Palak Bhajiya Recipe: પાલક ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ ઘણા લોકોને પાલકની ભાજી ભાવતી નથી. તો આજે પાલકના ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
પાલકના ભજીયાની સામગ્રી
- પાલક,
- કોથમરી,
- સમારેલા લીલા મરચા,
- અજમો,
- મીઠું,
- લીંબુનો રસ,
- ખાવાનો સોડા.
પાલકના ભજીયા બનાવવાની રીતે
- સૌ પ્રથમ એક બાઉલમાં પાલકને ધોઈ સાફ કરીને ઝીણી સમારી લો.
- સાથે લીલા મરચા, ધાણા પણ બારિક સમારી લો.
- બાઉલમાં ચણાનો લોટલો. તેમા સમારેલી બધી વસ્તુઓ, મીઠું, અજમા સાથે પાણી ઉમેરી બેટર બનાવો.
- લીંબુ અને ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરો.
- હવે તેલ ગરમ કરી પાલકના ભજીયાને તળી લો.
- તૈયાર છે પાલકના ભજીયા તમે ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
