OPEN IN APP

Gut Health: આ ઈન્ગ્રેડિએન્ટ્સ છે આંતરડા માટે ઘણા ફાયદાકારક, આજે જ તમારા ડાયટમાં સમાવેશ કરો

By: Dharmendra Thakur   |   Updated: Sat 25 Mar 2023 05:18 PM (IST)
these-ingredients-are-very-beneficial-for-the-gut-include-them-in-your-diet-today-in-gujarati-108660

Diet For Gut Health: શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ. ઘણા ઈન્ગ્રેડિએન્ટ્સ શરીરના અલગ-અલગ ભાગ માટે ઘણા ફાયદાકારક હોય છે. હેલ્થને સારી રાખવા માટે આંતરડાં સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે. આંતરડાને સ્વસ્થ રાખવા માટે કેટલાક હેલ્ધી ઈન્ગ્રેડિએન્ટ્સને આહારમાં સામેલ કરવા જોઈએ. આ વિશે લખનૌના ફિટનેસ એક્સપર્ટ અને ન્યુટ્રિશનિસ્ટ પાયલ અસ્થાનાએ માહિતી આપી છે.

ડુંગળી
ડુંગળીમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડુંગળીમાં હાજર ક્રોમિયમ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આંતરડાને ફ્રી રેડિકલના જોખમથી બચાવવા માટે ડુંગળીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળીનું સેવન કરવાથી આંતરડા સ્વસ્થ અને એક્ટિવ રહે છે.

લસણ
લસણમાં વિટામિન બી6, વિટામિન સી, એલિસિન અને સેલેનિયમ જેવા તત્વો મળી આવે છે. લસણના સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ, કબજિયાત, અપચો વગેરેથી રાહત મળે છે. લસણમાં રોગ સામે લડતા કંપાઉન્ડ મળી આવે છે, જે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કાચા લસણનું સેવન આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે.

બદામ
બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ અને પોલીફેનોલ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે તેમજ તેમાં ફાયબર પણ જોવા મળે છે. બદામનું સેવન પાચનતંત્રને સુધારવા માટે ફાયદાકારક છે. આંતરડાને સ્વસ્થ રાખવા માટે દરરોજ ખાલી પેટે 5 પલાળેલી બદામનું સેવન કરવું જોઈએ.

આદુ
આદુમાં એન્ટીઈન્ફલેમેટરી ગુણો જોવા મળે છે. ખાલી પેટ આદુ ખાવાથી આંતરડા સાફ થાય છે. આદુના પાણીનું સેવન કરી શકાય છે. આદુનું સેવન આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

એપલ સીડર વિનેગર
એપલ સીડર વિનેગરમાં એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. સલાડમાં એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં એપલ સીડર વિનેગરના થોડા ટીપાં મિક્સ કરીને પીવાથી પાચનક્રિયા સારી રહે છે અને આંતરડા મજબૂત થાય છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો.

અમારી ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.