Amla Juice Benefits: આમળાને પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે. જેમાં વિટામિન C ભરપુર માત્રામાં મળી આવે છે, આ સાથે જ એન્ટી ઑક્સિડેન્ટ્સ, ફાઈબર સહિત અન્ય જરૂરી પોષક તત્વો પણ મળી આવે છે. જે આપણા શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આમળાનું જ્યૂસ પીવાથી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેક ચમત્કારિક ફાયદા થઈ શકે છે.
દરરોજ આમળાનું જ્યૂસ પીવાથી તમારી ઈમ્યુનિટી મજબૂત બનશે. પાચન તંત્ર પણ મજબૂત બનશે. આ સાથે જ સ્કિન અને વાળને પણ સારો એવો ફાયદો મળશે. તો ચાલો 30 દિવસ સુધી દરરોજ આમળાનું જ્યૂસ પીવાથી સ્વાસ્થ્યમાં કેવા ફેરફાર થાય છે, તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ…
વજન ઘટાડે: જે લોકો પોતાનું વજન ઉતારવા માંગતા હોય, તેમના માટે આમળાનું જ્યુસ વરદાનથી કમ નથી. આમળામાં એન્ટી ઑક્સિડેન્ટ્સ ગુણ મળી આવે છે, જે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. આ જ્યૂસ પીવાથી મેટાબૉલિઝમ પણ બૂસ્ટ થાય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
કૉલેસ્ટ્રોલ કંટ્રોલ કરે: શરીરમાં વધતા કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ સબંધિત બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. આમળાના જ્યૂસમાં ફેટી એસિડ, વિટામિન સહિત અન્ય એવા અનેક પોષક તત્વો હોય છે, જે કૉલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.
શરીરને એનર્જી પુરી પાડે: આમળાનું જ્યુસ એનર્જી ડ્રિન્ક તરીકે પણ કામ કરે છે. જો તમે દરરોજ આમળાનું જ્યુસ પીવો છો, તો તેનાથી આખો દિવસ તમે એનર્જીથી ભરપુર અને એકદમ ફ્રેશ રહો છો. જે તમારા શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે.
ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે: વિટામિન-Cથી ભરપુર આમળાનો જ્યુસ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેનાથી તમે બેક્ટેરિયા અને વાયરલ ઈન્ફેક્શનથી બચી શકો છે. આ ઉપરાંત વિટામિન C અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.
આંખોની રોશની વધારે: આમળા આંખો માટે પણ આશીર્વાદરૂપ છે. આમળામાં કેરોટીન નામનું તત્વ મળી આવે છે, જે આંખો માટે સારૂં માનવામાં આવે છે. આથી દરરોજ ભૂખ્યા પેટે આમળાનું જ્યૂસ પીવાથી તમે મોતિયો, આંખોમાં બળતરા અને આંખોમાં પાણી પડવા જેવી સમસ્યાથી બચી શકો છો.
હાડકા માટે ફાયદેમંદ: શરીરમાં કેલ્શિયલની ઉણપના કારણે હાડકા સાથે સંકળાયેલી સમસ્યા વકરતી હોય છે. આ વિટામિનની ઉણપ દૂર કરવા માટે તમારે તમારી ડાયટમાં આમળાના જ્યુસને સામેલ કરવું જોઈએ.
