OPEN IN APP

પુરૂષો માટે ખૂબજ ફાયદાકારક છે કેળાં, જાણો તેના સેવનની સાચી રીત

By: Jagran Gujarati   |   Updated: Tue 31 Jan 2023 08:50 PM (IST)
bananas-are-very-beneficial-for-men-know-the-right-way-to-consume-them-85585

કેળામાં અનેક પોષકતત્વો હોય છે, જે આપણને સ્વસ્થ રાખવાની સાથે-સાથે અનેક રોગોથી પણ બચાવે છે. પુરૂષોમાં કેળાં ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.

મહિલા હોય કે પુરૂષ, દરેક માટે કેળાં ખાવાં ખૂબજ ફાયદાકારક રહે છે. આ ફળ બાળકોનાં હાડકાં પણ મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેના સેવનથી ઝડપથી વજન વધે છે. એટલે જ દુબળા-પાતળા લોકો દૂધ સાથે કેળાનું સેવન કરે છે. શરીરની નબળાઈ દૂર કરવા માટે શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેળાંમાં ભરપૂર પોષકતત્વો છે. એવામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી 6, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, ફાઈબર, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવાં પોષકતત્વો પણ હોય છે. પુરૂષોને કેળાંના સેવનથી બીજા પણ ઘણા ફાયદા મળે છે.

પુરૂષોમાં કેળાના ફાયદા
પુરૂષોમાં કેળાં ખાવાં ખૂબજ ફાયદાકારક હોય છે. ડૉક્ટર્સ પણ નિયમિત કેળાં ખાવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તવમાં તેમાં ઘણાં પોષકતત્વો હોય છે. જે સ્વાસ્થ્યને સુધારવાની સાથે-સાથે સંક્રમણ અને અન્ય બીમારીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.

કેળાના સેવનથી મજબૂત થાય છે હાડકાં
કેળામાં કેલ્શિયમની માત્રા બહુ સારી હોય છે, જેના કારણે હાડકાં મજબૂત થાય છે અને સમય કરતાં પહેલાં હાડકાંના રોગોથી બચાવવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી હાડકાં સાથે સંકળાયેલ રોગો થવાની શક્યતા ઓછી થઈ જાય છે. સાથે-સાથે તેનાથી હાડકાંમાં દુખાવાની સમસ્યા પણ નથી થતી.

પુરૂષોની કામેચ્છા વધારવામાં મદદરૂપ છે કેળાં
કેળાં પુરૂષોની ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં બ્રોમેલૈન નામનું એંઝાઈમ હોય છે, જે બ્લડ સર્કુલેશન વધારવામાં મદદ કરે છે અને કામેચ્છામાં સુધારો કરે છે. આ ફળ સેરોટોનિનનો સ્ત્રાવ કરવામાં મદદ કરે છે, સેરોટોનિન વ્યક્તિના મૂડમાં સુધારો કરે છે. જેના કારણે એકાગ્રતામાં મદદ મળે છે.

હ્રદયના સ્વાસ્થ્યને સારું કરવામાં મદદ કરે છે
કેળામાં ઘણાં એવાં પોષકતત્વો હોય છે, જે હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. આ ફળમાં રહેલ પોટેશિયમ હ્રદય અને ન્યૂરોલોજિકલ કાર્યમાં સુધારો કરે છે. કેળાં તમારા હ્રદયની સાથે-સાથે પાચન ક્રિયાને પણ સારી કરે છે. કેળામાં રહેલ પોટેશિયમ જિમ ગયાના તરત બાદ તમારા હ્રદયની ગતિને સામાન્ય બનાવે છે. તેની સાથે-સાથે કેળાંનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને પણ સામાન્ય બનાવી શકાય છે.

પુરૂષોના ટેસ્ટોસ્ટેરોનને વધારવામાં મદદ કરે છે કેળાં
કેળાંના નિયમિત સેવનથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોનનુ સ્તર યોગ્ય રીતે જળવાઈ રહે છે. કેળાંમાં રહેલ પોટેશિયમથી ટેસ્ટોસ્ટેરોન વધારવામાં મદદ મળે છે. તેનો સાથે-સાથે કેળાં ટ્રિપ્ટોફેન સેરોટોનિન રિલીઝ કરવામાં મદદ મળે છે. તેનાથી પુરૂષોના મૂડમાં સુધારો થાય છે, સાથે-સાથે યૌન સમસ્યાઓ પણ ઓછી થાય છે.

રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં મદદ કરે છે કેળાં
કેળામાં રહેલ વિટામિન બી 6 વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. આ સિવાય કાર્બોહાઈડ્રેટ ગ્લૂકોણનું સ્તર સારી રીતે જળવાઈ રહે છે અને ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. તેની સાથે-સાથે કેળાનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરમાં રોગો સામે લડવા માટેના એન્ટીબૉડીઝ બને છે. જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

કેળાંનું સેવન કેવી રીતે કરવું?
કેળાંના વધારે ફાયદા મેળવવા માટે પુરૂષોએ રોજ સવારે દૂધ સાથે કેળાનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરને કેળાનાં બધાં જ પોષકતત્વો મળે છે. સાથે-સાથે સવારે તેનું સેવન કરવાથી પાચન માટે આખો દિવસ મળી રહે છે. તો જિમમાં કસરત કર્યા બાદ પણ કેળાનું સેવન કરી શકાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, એક દિવસમાં પોતાની દૈનિક જરૂરિયાત અનુસાર જ કેળાંનું સેવન કરવું જોઈએ. વધારે માત્રામાં કેળાં ખાવાથી તમને કેટલાંક નુકસાન પણ થઈ શકે છે.

જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને સોશિયલ મીડિયામાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે. તમારાં મંતવ્યો અમને જણાવજો કમેન્ટ કરી.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.