Dungri Nu Shaak: સેવ ડુંગળીનું શાક બનાવવાની રેસિપી

કાઠિયાવાડી સ્ટાઈલ સેવ ડુંગળીનું શાક તમે ટ્રાય કર્યું છે? ઘણા લોકોને ડુંગળી સલાડમાં જ ભાવે છે, શાકમાં ભાવતી નથી.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Sun 02 Nov 2025 04:53 PM (IST)Updated: Sun 02 Nov 2025 04:53 PM (IST)
sev-dungri-nu-shaak-recipe-in-gujarati-631154

Sev Dungri Nu Shaak Recipe: કાઠિયાવાડી સ્ટાઈલ સેવ ડુંગળીનું શાક તમે ટ્રાય કર્યું છે? ઘણા લોકોને ડુંગળી સલાડમાં જ ભાવે છે, શાકમાં ભાવતી નથી. આજે કાઠિયાવાડી સ્ટાઈલ સેવ ડુંગળીનું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

સેવ ડુંગળીનું શાક બનાવવાની સામગ્રી

  • સેવ, ડુંગળી,
  • તેલ,
  • રાઈ-જીરું,
  • પાણી,
  • લાલ મરચું પાઉડર,
  • ધાણાજીરું,
  • હિંગ,
  • હળદર,
  • મીઠું,
  • ખાંડ,
  • લીંબુનો રસ,
  • કોથમરી.

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત

સ્ટેપ-1
સૌ પ્રથમ ડુંગળીને છાલ કાઢી ઝીણી સમારીને પાણીમાં રાખો.

સ્ટેપ-2
હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ-જીરું,હિંગ-હળદર ઉમેરીને થોડીવાર સાંતળી લો.

સ્ટેપ-3
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4
હવે તેમાં જણાવેલ મસાલા અને ઝીણી સેવ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5
હવે તેમાં થોડુ પાણી નખીને થોડીવાર પકાવી લો.

સર્વ કરો
તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઈલ સેવ ડુંગળીનું શાક તમે કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.