OPEN IN APP

Til Laddu: દરેક લોકો માટે ફાયદાકારક નથી તલના લાડુ, એક્સપર્ટ પાસેથી જાણો કોને થશે નુકસાન

By: Jagran Gujarati   |   Updated: Wed 01 Feb 2023 05:25 PM (IST)
sesame-ladoo-is-not-beneficial-for-everyone-know-from-experts-who-will-be-harmed-85607

Til Laddu Side Effects: દરેક વ્યક્તિ માટે તલના લાડુ ફાયદાકારક નથી રહેતા. અહીં જુઓ તેનાં નુકસાન.

શિયાળામાં આપણને સૌને તલના લાડુ (Til Laddu) ખાવા ખૂબજ ગમતા હોય છે. તલ અને ગોળ, એમ માત્ર બે વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ. તલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ, ફૉસ્ફરસ, ફોલિલ એસિડ અને આયર્ન જેવાં પોષકતત્વો હોય છે. તો ગોળમાં વિટામિન એ, વિટામિન બી, સુક્રોઝ, ગ્લૂકોણ, મેગ્નેશિયમ જેવા ગુણો હોય છે. આમ તો આ લાડુ સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક હોય છે. પરંતુ કેટલાક લોકોએ તેનું વધારે સેવન ન કરવું જોઈએ. આજે આ લેખમાં અમે તમને જણાવશું તલના લાડુ ખાવાથી થતાં નુકસાન. આજે આ બાબતે વધુ માહિતી મેળવવા માટે અમે Holi Family Hospital, Delhi નાં ડાયટીશિયન Sanah Gill સાથે વાત કરી, જેઓ જણાવી રહ્યામ છે, તેમનાં ખાસ મંતવ્યો.

ડાયાબિટીસમાં ન ખાવા તલના લાડુ
જો તમે શુગરના દર્દી હોવ તો, તલના લાડુનું સેવન ન કરવું જોઈએ. તલના લાડુને ગોળમાંથી બનાવવામાં આવે છે. ગોળમાં શુગરની માત્રા બહુ વધારે હોય છે, જે બ્લડ શુગર લેવલ વધારી શાકે છે. જો તમારું વજન વધારે હોય તો પણ તમારે તલના લાડુનું સેવન ન કરવું જોઈએ. તેનાથી વજન વધી શકે છે.

લો બીપીના દર્દીઓએ ન ખાવા તલના લાડુ
જો તમારા શરીરમાં બીપી નીચું રહેતું હોય તો, તમારે તલના લાડુ ન ખાવા જોઈએ. તલમાં બીપી ઘટાડવાના ગુણ હોય છે, એટલે જ તેનું સેવન કરતાં પહેલાં તેની માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. જો શરીરમાં સોજો હોય તો પણ તલના લાડુનું વધારે સેવન ન કરવું જોઈએ. તલના લાડુમાં રહેલ ગોળમાં સુક્રોઝ હોય છે, જેનાથી શરીરમાં સોજો વધે છે.

પાચનતંત્ર નબળું હોય તો ન ખાવા જોઈએ તલના લાડુ
જો તમારું પાચનતંત્ર નબળું હોય તો પણ તલનું વધારે સેવન ન કરવું જોઈએ. તલના લાડુમાં રહેલ તલ અને ગોળ બંનેની તાસીર ગરમ હોય છે, જેનું વધારે સેવન કરવાથી પેટમાં કબજીયાતની સમસ્યા તેમજ ડાયરિયા થઈ શકે છે. તલનું વધારે સેવન કરવાથી પેટમાં બળતરા પણ થઈ શકે છે.

તલથી એલર્જી હોય તો લાડુનું સેવન ન કરવું
ઉલ્લેખનિય છે કે, દરેક વ્યક્તિના શરીરને તલ સદતા નથી. કેટલાક લોકોને તલથી એલર્જી પણ થાય છે, એવામાં તેમણે તલનું સેવન ન કરવું જોઈએ. તલને અલગ-અલગ રીતે બનાવીને ખાઈ શકાય છે. તલના લાડુથી લઈને તલ-ગોળની ચિક્કી, રેવડી વગેરેનું વધારે સેવન નુકસાનકારક નીવડી શકે છે.

પીરિયડ્સમાં તલના લાડુનું વધારે સેવન ન કરવું
આયુર્વેદ અનુસાર, ઘણા લોકોમાં તલના લાડુના સેવનથી પિત્ત અસંતુલિત થઈ જાય છે. માસિક ધર્મ દરમિયાન તેના કારણે વધારે રક્તસ્ત્રાવ થઈ શાકે છે. મોટાભાગે તલના દાણા, તેનું તેલ કે તેમાંથી બનતાં વ્યંજનોનું વધારે સેવન કરવાથી પિત્ત અને કફ અસંતુલિત થઈ શકે છે. એવામાં તમને પીરિયડ્સમાં હૉટ ફ્લેશિઝ જેવી સમસ્યા પણ થઈ શકે છે.

એક દિવસમાં કેટલા તલનું સેવન કરવું જોઈએ?
જો આપણે એક દિવસની વાત કરીએ તો, એક દિવસમાં 5 ગ્રામ તલનું સેવન સુરક્ષિત ગણાય છે. જોકે, જે લોકો રોજ તલનું સેવન કરતા હોય, તેમના માટે થોડી માત્રા પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલે જ તમારા ડાયટીશિયન અને ન્યૂટ્રિશનિસ્ટની સલાહના આધારે જ તલના લાડુનું સેવન કરવું જોઈએ.

તલના લાડુ ખૂબજ પૌષ્ટિક હોય છે, પરંતુ રોજ તેનું સેવન કરવાથી કે વધારે પડતી માત્રામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. આ અંગે તમારા ડાયટીશિયન કે ડૉક્ટરની સલાહના આધારે જ તલના લાડુનું સેવન કરવું જોઈએ.

અમને આશા છે કે, આ લેખ તમને ગમ્યો હશે. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે અને આ લેખને ફેસબુકમાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારાં મંતવ્યો અમને જણાવજો કમેન્ટ કરી.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.