Rheumatologists Convene In Ahmedabad: આર્થરાઇટિસ એટલે કે સંધિવા-સાંધાનો દુઃખાવા સાથે સંકળાયેલ બીમારી એક જિદ્દી અને ખૂબ જ પીડાદાયક બીમારી છે. દેશમાં આશરે 19.5 કરોડથી વધારે ભારતીય લોકો આર્થરાઇટિસથી પીડાય છે. દેશમાં આર્થરાઇટિસના કેસો પૈકી આશરે 65 ટકા મહિલા છે, દેશમાં 5 પૈકી એક મહિલા હાંડકા અને સાંધાનો દુખાવો સંધિવા પ્રકૃતિ ધરાવે છે.
રુમેટોલોજી એસોસિએશન ગુજરાત (RAG) દ્વારા 15 અને 16 નવેમ્બરના રોજ અમદાવાદમાં ભારતના અગ્રણી રુમેટોલોજિસ્ટ્સનું સમ્મેલન યોજવામાં આવ્યું છે. આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગ અંગે એકેડેમીક કોન્કલેવ (શૈક્ષણિક સમ્મેલન)નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ઇવેન્ટમાં આ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો, ચિકિત્સકો, સંશોધકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ શિક્ષણ, સહયોગ અને વૈજ્ઞાનિક ભાગ લઈ રહ્યા છે અને આ અંગેની માહિતીનુ આદાન-પ્રદાન કી વિસ્તૃત ચર્ચા વિચારણા કરી રહ્યા છે.
આયુષ ડિસ્ટિંગ્વિશ્ડ સાયન્ટિસ્ટ ચેર અને ડિરેક્ટર-સેન્ટર ફોર રુમેટિક ડિસીઝ, પુણેના ડૉ. અરવિંદ ચોપરા તથા ઇન્ડિયન જર્નલ ઓફ રુમેટોલોજીના મુખ્ય સંપાદક અને SGPGI, લખનઉમાં ક્લિનિકલ ઇમ્યુનોલોજી અને રુમેટોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. દુર્ગા પ્રસન્ના મિશ્રા આ સમ્મેલનમાં ભાગ લઈ રહ્યા છે.
આ કાર્યક્રમ અંગે રુમેટોલોજી એસોસિએશન ગુજરાતના પ્રમુખ ડૉ. રીના શર્માએ જણાવ્યું હતું કે રૂમેટિક અને મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર(વિકાર) ભારતમાં સૌથી પ્રચલિત અને બોજારૂપ સ્થિતિ પૈકીની એક છે. જોકે તેની અવગણના કરવામાં આવે છે અને તેની પ્રમાણમાં ઓછી જાણ કરવામાં આવે છે. ડૉ. ચોપરા, જેઓ 1996 થી COPCORD સર્વે કરી રહ્યા છે અને વૈશ્વિક COPCORD અભ્યાસોમાં ભારતના મુખ્ય સંયોજક છે, તેમણે જણાવ્યું હતું કે મહિલાઓમાં સંધિવાના રોગોનું પ્રમાણ વધુ જોવાં મળે છે.
તાજેતરના એક સંશોધનમાં મહિતી મળી હતી કે 55000થી વધારે લોકોને આવરી લેતા 21 સર્વે પૂરા ક્યાં છે, જેમાં 60 ટકા ગ્રામીણ વિસ્તારમાં કરવામાં આવ્યાં છે. રુમેટોઇડ આર્થરાઇટિસ (RA)નો વ્યાપ 0.5 થી 0.8% હોવાનો અંદાજ છે. આ પહેલાં કરવામાં આવેલાં એક સર્વેમાં RAના 42 લાખ કેસ મળી આવ્યા હતા, જેમાં 35.1 લાખ મહિલા અને 11.7 લાખ યુવાન, પ્રજનન વયની મહિલાઓ સામેલ છે, જે આ વિકારોનો વ્યાપક સામાજિક અને આર્થિક પ્રભાવ દર્શાવે છે.
આ ઉપરાંત, 5.4 કરોડ ભારતીયો ઑસ્ટિયોઆર્થ્રાઇટિસથી પીડાય છે. જે સામાન્ય રીતે ઘૂંટણ અને કરોડરજ્જુને અસર કરે છે. ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ અને કમરના નીચેના ભાગમાં દુખાવો અપંગતાના સૌથી સામાન્ય કારણો છે. 1.72 કરોડથી વધુ લોકો વ્યાવસાયિક તાણ, તણાવ અથવા ખરાબ જીવનશૈલીની આદતોને કારણે ફેલાયેલા અથવા સ્થાનિક મસ્ક્યુલોસ્કેલેટલ પીડાનો અનુભવ કરે છે.
