OPEN IN APP

Recipe: આ રીતે ઘરે બનાવો ચટકેદાર ગોળ અને ટામેટાની ચટણી, એકવાર ખાશો તો કાયમ માટે મોઢામાં રહી જશે સ્વાદ

By: Hariom Sharma   |   Updated: Mon 20 Mar 2023 07:33 AM (IST)
recipe-make-spicy-jaggery-and-tomato-chutney-at-home-in-this-way-106235

ખાટી-મીઠી ચટણી નાસ્તાને સ્વાદિષ્ટ બનાવે છે. નાસ્તા સાથે ખાટી અને મીઠી ચટણી સારી લાગે છે. પરંતુ મીઠી ચટણી બનાવવા માટે સાચી રીત ખબર નથી હોતી. ઘણીવાર આમલીની ચટણી ઘરે જ બનાવવામાં આવે છે પરંતુ જો ઘરમાં આમલી પૂરી થઈ ગઈ છે તો પણ તમે ખાટી-મીઠી ચટણી બનાવી શકો છો. તમે ગોળ અને ટામેટાથી ખાટી-મીઠી ચટણી બનાવી શકો છો. જો તમે મીઠી ચટણીના શોખીન છો. તો તેનો સ્વાદ તમને ચોક્કસ ગમશે. તો ચાલો જાણીએ કેવી રીતે તૈયાર કરવી ગોળ અને ટામેટાની ચટણી.

ગોળ અને ટામેટાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • અડધો કિલો ટામેટા
  • 100 ગ્રામ ગોળ
  • એક ચમચી તેલ
  • અડધી ચમચી હળદર
  • લાલ મરચું પાવડર
  • અડધી ચમચી વિનેગર
  • ચાટ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • કાળા મરી પાવડર

ગોળ અને ટામેટાની ચટણી બનાવવાની રીત
ચટણી બનાવવા માટે સૌથી પહેલા ટામેટાને ધોઈને સાફ કરી લો. કાળા મરીને સારી રીતે વાટી લો. ટામેટાને કાપીને મિક્સર જારમાં પીસી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતા જ તેમાં ટામેટાની પેસ્ટ નાખી દો. લગભગ પાંચથી છ મિનિટ સુધી ટામેટાને ઉકાળો. પછી આ પેસ્ટમાં અડધી ચમચી હળદર, થોડું લાલ મરચું, મીઠું અને પીસેલા કાળા મરી નાખીને મિક્સ કરો.

થોડીવાર પછી બધા મસાલાને ધીમી આંચ પર રહેવા દો. જ્યારે આ પેસ્ટ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ગોળ ઉમેરો. જ્યારે ગોળ ઓગળવા લાગે ત્યારે તેમાં પાણી ઉમેરો. અંતમાં એક ચમચી વિનેગર ઉમેરો. બસ તેને થોડીવાર સુધી ગેસ પર જ રહેવા દો. બસ તૈયાર છે ગોળ અને ટામેટાની ચટણી. તેને તમે પરોંઠા અથવા કોઈપણ નાસ્તા જેમ કે પાણીપુરી, ટિક્કી, ચાટ અથવા ભેળ સાથે સર્વ કરી શકો છો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.