શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. ઠંડીની ઋતુમાં શરદી-કફ, તાવ અને સંક્રમણનો ખતરો બહુ વધી જાય છે. એવામાં સ્વસ્થ રહેવા માટે પોષણથી ભરપૂર ફળ અને શાકભાજીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. શિયાળામાં કીવીનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. આ ફળ સ્વાદમાં ખાટુ-મીઠું અને રસદાર હોય છે. ઉપરથી તેનો રંગ ભૂરો અને અંદરથી લીલો હોય છે. તેમાં નાનાં-નાનાં બીજ હોય છે. કીબી એક એગ્ઝૉટિક ફળ છે, એટલે આ ફળ અન્ય ફળોની તુલનામાં થોડું મોંઘુ હોય છે. કીવીમાં ઘણાં પોષકતત્વો હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન સી, વિટામિન ઈ, આયર્ન, પોટેશિયમ, કૉપર, ફોલેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. કીવીમાં એન્ટીઑક્સિડેન્ટની માત્રા પણ પૂરતા પ્રમાણમાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળામાં કીવી ખાવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. ચાલો જાણીએ શિયાળામાં કીવી ખાવાના ફાયદા -
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
શિયાળો શરૂ થતાં જ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. એવામાં શિયાળામાં કીવીના સેવનથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા મળે છે. કીવી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં રહેલ ભરપૂર માત્રામાં એન્ટીઑક્સિડેન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળામાં કીવી ખાવાથી તાવ, શરદી, કફ, ખાંસી અને સંક્રમણો સામે લડવાની શક્તિ મળે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
શિયાળામાં બીપીના દર્દીઓની સમસ્યા બહુ વધી જાય છે. કીવીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. તેમાં રહેલ પ્રોટીન, વિટામિન્સ અને એન્ટીઑક્સિડેન્ટ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શિયાળામાં નિયમિત કીવીનું સેવન કરવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને હ્રદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
અસ્થમાના ઈલાજ માટે મદદરૂપ
શિયાળામાં અસ્થમાના દર્દીઓની સમસ્યા વધી જાય છે. કીવીનું સેવન કરવાથી અસ્થમાનાં લક્ષણો ઓછાં કરવામાં મદદ મળે છે. કીવીમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઈ અને એન્ટીઑક્સિડેન્ટ જેવાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે અસ્થમાની સમસ્યામાં બહુ મદદરૂપ હોય છે. એક રિસર્ચ અનુસાર, નિયમિત કીવીનું સેવન કરતા લોકોનાં ફેફસાંની કાર્યક્ષમતા વધે છે.
સોજાને ઘટાડવામાં મદદ કરે છે
ઠંડીના કારણે સાંધામાં દુખાવો અને અર્થરાઈટિસની સમસ્યા બહુ વધી જાય છે. કીવીનું સેવન કરવાથી શરીરમાં સોજો ઘટાડવામાં મદદ મળે છે. કીવીમાં એન્ટી-ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે દુખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. શિયાળામાં રોજ કીવીનું સેવન કરવાથી જૉઈન્ટ પેન અને અર્થરાઈટિસની સમસ્યામાં આરામ મળે છે.
કબજિયાત અને ગેસમાં રાહત આપે છે
મોટાભાગે શિયાળામાં પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં કીવીનું સેવન પેટ માટે ફાયદાકારક ગણાય છે. વાસ્તવમાં તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવે છે. નિયમિત કીવીનું સેવન કરવાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે. સાથે-સાથે કીવીના સેવનથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
શિયાળામાં કીવીનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. પરંતુ જો તમને કોઈ બીમારી કે એલર્જી હોય તો, ડૉક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરવું જોઈએ.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.
