શિયાળામાં ઘણા લોકોને હાથ-પગ સુન્ન થઈ જવાની સમસ્યા સતાવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ તેના પાછળનાં કારણો અને બચાવના ઉપાયો.
ઠંડીની શરૂઆત થતાં જ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આવી જ એક સમસ્યા છે હાથ-પગ સુન્ન થઈ જવા. પરંતુ હાથ-પગ વધારે સમય સુધી સુન્ન રહેવાથી પ્રભાવિત જગ્યા પર ઝણઝણાટી, દુખાવો, સોજો અને નબળાઈ અનુભવાય છે. સામાન્ય રીતે શિયાળામાં રક્ત વાહિનીઓ સંકુચિત થવાથી આ સમસ્યા શરૂ થાય છે. શિયાળામાં બ્લડ સર્કુલેશન ધીમું થઈ જાય છે. તેનાથી શારીરનાં કેટલાંક અંગે સુધી પૂરતો ઑક્સિજન પહોંચતો નથી. રક્ત સંચાર પ્રભાવિત થવાથી અંગો સુન્ન થવા લાગે છે. જો લાંબા સમય સુધી અંગો સુન્ન રહેવાની સમસ્યા રહેતી હોય તો, આ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં તેનો ઉપચાર કરવો ખૂબજ જરૂરી છે. આ શિયાળુ સમસ્યાને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી શકાય છે.
શિયાળામાં હાથ-પગ સુન્ન પડવાનાં કારણો
શિયાળામાં બ્લડ સર્કુલેશન ધીમું પડવાથી હાથ-પગ સુન્ન પડવા લાગે છે, પરંતુ આ સિવાયનાં કેટલાંક કારણોથી પણ હાથ-પગ સુન્ન થઈ શકે છે.
- હાથ-પગની નસ દબાવી
- શરીરમાં વિટામિન્સ અને મેગ્નેશિયમની ઉણપ થવી
- વધારે ચુસ્ત કપડાં ન પહેરવાં
- કાર્પેલ ટનેલ સિંડ્રોમ
- એક જ સ્થિતિમાં વધારે લાંબા સમય સુધી બેસવું
- હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસના કારણે
- વાગવાના કારણે
શિયાળામાં હાથ-પગ સુન્ન થતા હોય તો અજમાવો આ ઘરેલુ ઉપાયો
હાથ-પગની માલિશ કરો
જો શિયાળામાં તમારા હાથ-પગ સુન્ન થઈ જતા હોય તો પ્રભાવિત જગ્યાની માલિશ કરવી જોઈએ. માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન વધે છે. શિયાળામાં માલિશ કરવા માટે સરસોનું તેલ, જૈતૂનનું તેલ અને નારિયેળના તેલનો ઉપયોગ કરી શકાય છે.
કસરત કરો
શિયાળામાં રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત ચોક્કસથી કરવી જોઈએ, તેનાથી શરીરનું ઑક્સિજન લેવલ વધશે અને બ્લડ સર્કુલેશન સારું રહેશે. યોગ અને એરોબિક્સ કરવાથી પણ હાથ-પગની સુન્નતા દૂર કરી શકાય છે.
ગરમ પાણીથી શેક કરો
શિયાળામાં હાથ-પગ રાખવા અને સુન્ન થતા અટકાવવા માટે ગરમ પાણીનો શેક કરવો જોઈએ. ગરમ પાણીથી શેક કરવાથી બ્લડ સર્કુલેશન વધે છે અને સ્નાયુઓ રિલેક્સ થાય છે. આ માટે એક બોટલમાં ગરમ પાણી ભરો અને તેનાથી પ્રભાવિત જગ્યા પર શેક કરો. તમે ઈચ્છો તો ગરમ પાણીમાં મીઠું નાખી તેમાં હાથ-પગ થોડીવાર માટે બોળી રાખો.
ડાયટમાં બદલાવ કરો
શિયાળામાં હાથ-પગ સુન્ન થવાની સમસ્યાને દૂર કરવા માટે ડાયટમાં કેટલાક બદલાવ કરવા જોઈએ. આ માટે ડાયટમાં વિટામિન બી, બી6 અને બી12 નો સમાવેશ કરો. આ ઉપરાંત તમારા ડાયટમાં દૂધ, પનીર, દહીં, મેવા, ઓટમીલ, કેળાં, બીન્સ વગેરેનો સમાવેશ કરવો જોઈએ.
હળદરવાળું દૂધ
હાથપગમાં ઝણઝણાટ અને સુન્ન થવાની સમસ્યા દૂર કરવા માટે હળદરનું સેવન ચોક્કસથી કરવું જોઈએ. હળદરમાં રહેલ એન્ટીઑક્સિડેન્ટ્સ બ્લડ સર્કુલેશન વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત હળદરમાં રહેલ તત્વો સોજો અને દુખાવો ઘટાડવામાં પણ મદદ કરે છે. શિયાળામાં રોજ સૂતાં પહેલાં એક ગ્લાસ હળદરવાળુ ગરમ દૂધ પીવું જોઈએ.
શિયાળામાં હાથ-પગ સુન્ન થવાની સમસ્યા બહુ સતાવતી હોય તો તેને અવગણવી ન જોઈએ. જો શિયાળામાં આ સમસ્યા ક્યારેક-ક્યારેક થતી હોય તો ઘરેલુ ઉપાયો અજમાવી શકાય છે, પરંતુ લાંબા સમય સુધી આ સમસ્યા રહે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.
