એકદમ બજાર જેવા ગોળના શક્કરપારા બનાવવા ફોલો કરો આ સરળ રેસિપી- simple recipe to make jaggery sweet potatoes like a real bazaar
Connect with us

Food

એકદમ બજાર જેવા ગોળના શક્કરપારા બનાવવા ફોલો કરો આ સરળ રેસિપી

Published

on

નાસ્તામાં શક્કરપારા તો લગભગ આપણા સૌના ઘરમાં ખવાય છે. આ ઉપરાંત કઈંક ગળ્યું ખાવાની ઈચ્છા હોય તો, તમે ગોળના શક્કરપારાની રેસિપી ટ્રાય કરી શકો છો. ઉલ્લેખનિય છે કે, આ વાનગી સ્વાદિષ્ટ તો હોય જ છે, સાથે-સાથે સરળતાથી બની પણ જાય છે.

આમ તો ગોળનું સેવન શિયાળામાં વધારે કરવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં જમ્યા બાદ પણ ગોળનું સેવન કરવામાં આવે છે. સ્વાદની સાથે-સાથે તેનાથી સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. જી હા, ગોળના સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પાચન તંત્ર મજબૂત બને છે. આ જ કારણે ગોળનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન કરવામાં આવે છે અને તેનો ઉપયોગ અલગ-અલગ વાનગીઓમાં કરવામાં આવે છે.

ગોળમાંથી બનતી અનેક વાનગીઓ તમે અત્યાર સુધીમાં ખાધી જ હશે, પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ ગોળના શક્કરપારાની એકદમ સરળ રેસિપી. જેનો ઉપયોગ તમે નાસ્તામાં કરી શકો છો. જો તમે એમ વિચારી રહ્યા હોવ કે, તેને બનાવવામાં બહુ મહેનત અને સમય લાગશે તો અહીં જ તમે ખોટા છો. આ માટે બસ ફોલો કરો આ સરળ રેસિપી.

બનાવવાની રીત

  • ગોળના શક્કરપારા બનાવવા માટે સૌથી પહેલાં બધી જ સામગ્રી ભેગી કરી લો અને એક બાઉલમાં સોજી અને ચોખાનો લોટ ચાળી લો. તમે ઈચ્છો તો તેમાં તેમાં મકાઈનો લોટ પણ મિક્સ કરી શકો છો.
  • લોટને સરખી રીતે મિક્સ કર્યા બાદ તેમાં ચપટી મીઠું નાખો અને બીજા બાઉલમાં ખાંડ અને પાણી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ જ પાણીથી લોટ બાંધી લો.
  • લોટ હળવા હાથે જ બાંધવો અને થોડો કડક લોટ બાંધીને તૈયાર કરો. ત્યારબાદ તેને ઢાંકીને 15 મિનિટ માટે સેટ થવા માટે મૂકો.
  • હવે આ લોટમાંથી લુવા બનાવો અને વણીને તમારી પસંદ અનુસાર કાપી લો.
  • ત્યારબાદ ગેસ પર કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલમાંથી ધૂમાડા નીકળવા લાગે એટલું ગરમ થઈ જાય એટલે તેમાં એક-એક શક્કરપારા મૂકો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
  • શક્કરપારા તળાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો અને ગોળની ચાસણી બનાવી લો. આ માટે એક પેનમાં પાણી અને ગોળના ટુકડા મૂકો અને ધીમી આંચે ગરમ કરવા માટે મૂકો.
  • ગોળ બરાબર ઓગળી જાય અને ચાસણી થોડી જાડી થવા લાગે એટલે તેમાં તળેલા શક્કરપારા નાખો અને બરાબર મિક્સ કરી લો.
  • સતત હલાવતાં-હલાવતાં શક્કરપારાને તેમાં ચઢવી લો. ગોળ શક્કરપારામાં બરાબર મેલ્ટ થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો અને ઠંડા પડવા દો.
  • આ શક્કરપારા ઠંડા થઈ જાય એટલે એક ડબ્બામાં સ્ટોર કરો અને ચા સાથે સર્વ કરો.
  • ચાસણીમાં તમે વરિયાળીનો ઉપયોગ પણ કરી શકો છો.

