Causes Of Stomach Infection: પેટમાં વારંવાર ઈન્ફેક્શન થવું સામાન્ય સમસ્યા છે, જે કોઈપણ વયજૂથની વ્યક્તિને થઈ શકે છે. શરીરની ઈમ્યુન સિસ્ટમ, ડાઈઝેશન અને શરીરની અન્ય પ્રક્રિયાઓના અસંતુલનનો સંકેત પણ હોઈ શકે છે. હંમશા લોકો તેને સામાન્ય ઈન્ફેક્શન કે કઈક ખાવામાં આઈ જવાના કારણે થયું હોવાનું માની લેતા હોય છે. જો કે સતત થતું પેટનું ઈન્ફેક્શન ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, વારંવાર ઈન્ફેક્શન થવા પાછળ બેક્ટેરિયા, વાયરલ, ખરાબ ડાયટ, નબળી રોગપ્રતિકારક શક્તિ તેમજ હાઈજીન સાથે સંકળાયેલી સમસ્યા હોઈ શકે છે. સમયસર તપાસ અને યોગ્ય ડાયગ્નોસિસની સાથે બીમારીને કંટ્રોલ કરવામાં મમદદ મળી શકે છે. તો ચાલો વારંવાર પેટમાં ઈન્ફેક્શન થવા માટે જવાબદાર કારણો ક્યા ક્યા છે, તેના વિશે જાણીએ…
- બેક્ટેરિયા ઈન્ફેક્શન: બેક્ટેરિયા જેમ કે ઈ-કોલાઈ અને સાલ્મોનલા પેટમાં ઈન્ફેક્શનનું મુખ્ય કારણ હોય છે. ગંદુ પાણી, સંક્રમિત ખોરાક અથવા કાચા શાકભાજી ખાવાના કારણે તે થવાના ચાન્સ વધી જાય છે.
- વાયરલ ઈન્ફેક્શન: નૉરવાયરસ અને રોટાવાયરસ જેવા વાયરસ પેટમાં સોજા, ડાયેરિયા અને ઉલટીનું કારણ બની શકે છે. આ વાયરલ હંમેશા ભીડભાડવાળી જગ્યાએ અથવા સંક્રમિત વ્યક્તિના સંપર્કમા આવવાના કારણે ફેલાતું હોય છે.
- ફૂડ ઈંટોલરેન્સ અને એલર્જી: દૂધ, ગ્લુટોન કે સુગર જેવી વસ્તુઓથી શરીર પર પ્રતિક્રિયા કરે છે. જેના પરિણામે પેટમા વારંવાર દુખાવો, ગેસ અને ઈન્ફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે. આ માટે ડોક્ટર પર સલાહ આપે છે કે, એલર્જી ટેસ્ટ અને ડાયટ મોનિટરિંગ આવશ્યક છે.
- નબળી રોગપ્રતિકારક શક્તિ: નબળી ઈમ્યુનિટી હોવાથી શરીર સામાન્ય બેક્ટેરિયા અને વાયરસથી વારંવાર સંક્રમિત થઈ શકે છે. ઊંઘની ઉણપ, સ્ટ્રેસના લક્ષણો તેમજ ખાણીપીણીની ખોટી આદતો તેનું મુખ્ય કારણ છે.
- ખરાબ હાઈજીન અને લાઈફસ્ટાઈલ: સાફસફાઈની કમી અને ખરાબ જીવનશૈલી પણ પેટના ઈન્ફેક્શનનું કારણ બની શકે છે. નિયમિત હાથ ધોવા, સ્વચ્છ પાણી પીવું અને ખોરાકને વ્યવસ્થિત રાંધીને ખાવો જરૂરી છે.
- ક્રોનિક ડિસીઝ કે અન્ય કારણો: કેટલાક કેસમાં ક્રોનિક ગેસ્ટ્રિક રોગ, અલ્સર કે ઈન્ફ્લેમેન્ટરી બાઉલ ડિસીઝ વારંવાર પેટની સમસ્યા વધારી શકે છે. આથી ડોક્ટરની સલાહપ્રમાણે ટેસ્ટ અને યોગ્ય સારવાર આવશ્યક છે.
