ફટાફટ વધે.

બાળકનું વજન વધારવાની ટિપ્સ
ડ્રાઈ ફ્રૂટ્સ:
બાળકોનો વજન વધારવા માટે ડાયટમાં ડ્રાઈ ફ્રુટને સામેલ કરો. તે પોષકતત્વોથી ભરપૂર હોય છે. એટલા માટે રોજ એક મુઠ્ઠી ડ્રાઈ ફ્રૂટ બાળકોને ખવડાવો.

કેળા: વજન વધારવા માટે કેળાનું સેવન લાભકારક છે. દૂધ સાથે કેળાનું સેવન બાળકોને કરાવવું જોઈએ.

કેલરી રિચ ફૂડ્સ: ડાયટ પ્લાન કરતી વખતે કેલરીનું ધ્યાન રાખો. જે વજન વધારવામાં મદદ કરે છે. બાળકોને 6 મહિનાથી મોટી ઉંમરના બાળકોને દહી, ઉકાળેલી દાળ, એવોકોડા પીટન બટર આપી શકો છો.

સીડ્સ: સીડ્સનું સેવનજ બોડીને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. એટલા માટે બાળકોને ચિયા અને કદ્દુના બીજ, અળસી અને તરબૂચના બી ખવડાવો. તે વજન વધારવામાં મદદ કરશે.

ડેરી પ્રોડક્ટ: ડેરી પ્રોડક્ટમાં કેલ્શિયમ અને કેલરી ભરપૂર હોય છે. એટલા માટે બાળકોને દૂધ, પનીર, દહી અને માખણ ખવડાવવું જોઈએ.

ફળો: બાળકોને સફરજન, દાડમ, નારંગી વગેરે ખવડાવવાથી પણ ફાયદો થાય છે.

શાકભાજી: સામાન્ય રીતે બાળકો શાકભાજી ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ લીલા-પાંદડાવાળા શાકભાજી બાળકોને ખવડાવવા જોઈએ. તેમા ભરપૂર માત્રામાં પોષકતત્વો હોય છે.

નાસ્તામાં: બાળક સ્કૂલે જાય તો સવારે 6 પલાયેલી કિસમીસ અને બદામ આપો. બાળકને પનીર પરાઠા પણ આપી શકો છો.

જો તમને ગુજરાતી જાગરણની આ જાણકારી પસંદ પડી હોય તો શેર કરશ.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.