Image Credit-(@Freepik)

ગોળના ક્રિસ્પી શક્કરપારા Recipe Card
નાસ્તામાં ગોળના શક્કરપારા બનાવવાની ટિપ્સ
Total Time : 30 min
Preparation Time : 10 min
Cooking Time : 20 min
Servings : 4
Cooking Level : Medium
Course: Snacks
Calories: 250
Cuisine: Indian
Author: Shadma Muskan

સામગ્રી
1 કપ – સોજી
અડધો કપ – ચોખાનો લોટ
ચપટી – મીઠું
અડધો કપ – ઘી
1 કપ – બ્રેડ ક્રમ્સ
1 ચમચી – ખાંડ
અડધો કપ – પાણી
જરૂર મુજબ – તેલ (તળવા માટે)
1 કપ – ગોળ
અડધો કપ – પાણી
1 ચમચી – વરિયાળી
1 ચમચી – બેકિંગ સોડા

રીત
Step 1
એક બાઉલમાં સોજી અને ચોખાનો લોટ ચાળીને લો. તમે ઈચ્છો તો તેમાં મકાઈનો લોટ પણ લઈ શકો છો.
Step 2
લોટને સરખી રીતે મિક્સ કર્યા બાદ તેમાં ચપટી મીઠું નાખીને કડક લોટ બાંધી લો.
Step 3
ત્યારબાદ લોટમાંથી લુવા બનાવીને વણી લો અને તમારી પસંદ અનુસાર કાપી લો.
Step 4
ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો અને તેમાં શક્કરપારા ક્રિસ્પી થાય ત્યાં સિધી તળી લો.
Step 5
બધા જ શક્કરપારા તળાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢો અને ગોળની ચાસણી બનાવીને તૈયાર કરો.
Step 6
આ ચાસણી થોડી જાડી થવા લાગે એટલે તેમાં તળેલા શક્કરપારા નાખીને મિક્સ કરો.
Step 7
થોડીવાર બાદ તેને બહાર કાઢીને ઠંડા કરો અને એક ડબ્બામાં સ્ટોર કરી લો. આ શક્કરપારા ચા સાથે બહુ સ્વાદિષ્ટ લાગશે. તમે ઈચ્છો તો આ ચાસણીમાં વરિયાળીનો ઉપયોગ પણ કરી શકો છો.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

Download APP

ગુજરાત

Vadodara5 કલાક ago

Vadodara News: સરકારી હોસ્પિટલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2ની ધરપકડ

Vadodara News: ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે અને સરકાર પણ દારુબંધીનો ચુસ્ત અમલ કરવામાં આવતો હોવાનો દાવો કરતી રહે છે. જો...

Surat6 કલાક ago

સુરતના સરથાણાથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, 1 કલાકમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

સુરત.Surat Crime: સુરતના સરથાણા વિસ્તારમાંથી એક શ્રમજીવી પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી. આ દરમ્યાન એક ઇસમ બાળકીનું અપહરણ...

Bharuch7 કલાક ago

Ankleshwar Crime: બન્ને પત્નીના મોત થતાં સગીર દીકરીને બનાવી હવસનો શિકાર, નરાધમ પિતાની ધરપકડ

અંકલેશ્વર:અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પિતા-પુત્રીના સબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બંને પત્નીના મોત બાદ 55 વર્ષીય હવસખોર...

યર એન્ડર 2022

Jagran Special3 મહિના ago

યર એન્ડર 2022: 5G, ડિજિટલ રૂપિયાની ભેટ, થોમસ કપની ખુશી, અગ્નિવીર યોજનાનો પ્રારંભ, અગ્નિ-5નું સફળ પરીક્ષણ

પ્રાઇમ ટીમ, નવી દિલ્હી.કોવિડ-19ના પડછાયા સાથે આવેલું વર્ષ 2022 ઘણી સિદ્ધિઓ માટે જાણીતું હશે. દુનિયાની વાત કરીએ તો તેની વસ્તી...

