Peanut Butter for Weight Gain: મગફળીમાં પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે લોકોનું વજન ઓછું હોય છે તેમને પીનટ બટર ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, પીનટ બટરમાં કેલરી, પ્રોટીન અને ચરબી ખૂબ જ વધારે હોય છે. આ તમામ પોષક તત્વો વજન વધારવામાં મદદ કરે છે. 1 ચમચી પીનટ બટરમાં લગભગ 500 કેલરી હોય છે.
વજન વધારવા માટે કેવી રીતે કરવું પીનટ બટરનું સેવન?
પીનટ બટર અને ફ્રૂટ્સ
વજન વધારવા માટે પીનટ બટરને ફ્રૂટ્સમાં મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. સિઝનલ ફળો ઉપર પીનટ બટર લગાવીને ખાઓ. તેનાથી પૂરતી માત્રામાં કેલરી અને પ્રોટીન મળશે.
દૂધ અને પીનટ બટર
દૂધમાં પીનટ બટર મિક્સ કરીને પણ લઈ શકાય છે. મિલ્કશેક માટે ફુલ ફેટ મિલ્ક લો. તે વધુ કેલરી આપશે અને વજન વધારવામાં મદદ કરશે શકે છે. તેમાં ડાર્ક ચોકલેટ પણ મિક્સ કરી શકો છો.

સેન્ડવિચ અને પીનટ બટર
સેન્ડવિચ પર પીનટ બટર લગાવીને ખાઈ શકાય છે. રોજ સવારે નાસ્તામાં બ્રાઉન બ્રેડમાંથી બનેલી સેન્ડવીચ પર પીનટ બટર લગાવીને ખાઓ. પીનટ બટરને ઓટ્સ અથવા ઓટમીલ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. નાસ્તામાં પ્રોટીન શેક પીતા હોવ તો તેમાં પીનટ બટર મિક્સ કરીને પીવાથી વધુ ફાયદો થઈ શકે છે.
મધ અને પીનટ બટર
મધ અને પીનટ બટર સાથે પરાઠા અને રોટલી ખાવાથી ઘણો ફાયદો થાય છે. મધ સાથે પીનટ બટરનું રોજ સેવન કરી શકો છો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો