OPEN IN APP

Neem Leaves: લીમડાનો આ રીતે ઉપયોગ કરવાથી દૂર થશે ચહેરાના ડાઘ-ધબ્બા

By: Jagran Gujarati   |   Updated: Wed 01 Feb 2023 05:30 PM (IST)
using-neem-in-this-way-will-remove-facial-blemishes-85602

Neem Leaves Benefits for skin: લીમડાનાં પાનનો ફેસમાસ્ક બનાવી લગાવવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થાય છે. આ લેખમાં જુઓ તેને બનાવવાની રીત.

આપણા આયુર્વેદમાં પૌરાણિક સમયથી જ લીમડાનાં પાનમાં રહેલ તેના ઔષધિય ગુણોના કારણે તેનો અલગ-અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં લીમડાના ઝાડનું બહુ મહત્વ છે. તેના પાનમાં રહેલ ગુણ ત્વચા, વાળ અને શરીરનાં આંતરિક અંગો માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. ત્વચાને સુંદર બનાવવા અને ડાઘ-ધબ્બાને દૂર કરવા માટે લીમડાના પાનનો ઉપયોગ ખૂબજ ફાયદાકારક ગણાય છે. ડાઘ-ધબ્બાના કારણે ત્વચા ખરાબ થાય છે અને સુંદરતા પણ બગડે છે. એક્ને, ખીલ અને દાણા વગેરેના કારણે તમારી ત્વચા પર ડાઘ પડવા લાગે છે. આમ આ બધી સમસ્યાઓ દૂર કરવા માટે બજારમાં ઘણાં ઉત્પાદનો મળે છે, પરંતુ તેમાં કેમિકલ્સ હોય છે, જે લાંબા સમયે ત્વચાને બહુ નુકસાન કરે છે. ચહેરા પર રહેલ ડાઘ-ધબ્બા કે ડાર્ક સ્પોર્ટ્સ દૂર કરવા માટે લીમડાના પાનનો ઉપયોગ ખૂબજ ફાયદાકારક ગણાય છે. લીમડાનાં પાનમાં રહેલ એન્ટી-ઑક્સિડેન્ટ અને એન્ટી-ઈંફ્લેમેટરી ગુણ ત્વચા માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે.

ડાર્ક સ્પોટ્સને દૂર કરવાની સાથે-સાથે ખીલ, એક્ને, કરચલી અને ફોડલીઓ દૂર કરવા માટે પણ લીમડાનાં પાનનો ઉપયોગ ખૂબજ ફાયદાકારક ગણાય છે. લીમડાનાં પાનના ઉપયોગ સિવાય તેના તેલનો ઉપયોગ પણ ખૂબજ ફાયદાકારક ગણાય છે. આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ ત્વચા પર ડાઘ-ધબ્બા દૂર કરવા માટે લીમડાના પાનનો ઉપયોગ અને તેનો ઉપયોગ કરવાની રીત.

ડાઘ-ધબ્બા દૂર કરવા માટે લીમડાનાં પાનના ફાયદા
લીમડાના પાનમાં રહેલ ગુણ ત્વચાને ઈન્ફેક્શન, એક્ને, ડાઘ-ધબ્બા અને પિગમેન્ટેશનની સમસ્યામાંથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. લીમડાનાં પાનમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાને ઘણા પ્રકારનાં ઈંફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. લીમડાનાં પાનમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઑક્સિડેન્ટ અને એન્ટી-ઈંફ્લેમેટરી ગુણો હોય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાને રિપેર કરવામાં ફાયદો મળે છે. લીમડામાં રહેલ એન્ટી-સેપ્ટિક અને એન્ટી-બેક્ટેરિયલ ગુણોના કારણે તેનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ બનાવવા માટે અને બ્યૂટી પ્રોડક્ટ્સ બનાવવા માટે કરવામાં આવે છે. ત્વચા પર રહેલ ડાઘ-ધબ્બાથી છૂટકારો મેળવવા માટે તમે લીમડાનાં પાનમાંથી બનાવેલ ફેસ પેકનો ઉપયોગ કરી શકાય છે.

લીમડાનાં પાનમાંથી ફેસપેક બનાવવાની રીત
લીમડાનાં પાનમાંથી રહેલ ફેસ પેક ત્વચા પર લગાવવાથી ઘણી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. ડાઘ-ધબ્બા દૂર કરવાથી ત્વચાની ચમક વધે છે અને ત્વચા હેલ્ધી બને છે. લીમડાના પાનમાંથી તમે ઘરે જ સરળતાથી ફેસપેક બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા લીમડાનાં પાન લઈ તેને સરખી રીતે ધોઈ લો. ત્યારબાદ આ પાનને પીસીને તેની પેસ્ટમાં એક ચમચી બેસન અને એક ચમચી દહીં મિક્સ કરો. આ બધું જ સરખી રીતે મિક્સ કર્યા બાદ આ પેસ્ટને ચહેરા, ગરદન અને આસપાસની ત્વચા પર લગાવો. અઠવાડિયામાં બે-ત્રણવાર તેનો ઉપયોગ કરવાથી બહુ ફાયદો મળે છે.

અમને આશા છે કે, લીમડાના પાનનો ફેસપેક બનાવવાની રીત અને ફાયદા દર્શાવતો આ લેખ તમને ગમ્યો હશે. તમારાં મંતવ્યો અમને લેખની નીચે કમેન્ટ બૉક્સમાં કમેન્ટ કરી જણાવજો અને આ લેખને ફેસબુકમાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે સંકળાયેલા રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે.

(Image Courtesy: Freepik.com)

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.