Food
Recipe:આ વખતે બટાકા-ડુંગળી નહીં, પનીર પકોડા બનાવો, સ્વાદ એવો કે ખાશે તો ખાતા જ રહી જશે
દરેક વ્યક્તિને રોજેરોજ એક જ નાસ્તો ખાવાનો કંટાળો આવે છે. તમે બટેકાના પકોડા, કોબીના પકોડા અને ડુંગળીના પકોડા ઘણી વખત ખાધા હશે.પરંતુ આ વખતે તમે ચા સાથે અલગ પ્રકારના પકોડા બનાવીને ખાઈ શકો છો. તમે પનીર પકોડા નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસીપી વિશે..
સામગ્રી
બેસન – 1 કપ
ચોખાનો લોટ – 2 ચમચી
મીઠું – 1 ચમચી
લાલ મરચું પાવડર – 1 ચમચી
ચપટી હળદર પાવડર
ધાણા પાવડર – 1 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
કસૂરી મેથીના પાન – 1 ચમચી
અજવાઇન – ચમચી
લીલા મરચા – 3 બારીક
આદુ – છીણેલું
સમારેલી કોથમીર
પાણી – 1 કપ
બનાવવાની રીત
સૌપ્રથમ પનીરને કાપો અને તેને પ્લેટમાં અલગ રાખો. હવે એક બાઉલમાં ઘઉંનો લોટ, બેસનનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, કસૂરી મેથી, બારીક સમારેલા લીલા મરચાં, છીણેલું આદુ અને સમારેલ ધાણા નાખો. થોડું પાણી ઉમેરો અને સારી રીતે ભેળવી દો.
પકોડા તળવા માટે તેલ ગરમ કરો. હવે પનીરનો ટુકડો લો અને આ મિશ્રણમાં ભજીયાની માફક પનીરને એક બાજુ કોટ કરો. લીલી ચટણી ઉમેરો અને ઉપર બીજી પનીરની સ્લાઇસ મૂકો અને તેને બહારથી કોટ કરો. પછી તેને ધીમે ધીમે ગરમ તેલમાં નાખો અને તેને બંને બાજુથી તળી લો. જ્યારે પકોડા લાઈટ બ્રાઉન થાય ત્યારે બહાર કાઢી લો. તેને એક પ્લેટમાં કાઢી લીલી ચટણી સાથે સર્વ કરો.