Hanuman Jayanti Shayari in Gujarati: હનુમાન જન્મોત્સવ પર પ્રિયજનોને મોકલો શુભેચ્છા શાયરી અને શુભ સંદેશાઓ

હનુમાન જયંતિના પવિત્ર દિવસે ભક્તો હનુમાનજીની પૂજા-અર્ચના કરી, શુભકામનાઓ અને શુભ સંદેશાઓ એકબીજાને મોકલતા હોય છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 10 Apr 2025 01:26 PM (IST)Updated: Thu, 10 Apr 2025 01:26 PM (IST)
hanuman-jayanti-shayari-messages-status-in-gujarati

Happy Hanuman Jayanti Shayari in Gujarati (હનુમાન જયંતિ શાયરી ગુજરાતી): હનુમાન જન્મોત્સવ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ વર્ષે, 12 એપ્રિલ 2025 ના રોજ હનુમાન જયંતિ ભક્તિભાવથી મનાવવામાં આવશે. આ પવિત્ર દિવસે ભક્તો હનુમાનજીની પૂજા-અર્ચના કરી, શુભકામનાઓ અને શુભ સંદેશાઓ એકબીજાને મોકલતા હોય છે. શાસ્ત્રોમાં હનુમાનજીને કળિયુગના દેવતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, હનુમાનજીની આરાધના કરવાથી જીવનના તમામ દુઃખો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે.

હનુમાન જયંતિ શાયરી | Hanuman Jayanti Shayari In Gujarati

પવનપુત્ર હનુમાનજીની અનંત કૃપાથી તમારું હૃદય આનંદ અને સ્ફૂર્તિથી ભરી જાય, તમામ મુશ્કેલીઓ દૂર થઈ શુભ સમય શરૂ થાય, હનુમાન જયંતિની શુભકામનાઓ.

જેમના મનમાં છે શ્રી રામ,
જગતમાં સૌથી છે એ બળવાન
એવા વ્હાલા મારા હનુમાન
જય શ્રી રામ જય હનુમાન
હનુમાન જન્મોત્સવની શુભેચ્છાઓ

જેમને શ્રી રામનું વરદાન છે
ગદા ધારી જેમની શાન છે
બજરંગ જેમની ઓળખ છે
સંકટ મોચન એ હનુમાન છે
Happy Hanuman Janmotsav 2025

ભીડ પડી તારા ભક્તો પર બજરંગબલી
સાંભળો અરજ હવે તો દાતા મારી
હે મહાવીર હવે તો દર્શન દઈ દો
પુરી કરી દો કામના મારી
હેપ્પી હનુમાન જયંતિ

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર
જય કપિશ તિહુ લોક ઉજાગર
રામ દૂત અતુલિત બલ ધમા
અંજનિ પુત્ર પવન સુત નામા
જય શ્રી રામ જય શ્રી હનુમાન
હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ!

શક્તિ, ભક્તિ અને સમર્પણના પ્રતિક હનુમાનજીના દિવ્ય આશીર્વાદથી તમારું જીવન પ્રગતિ અને શાંતિથી ભરાઈ જાય, હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ.

હનુમાન છે નામ વૈભવશાળી
હનુમાન કરે બેડા પાર
જે જપે છે નામ હનુમાન
હોય છે દરેક દિવસ તેના એક સમાન
Happy Hanuman Jayanti !

પહેરીને લાલ લંગોટ
હાથમાં છે ગદા
દુશ્મનનો કરે છે નાશ
ભક્તોને નથી કરતા નિરાશ!
હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ!

બસ નામ લેતા રહો શ્રી રામનું
સાથે મળતો રહેશે હનુમાનનો
હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

ફાડીને છાતી,
હૃદયમાં રામ બતાવ્યા,
આમ જ નહીં બજરંગી,
હનુમાન કહેવાયા.
Happy Hanuman Jayanti !

ભૂત પિશાચ નિકટ નહીં આવે
મહાવીર જબ નામ સુનાવે
નાસે રોગ હરે સબ પીરા
જપત નિરંતર હનુમત વીરા
હનુમાન જયંતિની શુભકામનાઓ!