OPEN IN APP

Amla-Aloe Vera Juice: વજન ઘટાડવા માટે ફાયદાકારક છે આમળા અને એલોવેરાના જ્યુસનું સેવન, મળશે શાનદાર ફાયદા

Amla-Aloe Vera Juice For Weight Loss: વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે આમળા અને એલોવેરાના જ્યુસનું સેવન, જાણો તેના સેવનની રીત.

By: Dharmendra Thakur   |   Updated: Sat 27 May 2023 08:01 AM (IST)
weight-loss-tips-how-to-use-aloe-vera-and-amla-juice-to-lose-weight-in-gujarati-136915

Amla-Aloe Vera Juice For Weight Loss: આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને અસંતુલિત આહારના કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે એક્સજ્યુસાઇઝ અને ડાયટ પ્લાન અપનાવે છે. કેટલાક લોકો ડાયટિંગની સાથે જિમમાં પણ કલાકો વિતાવે છે.

આયુર્વેદિક ઉપાયો સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા અથવા વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા અને એલોવેરાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો જ્યુસ નિયમિત પીવાથી શરીરમાં રહેલી એકસ્ટ્રા ફેટ બર્ન થાય છે અને ઘણા ફાયદા મળે છે. જાણો વજન ઘટાડવા માટે આમળા અને એલોવેરાના જ્યુસના સેવનના ફાયદા અને તેને પીવાની સાચી રીત.

વજન ઘટાડવા માટે આમળા અને એલોવેરાના જ્યુસના ફાયદા
આમળા અને એલોવેરા બંનેમાં ઔષધીય ગુણો હોય છે. એલોવેરા જ્યુસમાં વિટામિન બી, વિટામિન સી, સોડિયમ, કોપર, ઝિંક, સેલેનિયમ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફોલેટ અને ફેટી એસિડ જેવા પોષક તત્વો પણ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે જ્યારે આમળાના જ્યુસમાં વિટામિન સી, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર જેવા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી આવે છે.

NSBI પર પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, આમળા અને એલોવેરા જ્યુસમાં એન્ટી-ઓબેસિટી ગુણ હોય છે જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આમળા અને એલોવેરાના જ્યુસનું નિયમિત સેવન કરવાથી ઝડપથી વજન ઘટે છે અને શરીરમાં રહેલી એકસ્ટ્રા ફેટ ચરબી બર્ન કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.

આમળા અને એલોવેરાનો જ્યુસ વજન ઘટાડવાની સાથે સાથે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યુસનું સેવન કરવાથી શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ મળે છે. આ જ્યુસનું સેવન લીવર અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

વજન ઘટાડવા માટે આમળા અને એલોવેરાના જ્યુસનું સેવન કેવી રીતે કરવું?
સવારે ખાલી પેટ આમળા અને એલોવેરાના જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ 2 ચમચી એલોવેરા અને આમળાનો જ્યુસ પીવાથી વજન ઘટાડવાની સાથે બીજા ઘણા ફાયદા થાય છે. આમળા અને એલોવેરા જ્યુસ પીવાથી પાચન શક્તિ મજબૂત બને છે અને ઘણા ફાયદા થાય છે.

ઘરે સરળતાથી આમળા અને એલોવેરાનો જ્યુસ તૈયાર કરી શકાય છે. એલોવેરાના ચોખ્ખા પાનને સારી રીતે સાફ કરીને વચ્ચેથી કાપી લો અને તેની જેલને ચમચી વડે કાઢી લો. ત્યારબાદ તેને બ્લેન્ડ કરીને જ્યુસ બનાવો. આ જ્યુસમાં તાજા આમળાનો જ્યુસ ઉમેરો. આ બંને જ્યુસને એકસાથે પીવાથી વજન ઘટાડવા ઉપરાંત અન્ય ઘણા ફાયદા થાય છે. આ સાથે જ તમે માર્કેટમાંથી ઓર્ગેનિક આમળા અને એલોવેરાનું જ્યુસ પણ ખરીદી શકાય છે.

(Image Courtesy: Freepik.com)

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો.

અમારી ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.