સિગારેટ પીવાથી તમે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો. ધૂમ્રપાનની આદતમાંથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાયો
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેનાથી અસ્થમા, ટ્યુબરક્યુલોસિસ અને કેન્સર જેવી અનેક ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. પરંતુ ઘણા લોકો બીડી-સિગારેટ પીવાના બંધાણી જોવા મળે છે. ઘણા લોકો ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ તેની લત છોડવી ખૂબ મુશ્કેલ છે. ઘણીવાર ધૂમ્રપાન કરનારા લોકોને એ હદે લત લાગીલી હોય છે કે તેમને વારંવાર ધૂમ્રપાન કરવાની ઇચ્છા થાય છે. આવી સ્થિતિમાં તેઓ જલદી ધૂમ્રપાનની આદત છોડી શકતા નથી. જો તમારે સિગારેટની લત છોડવી હોય તો સૌથી પહેલા તમારી ઈચ્છાશક્તિને મજબૂત બનાવો. જો તમે ઇચ્છો તો સિગારેટની લતમાંથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયોનો સહારો લઇ શકો છો. તો આવો જાણીએ ધૂમ્રપાનની લતમાંથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો.
સ્મોકિંગની આદતથી છુટકારો મેળવવાના ઘરગથ્થુ ઉપચાર
મુલેઠી
મુલેઠી ધૂમ્રપાન છોડવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. મુલેઠીનો હળવો મીઠો સ્વાદ સિગારેટ પીવાની તલપને ઘટાડવામાં મદદ કરી શકે છે. મુલેઠીનું સેવન થાકને દૂર કરવા અને ઊર્જા વધારવામાં મદદ કરી શકે છે. જ્યારે પણ તમને સિગારેટ પીવાનું મન થાય ત્યારે મુલેઠીનો એક ટુકડો મોંમાં રાખો. આ સિવાય તમે ચા બનાવવા માટે મુલેઠીનો ઉપયોગ કરી શકો છો.
તજ
ધૂમ્રપાનની આદતથી છૂટકારો મેળવવા માટે તમે તજનો ઉપયોગ કરી શકો છો. તજમાં વિટામિન, પ્રોટીન, સોડિયમ, થાઈમીન, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે. તેનો તીખો અને કડવો સ્વાદ સિગારેટ પીવાની તલપને ઘટાડે છે. તજ મગજની પ્રવૃત્તિમાં વધારો કરે છે અને તણાવ ઘટાડે છે. જ્યારે પણ તમને સિગારેટ પીવાનું મન થાય ત્યારે તજનો નાનો ટુકડો મોંમાં રાખો અને ચૂસતા રહો.
મધ
મધનું સેવન ધૂમ્રપાનની લત છોડવામાં મદદ કરે છે. મધમાં વિટામિન્સ, પ્રોટીન અને મિનરલ્સ હોય છે, જે સિગારેટ પીવાની લાલસા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમે ધૂમ્રપાનની આદતથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો દરરોજ એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ નાખીને પીવો. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

પાણી પીવો
પાણી ધૂમ્રપાનની લત છોડવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. ખરેખર, પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે મેટાબોલિક રેટ નિયંત્રણમાં રહે છે અને ધૂમ્રપાનની આદત પણ ધીમે-ધીમે છુટવા લાગે છે.
આમળા
આમળાનું સેવન સિગારેટ છોડવામાં તમને ઘણી મદદ કરી શકે છે. આ માટે આદુ અને આમળાને સરખી માત્રામાં છીણીને સૂકવી લો. તેમાં લીંબુ અને મીઠું નાખીને એક કન્ટેનરમાં સ્ટોર કરો. જ્યારે પણ તમને સિગારેટ પીવાનું મન થાય ત્યારે તમારે આ પાવડરનું સેવન કરવું જોઈએ.
આ ઘરેલું ઉપાયો તમને ધૂમ્રપાન છોડવામાં મદદ કરી શકે છે. સિગારેટ પીવાથી તમારા શરીર પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.