જો તમે એવી કોઈ રેસિપી શોધતા હોવ, જે સરળતાથી બની જાય, તેમાં ઈંડાંનો ઉપયોગ થયો ન હોય અને બાળકોને ખૂબજ ભાવે, તો આજનો આ લેખ ખાસ તમારા માટે જ છે.
બાળકોને સાચવવાં અને સંભાળવાં જરા પણ સહેલી બાબત નથી. તેઓ વારંવાર અવનવી વસ્તુઓ ખાવા માટે માંગતાં હોય છે. ક્યારેક કહે છે, હું આ નહીં કહીશ, આ મને નહીં ભાવે, બસ મને ભાવે એવું કઈંક બનાવી આપો. હંમેશાં તેઓ અવનવી માગણીઓ કરતાં જ રહે છે. જો તેમની માંગણી પૂરી કરવામાં ન આવે તો તેઓ રડવા લાગે છે. એટલે અંતે તેમનાં નખરાં આગળ આપણે નમવું જ પડે છે.
જોકે બાળકોને ચૉકલેટ કે ગળી વસ્તુઓ વધારે ભાવતી હોય છે અને બહારનું ખાવાના કારણે તેમના દાંત જલદી ખરાબ થવાનો ડર રહે છે. જો તમારું બાળક પણ ખાવામાં નખરાં કરતું હોય તો, આ લેખમાં જણાવેલ ઈંડાં વગરનાં ડેઝર્ટ બનાવો, તમારું બાળક કોઈપણ જાતનાં નખરાં વગર ખાશે અને વારંવાર તેની માંગણી પણ કરશે.

ચાલો જાણીએ બાળકો માટે એગલેસ ડેઝર્ટની રેસિપીઝ.
ઑરેન્જ ચોકલેટ કેકની રેસિપી
સામગ્રી
1/2 કપ- ઑરેન્જ જ્યૂસ
1 કપ ચૉકલેટ
4 ચમચી - બેકિંગ પાવડર
2- સંતરાની છાલ
1 ચમચી - બેકિંગ સોડા
1/2 ચમચી - ઑરેન્જ એસેન્સ
3 ટીંપાં - ઑરેન્જ ફૂડ કલર
1 કપ - માખણ
2-1/2 કપ - મેંદો
1 કપ - કંડેસ્ડ મિલ્ક
બનાવવાની રીત
- કેક બનાવવા માટે સૌથી પહેલાં એક ઊંડા વાસણમાં માખણ લો અને તેમાં કંડેસ્ડ મિલ્ક નાખીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ત્યાં સુધી હલાવતા રહો, જ્યાં સુધી કેકવાળી કંસિસ્ટેન્સી ન મળે.
- સાથે-સાથે તમારા ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરો. હવે આ મિશ્રણમાં ઑરેન્જ એસેન્સ નાખો અને તેની સાથે-સાથે તેમાં ગ્રેટ કરેલ ઑરેન્જ પીલ પણ નાખો.
- એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, સંતરાના માત્ર ઉપરના ભાગને જ ગ્રેટ કરવાનો છે, સફેદ ભાગને નહીં.
- તેને સરખી રીતે મિક્સ કર્યા બાદ તેમાં ફૂડ કલર મિક્સ કરો અને ત્યારબાદ તેમાં મેંદો નાખો. તેને ત્યાં સુધી ફેંટતા રહો, જ્યાં સુધી આ પેસ્ટ એકદમ સ્મૂધ ન થઈ જાય. ત્યારબાદ અંતે તેમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને ઓરેન્જ જ્યૂસ મિક્સ કરી લો.
- હવે બેકિંગ ટિનમાં ગ્રીસિંગ કરી લો અને બરાબર બની ગયેલ બેટર તેમાં નાખો.
- આ બેટરને 20 મિનિટ સુધી બેક થવા દો, પરંતુ જો તમને એવું લાગતું હોય કે, થોડી વધારે વાર સુધી રાખવું જોઈએ, જેથી તે ફ્લફી થઈ જાય, તો રાખવું જોઈએ.
- હવે આ કેકને બહાર કાઢો અને ઠંડી થઈ જાય ત્યારબાદ ઉપર ચોકલેટ નાખો. ત્યારબાદ સ્લાઈસ કરી સર્વ કરો.

દ્રાક્ષ કેન્ડીની રેસિપી
સામગ્રી
દ્રાક્ષ - 1 કપ
સ્ટિક - 10-12 વૈકલ્પિક
દળેલી ખાંડ - 2 કપ
ઈલાયચી પાવડર - 1/2 ચમચી
બેકિંગ સોડા - 1/2 ચમચી
બટર - 2 ચમચી
ફૂડ કલર - એક ચપટી
બનાવવાની રીત
- દ્રાક્ષ કેન્ડી બનાવવા માટે સૌથી પહેલાં દ્રાક્ષને ગુચ્છામાંથી અલગ કરી સાફ કરી લો. ત્યારબાદ એક બાઉલમાં રાખીને તેને ધોઈ લો.
- હવે એક પેનમાં ખાંડ, બેકિંગ સોડા, ઈલાયચી પાવડર સાથે થોડું પાણી અને ફૂડ કલર નાખીને કેરેમલ તૈયાર કરી લો.
- ત્યારબાદ તેને 5-6 મિનિટ માટે ચઢવા દો. આ દરમિયાન વચ્ચે-વચ્ચે એક-બે વાર તપાસો અને હલાવો.
- હવે તેમાં બટર નાખો અને ગાઢ થાય ત્યાં સુધી સરખી રીતે ઉકળવા દો. જ્યારે તેમાં ઊભરો આવે એટલે ગેઅ બંધ કરી દો.
- હવે આ કેરેમલમાં દ્રાક્ષ નાખો અને 5 મિનિટ પલાળ્યા બાદ એક પ્લેટમાં કાઢી લો.
- જોકે તેમાં ઈંડાં નાખવાથી આ કેન્ડી બહુ સ્વાદિષ્ટ બને છે, પરંતુ તેનો ઉપયોગ તમારે ન કરવો જોઈએ.
- બસ તૈયાર છે તમારી દ્રાક્ષ કેન્ડી બાળકો માટે. તેને સર્વ કરતાં પહેલાં ઉપર બૂરું ખાંડ ભભરાવો.
આ સિવાય તમે કપ કેક પણ બનાવી શકો છો. જો તમને કોઈ ડેઝર્ટની રેસિપી ખબર હોય તો નીચે કમેન્ટ કરી ચોક્કસથી જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને ચોક્કસથી લાઈક અને શેર કરજો અને આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
Image Credit- (@Freepik)
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.