પેંક્રિયાટિક કેન્સર અન્ય કેન્સરની જેમજ ખતરનાક હોય છે, જોકે તેનાં કેટલાંક લક્ષણો તપાસી તમે યોગ્ય સમયે તેનો ઈલાજ શરૂ કરાવી શકો છો.
કેન્સરમાં વ્યક્તિના શરીરની કોશિકાઓ નષ્ટ થવા લાગે છે. ધીરે-ધીરે અંગ કામ કરવાનું બંધ કરવા લાગે છે. પરંતુ યોગ્ય સમયે તેનો ઈલાજ શરૂ કરી દેવામાં આવે તો રોગની ગંભીરતાને ઓછી કરી શકાય છે. કેન્સર ઘણા પ્રકારનાં હોય છે. તેમાંનું જ એક છે પેંક્રિયાટિક કેન્સર. કેન્સરની તપાસથી તેના વિશે જાણી શકાય છે. પરંતુ શરૂઆતમાં કેન્સર વિશે જાણવું બહુ મુશ્કેલ હોય છે. પેંક્રિયાટિક કેન્સરમાં પેંક્રિયાની કોશિકાઓમાં કેન્સર થવા લાગે છે. પેંક્રિયા પેટના પાછળના ભાગમાં રહેલ અંગ છે. તેનાથી કેન્સરના રોગીને ઘણાં લક્ષણો અનુભવાય છે, પરંતુ કેટલાંક સામાન્ય લક્ષણો તમે જાતે જ અનુભવી શકો છો.

પેંક્રિયાટિક કેન્સરનાં કારણો
પેંક્રિયાટિક કેન્સરનો ઈલાજ ખૂબજ જટિલ છે. તેની જટિલતાના કારણે જ આ રોગમાં ઠીક થતા દર્દીઓનો રેશિયો ખૂબજ ઓછો હોય છે.
જ્યારે પેંક્રિયાની કોશિકાઓના ડીએનએ ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે તેના કાર્યમાં બદલાવ આવવા લાગે છે. કોશિકાઓના બદલાવના કારણે ગાંઠ બનવા લાગે છે અને જે ધીરે-ધીરે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાવા લાગે છે.
પેંક્રિયાટિક કેન્સરનાં શરૂઆતી લક્ષણો
પેંક્રિયાટિક કેન્સરની શરૂઆતમાં દર્દીને અલ્કોહલિક સ્ટૂલની સમસ્યા થઈ શકે છે. આ સમયે દર્દીના બાઈલ ડક્ટમાં દબાણ ઉત્પન્ન થાય છે અને તેનાંતરડાં સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થાય છે. જેના કારણે દર્દીને પીળિયો થવા લાગે છે. જેના કારણે વ્યક્તિની ત્વચા, આંખો, પેશાબ અને સ્ટૂલનો રંગ પીળો થઈ જાય છે.
મેક્સ હોસ્પિટલના સર્જિકલ ઑનકૉલોજીના એસોસિએટ ડિરેક્ટર ડૉ. પંકજ પાંડેયના જણાવ્યા અનુસાર, આ રોગની શરૂઆતમાં દર્દીને પેટની પાછળના ભાગમાં હળવો દુખાવો અનુભવાય છે. ભૂખ ઓછી લાગે છે અને ત્વચામાં ખંજવાળ તેમજ ડાયાબિટીસમાં સમસ્યા થવા લાગે છે.
પેંક્રિયાટિક કેન્સર પેંક્રિયાની સંરચના અને કાર્યશૈલીને પ્રભાવિત કરે છે. પેંક્રિયામાં જે એન્ઝાઈમ્સ વસાને પચાવવાનું કામ કરે છે, તે નીકળવામાં અડચણ ઉત્પન્ન થાય છે, જેનાથી આંતરડાંમાં વસા તૂટવાની પ્રક્રિયામાં અડચણ ઉત્પન્ન થાય છે. તે એન્ઝાઈમ્સની ઉણપ તરીકે ઓળખવામાં આવે છે. એંઝાઈમ્સની ઉણપના કારણે પીળું, વસાયુક્ત, ચીકણું અને અલ્કોહલિક સ્ટૂલ પાસ થાય છે.
પેંક્રિયાટિક કેન્સરમાં આ સિવાય પણ કેટલાંક લક્ષણો જોવા મળે છે.
- બહુ ઝડપથી વજન ઓછું થવું.
- આંખો પીળી થવી.
- પેટમાં દુખાવો થવો.
- ગેસ અને પાચનમાં અડચણ આવવી, વગેરે.
આવાં કોઈ લક્ષણો જણાય તો, દર્દીએ તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. લક્ષણોના આધારે ડૉક્ટર દર્દીના ટેસ્ટ કરાવે છે અને રોગની પુષ્ટિ કરી ઈલાજ શરૂ કરે છે.
અમને આશા છે કે, આ માહિતી તમારા માટે ઉપયોગી રહેશે. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે અને આ લેખને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી વધુમામ વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.