OPEN IN APP

આ લોકોએ ભૂલથી પણ ન ખાવી આમલી, થઈ શકે છે બહુ નુકસાન

By: Jagran Gujarati   |   Updated: Mon 23 Jan 2023 05:58 AM (IST)
these-people-should-not-eat-tamarind-even-by-mistake-it-can-cause-a-lot-of-damage-81170

આમલી એક એસિડિક ફળ છે. તેને ખાવાથી પેટમાં ગેસ્ટ્રો ઈંટેસ્ટાઈનલ ટ્રેક્ટમાં એસિડનું સ્તર વધી જાય છે.

ખાટા અને ચટપટા સ્વાદના કારણે આમલી સૌને બહુ પ્રિય હોય છે. એટલે જ આમલીનો ઉપયોગ ઘણા પ્રકારના સૂપ, ગ્રેવી, ચટણી, પાણીપૂરીના પાણી, દાળ, સાંભાર, કેટલાંક કઠોળ તેમજ દેશી આમલી કેન્ડી માટે કરવામાં આવે છે. સ્કાઈલક્રેઝ ડૉટ કૉમ અનુસાર, તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે, પરંતુ બહુ ઓછા લોકો આ નુકસાન અંગે જાણતા હોય છે. જોકે રોજ 10 ગ્રામ આમલીનું સેવન સુરક્ષિત ગણાય છે. પરંતુ જે લોકોને આમલીનો સ્વાદ ખૂબજ ગમતો હોય તેમણે તેની આડ-અસરો પણ જાણી લેવી જોઈએ. આજે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ આમલીથી શરીરને થતાં નુકસાન અંગે.

દાંતના ઈનેમલને નુકસાન કરે છે આમલી
આમલીનો સ્વાદ ખૂબજ ખાટો હોય છે, જેને વધારે ખાવાથી સાંતને નુકસાન થઈ શકે છે, જો વધારે માત્રામાં આમલીનું સેવન કરવામાં આવે તો દાંતના ઈનેમલમાં એસિડ કંપોનેટના કારણે કાટ લાગવાની શક્યતા રહે છે. બહુ વધારે માત્રામાં આમલી ખાવાથી દાંતનો લુક પણ ખરાબ થઈ શકે છે.

આમલીના કારણે થઈ શકે છે એલર્જી
એલર્જી એ આમલીથી થતાં સૌથી સામાન્ય નુકસાનોમાંથી એક છે. ઘણા લોકો રસોઈમાં આમલીનો ઉપયોગ બહુ કરતા હોય છે, પરંતુ તેને ખાવાથી દાદર, ખંજવાળ, સોજો, ચક્કર આવવા, બેભાનાવસ્થા, ઉલટી, શ્વાસમાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

એસિડ રિફ્લેક્સ
આમલી એક એસિડિક ફળ છે. તેનું સેવન કરવાથી પેટમાં ગેસ્ટ્રો ઈંટેસ્ટાઈનલ ટ્રેક્ટમાં એસિડનું સ્તર વધી જાય છે. જેનાથી એસિડ રિફ્લેક્સ જેવી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. એટલે જ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જ યોગ્ય ગણાય છે.

વેસો કંસ્ટ્રિક્શનને પ્રોત્સાહન આપે છે આમલી
જો તમે કોઈપણ પ્રકારની દવાનું સેવન કરી રહ્યા હોવ તો તમારે આમલી ન ખાવી જોઈએ. આમલીનું વધારે પડતું સેવન કરવાથી બ્લડ સેલ્સ સંકોચાઈ શકે છે.

કોણે ન ખાવી જોઈએ આમલી?
આમલીનું સેવન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તેમાં ટૈનિન અને અન્ય યૌગિક હોય છે, જે પાચનને મુશ્કેલ બનાવી શકે છે. એટલે ખાસ એ જ સલાહ આપવામાં આવે છે કે, પાણીમાં ઉકાળીને કે પલાળી રાખ્યા બાદ જ તેનું સેવન કરવું જોઈએ.

જો તમે એસ્પરિન, આઈબ્રૂપ્રોફ્રેન જેવી દવાઓનું સેવન કરી રહ્યા હોવ તો, તમારે આમલીનું સેવન જરા પણ ન કરવું જોઈએ. આમલીના સેવનથી આ દવાઓથી થતી અસર પ્રભાવિત થાય છે.

ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓએ આમલીનું વધારે સેવન ન કરવું જોઈએ, નહીંતર તેમને આનાં દુષ્પરિણામ જોવા મળી શકે છે. ખાસ કરીને કાચી આમલીનું સેવન કરવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે.

જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે અને તમારાં મંતવ્યો અમને જણાવો કમેન્ટ કરી.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો

ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.

ફેસબુક પર ગુજરાતી જાગરણને ફોલો કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.