Business3 મહિના ago

Year Ender 2022: Hatchback, Sedan, MPV અને SUV સેગમેન્ટમાં આ કારોનો રહ્યો દબદબો, જુઓ કોણે મારી બાજી

અમદાવાદ. Auto Desk:આ વર્ષ 2022 વાહન નિર્માતા કંપનીઓ માટે શ્રેષ્ઠ રહ્યું છે. આ વર્ષે લોકોએ જોરદાર રીતે કારની ખરીદી કરી...

entertainment3 મહિના ago

Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું 2023નું નવુ વર્ષ કેવું રહેશે, જાણો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ફળકથન

અક્ષત પંડ્યા, અમદાવાદ. Deepika Padukone Horoscope 2023: બોલીવૂડ જગતની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ 2022માં સતત ચર્ચામાં રહી છે. મોટા પડદે...

લાઇફસ્ટાઇલ

Relationship39 મિનિટસ ago

પાર્ટનરની સાથે ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન? તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન

આજકાલ જોવામાં આવી રહ્યું છે કે મોટાભાગના લોકો હનીમૂન માટે વિદેશની પસંદગી કરે છે. જ્યારે વિવાહિત કપલો પણ વિદેશ જવા...

Parenting2 કલાક ago

Tips: પરીક્ષામાં ઓછા માર્કસ આવે તો બાળકો પર ગુસ્સે થયા વગર આ રીતે વધારો આત્મવિશ્વાસ, જીવનમાં ક્યારેય પાછા નહીં પડે

વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આ સાથે જ હવે સ્કૂલોમાં એક્ઝામથી લઇને બીજા અનેક પ્રકારના પ્રોજેક્ટ્સ...

Parenting22 કલાક ago

Kids health: શું તમારા બાળકને વારંવાર થાય છે પેટમાં ઇન્ફેક્શન? તો આ રીતે રાખવું જોઈએ ધ્યાન

મોટાભાગે બાળકો અનહેલ્ધી ખાવાની જિદ કરતાં હોય છે અને આ જિદના કારણે જ તેમના પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. બાળકોને...

બિઝનેસ

Business5 કલાક ago

Again Amazon In Action: એમેઝોન કરવા જઈ રહી છે તેના ઈતિહાસમાં બીજી સૌથી મોટી છટણી, એક ઝાટકે 9,000 કર્મચારીની જશે નોકરી

Again Amazon in Action: વર્તમાન સમયમાં અનેક દિગ્ગજ કંપનીઓ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તેને પગલે ગૂગલ,...

Business6 કલાક ago

Conference: ઈનોવેશન માટે સહયોગ આપો, ઓડિયન્સને અગ્રિમતા આપો; WAN-IFRAની DMI 2023 કોન્ફરન્સનો મહત્વનો સંદેશ

Conference: WAN-IFRAનું ડિજીટલ મીડિયા ઈન્ડિયા (DMI) સમ્મેલન તેના ફિઝીકલ સ્વરૂપમાં ફરી વખત આવી ગયું છે. આ કાર્યક્રમ 16 અને 17મી...

Business10 કલાક ago

Gold Silver Price: શેરબજારોમાં મંદી વચ્ચે બુલિયન માર્કેટમાં આકર્ષણ વધ્યું, સોનું 1,400 ઉછળી 60,000ને પાર, ચાંદી રૂપિયા 1,860 વધી

Gold Silver Price 20 March 2023: વિશ્વભરના શેરબજારોમાં ભારે વેચવાલી વચ્ચે સોનાના તેજીની આગેકૂચ જોવા મળી છે, રાજધાની દિલ્હીમાં સોનાના...

share icon