શું તમારા બાળકને પણ રાત્રે ઊંઘ નથી આવતી? બની શકે છે કે, તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ભૂલ કરી રહ્યા હોવ.
બાળકોના સારા સ્વાસ્થ્ય અને શારીરિક વિકાસ માટે તેમને પૂરતી ઊંઘ મળે એ ખૂબજ મહત્વનું છે. બાળકને સારી ઊંઘ મળે તો બાળક એક્ટિવ રહે છે. બાળકની ઊંઘ પૂરી થાય તો તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેમને બીમારીઓ થવાનો ખતરો પણ ઓછો થાય છે. પરંતુ ઘણાં બાળકોને રાત્રે સરખી ઊંઘ આવતી નથી. તેઓ રાત્રે કલાકો સુધી સૂવાનો પ્રયત્ન કરે છે, છતાં તેમને ઊંઘ નથી આવતી. રાત્રે સરખી ઊંઘ ન આવવાના કારણે આખા દિવસ દરમિયાન તેમને આળસ આવ્યા કરે છે. રમવા-ભણવા માટે બાળકને બહુ એનર્જીની જરૂર હોય છે. અપૂરતી ઊંઘની અસર બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. જોકે કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત ભૂલોના કારણે બાળકોમાં આ સમસ્યા ઊભી થઈ શકે છે. જેમકે, બાળકો કસરત કરતાં ન હોય, શારીરિક રૂપે એક્ટિવ ન હોય તો તેમને રાત્રે સરખી ઊંઘ નથી આવતી. આ બાબતે આજે લખનઉની કેર ઈંસ્ટિટ્યૂટ ઑફ લાઈફ સાયન્સનાં એમડી ફિજિશિયન ડૉ. સીમા યાદવ જણાવી રહ્યાં છે વિસ્તૃતમાં માહિતી.

- નિયમિત સૂવાનો એક સમય ન જાળવવો
સૂવા માટેનો એક ફિક્સ સમય ન જાળવવાના કારણે અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે. બાળકો માટે બેડ ટાઈમ રૂટીન બનાવવું જોઈએ, સૂતી વખતે બાળકને સ્વચ્છ કપડાં પહેરાવો, બ્રશ કરાવો અને પછી એક ગ્લાસ પાણી પીવડાવો. ત્યારબાદ થોડું ચાલ્યા બાદ તેને સૂવડાવો. બાળક રાત્રે સૂવે તેના 4-5 કલાક પહેલાં ખવડાવી દેવું જોઈએ, જેથી સૂવાના સમયે પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા ન થાય. - બાળકોને વધારે પડતી દવાઓ આપવી
જો તમે બાળકને નાની-નાની સમસ્યામાં પણ દવા આપતા હોવ તો આ આદતને બદલી નાખો. વધારે દવાઓ લેવાથી પણ તેમની ઊંઘ પ્રભાવિત થાય છે. ડૉક્ટરની સલાહ વગર બાળકને કોઈ દવા ન આપવી. જો કોઈ બીમારી કે એલર્જી માટે તમે બાળકને એક કરતાં વધારે દવાઓ આપતા હોવ તો, બધી દવાઓ એકસાથે ન આપો, બે દવાની વચ્ચે થોડું અંતર રાખો. - સ્ક્રીન ટાઈમ વધારે હોવો
જો તમારું બાળક મોડી રાત સુધી ટીવી જોતું હોય તો તેની આંખો પર જોર પડે છે, સાથે-સાથે તેમને અનિંદ્રાની સમસ્યા પણ થઈ શકે છે. આજકાલ બાળકો કલાકો સુધી મોબાઈલ પર વ્યસ્ત રહે છે. લાંબા સમય સુધી સ્ક્રીન ટાઈમ વધી જવાના કારણે બાળકોને ઊંઘ નથી આવતી અને તેમને સ્વસ્થ જીવનશૈલી ફોલો કરવામાં સમસ્યા થાય છે. બાળકોને દિવસમાં એક કલાક કરતાં વધુ સ્ક્રીનનો ઉપયોગ ન કરવા દેવો જોઈએ. બાળકોને રાત્રે મોબાઈલ કે લેપટોપ જેવાં ગેજેટ્સ ન આપવાં જોઈએ. - સાફ-સફાઈની ઉણપ હોવી
જો બેડ કે ઓરડો સાફ ન હોય, તો બાળકની ઊંઘ પ્રભાવિત થઈ શકે છે. ઘણાં સ્ટડી અને એક્સપર્ટના જણાવ્યા અનુસાર, સાફ-સફાઈની ઉણપના કારણે પણ અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે. બાળકના ઓરડાને સાફ રાખો. જરૂર લાગે તો દિવસમાં એકથી વધારે વાર બાળકનાં કપડાં બદલો. રાત્રે બાળકના ઓરડાને આરામદાયક બનાવો, જેથી તેને ઊંઘ સારી આવે. - બાળક વધારે તણાવમાં હોવું
જો તમારું બાળક તણાવ કે સ્ટ્રેસમાં હોય તો તેની સ્લીફ સાઈકલ પ્રભાવિત થઈ શકે છે. જો તમારા બાળકને ઊંઘ ન આવતી હોય તો તેનું કાઉન્સેલિંગ કરો. કારણ જાણો અને મદદ કરો. અનિંદ્રાની સમસ્યા દૂર કરવા માટે બાળકને રોજ ડીપ બ્રીધિંગની કસરત કરાવો.
જો તમારાં બાળકોને અનિંદ્રાની સમસ્યા હોય તો, અહીં જણાવેલ ઉપાયોને અપનાવી જુઓ. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.