Masala Khichu: મસાલા ખીચું બનાવવાની રેસિપી

ગાર્ડનમાં ફરવા જઈએ એટલે આસપાસ ગરમા ગરમ ખીચાવાળા હોયજ. બાળકો આ ખીચાનું ડિમાન્ડ કરતા હોય છે. આજે મસાલા ખીચું ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Sat 20 Dec 2025 09:09 PM (IST)Updated: Sat 20 Dec 2025 09:09 PM (IST)
masala-khichu-recipe-instant-gujarati-breakfast-papdi-no-lot-659070

Masala Khichu Recipe: ગાર્ડનમાં ફરવા જઈએ એટલે આસપાસ ગરમા ગરમ ખીચાવાળા હોયજ. બાળકો આ ખીચાનું ડિમાન્ડ કરતા હોય છે. આજે મસાલા ખીચું ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

મસાલા ખીચું બનાવવાની સામગ્રી :

  • ચોખાનો લોટ: 1 કપ
  • પાણી: 3 કપ
  • જીરું: 1 ચમચી
  • અજમો (અજવાઈન): 1/2 ચમચી
  • હળદર: 1/4 ચમચી (વૈકલ્પિક)
  • લીલા મરચા (બારીક સમારેલા): 1-2
  • પાપડ ખાર અથવા ખાવાનો સોડા (બેકિંગ સોડા): 1/4 ચમચી
  • મીઠું: સ્વાદ પ્રમાણે
  • તેલ: 1 ચમચી

સર્વ કરવા માટે:

  • મેથીયા મસાલા (આચાર મસાલા અથવા ખીચુ મસાલા): 2 ચમચી
  • શીંગતેલ તેલ: પરોસતી વખતે
  • કોથમરી (વૈકલ્પિક)

મસાલા ખીચું બનાવવાની રીત:

એક મોટા વાસણમાં પાણીને ઉકાળવા મૂકો. તેમાં જીરું, અજમો, લીલા મરચા, હળદર, મીઠું અને પાપડ ખાર (અથવા સોડા) ઉમેરો. પાણી સારી રીતે ઉકળે પછી ગેસ ધીમો કરો.

હવે ચોખાના લોટને થોડો થોડો કરીને ઉમેરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠા ન પડે. લોટ પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય પછી તેને ઘટ્ટ થવા દો (જેમ કે નરમ લોટ જેવું).

ગેસ બંધ કરો અને લોટને સારી રીતે મસળીને એકસરખો કરો

હવે તેને સ્ટીમ કરો: એક પ્લેટ અથવા થાળીમાં તેલ લગાવીને લોટ ફેલાવો અને સ્ટીમરમાં સ્ટીમ કરો.

ગરમા ગરમ ખીચુંને બાઉલમાં કાઢો, તેના પર મગફળીનું તેલ છાંટો અને મેથીયા મસાલા છાંટીને સર્વ કરો.