પાણી સાથે શાકભાજીને વધારે સમય સુધી ઉકાળવાથી તેનાં પોષક તત્વો ખતમ થઈ શકે છે.
શિયાળામાં બીમારીઓથી બચવા અને શરીરને અંદરથી ગરમ રાખવા માટે ગરમ કપડાંની સાથે-સાથે પૌષ્ટિક ભોજન લેવાની પણ જરૂર હોય છે. આ જ કારણે શિયાળામાં લોકો ઘણા પ્રકારના મસાલા અને લીલાં શાકભાજીનું સેવન કરવાની સલાહ આપે છે. કેટલાક લોકો તો શિયાળામાં નિયમિત લીલાં શાકભાજીના સેવન કરતા હોય છે. સૂપમાં ઘણા પ્રકારનાં શાકભાજી, મસાલા અને હર્બ્સ મિક્સ કરવામાં આવે છે. આ જ કારણે સૂપ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક ગણાય જ છે, સાથે-સાથે શરીરને અંદરથી ગરમ રાખવામાં પણ મદદ કરે છે. વાત જ્યારે સૂપની આવે ત્યારે લોકો શાકભાજી અને મસાલાઓને પાણી સાથે લાંબા સમય સુધી ઉકાળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, શાકભાજી અને મસાલાઓને લાંબા સમય સુધી પાણીમાં ઉકાળવાથી તેનાં પોષકતત્વો ખતમ થઈ શકે છે. થોડા દિવસ પહેલાં ન્યૂટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલે પોતાની ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં શાકભાજીનો સૂપ બનાવવા માટેની સાચી રીત જણાવી હતી, જેનાથી તેમાં પોષકતત્વો જળવાઈ રહે છે..
ન્યૂટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ જણાવે છે કે, સૂપ એક સંપૂર્ણ ભોજન છે. સૂપને લાંબા સમય સુધી ભરેલું રાખવાનો અનુભવ કરાવે છે અને શરીરને પોષકતત્વો પણ આપે છે. જોકે સૂપ બનાવતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, શાકભાજીમાંથી બધાં પોષકતત્વો નષ્ટ ન થઈ જાય.
આ રીતે જાળવી રાખો પોષકતત્વો
એક્સપર્ટનું કહેવું છે કે, સૂપનાં શાકભાજી ઉકાળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તેના પાણીનો ઉપયોગ આગળના સ્ટોકમાં કરવો જોઈએ. નમામી અગ્રવાલનું કહેવું છે, 'શાકભાજીનો સૂપ બનાવતી વખતે કેટલાક લોકો તેને ગાળી લે છે અને શાકભાજીને ગ્લેન્ડ કર્યા બાદ સૂપ બનાવે છે. એવામાં શાકભાજીમાંથી પોષકતત્વો સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે, જો શાકભાજીને બાફ્યા બાદ પાણીને ગાળ્યા વગર જ સૂપ બનાવવામાં આવે તો, તેનાં પોષકતત્વો જળવાઈ રહે છે.'
શિયાળામાં સૂપ પીવાના 5 અદભુત ફાયદા
- શિયાળામાં સૂપ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ મળે છે. જેનાથી તમને બેક્ટેરિયા અને વાયરસ સામે સુરક્ષા મળે છે.
- સૂપ ઘણાં પોષકતત્વોનો ખજાનો ગણાય છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, તેમાં કેલરી અને ફેટની માત્રા બહુ ઓછી હોય છે, એટલે વજન ઘટાડવામાં મદદ મળે છે.
- કોઈપણ અન્ય પારંપરિક શાકની સરખામણીમાં સૂપમાં બહુ ઓછા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તે પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે.
- શિયાળામાં અનુભવાતો થાક, માથાનો દુખાવો અને નબળાઈ દૂર કરવામાં સૂપ રાહત આપે છે.
- શિયાળાના ઠંડા પવનો વચ્ચે સૂપ શરીરને અંદરથી ગરમાવો આપવામાં મદદ કરે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે ફોલો કરતા રહો ગુજરાતી જાગરણને, સાથે-સાથે તમારાં મંતવ્યો અમને જણાવો કમેન્ટ કરી.
Pic Credits: Freepik.com
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.