જો તમે શિયાળામાં સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવા ઈચ્છતા હોવ તો, હળદરમાંથી બનાવો અવનવાં સ્વાદિષ્ટ પકવાનો, કારણકે તેમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઈંફ્લેમેટરી ગુણો હોય છે.
આપણા રસોડામાં હળદર ખૂબજ મહત્વની ગણાય છે. હળદર વગર તો કોઈપણ વાનગી જ અધૂરી ગણાય. હળદર આપણી વાનગીઓમાં રંગ અને સ્વાદ વધારવાની સાથે-સાથે ઘણી બીમારીઓ મટાડવામાં પણ મદદ કરે છે.
એન્ટી-ઈંફ્લેમેટરી ગુણોથી ભરપૂર કાચી હળદર આપણને સ્વસ્થ અને ફિટ રાખવામાં મદદ કરે છે. આ હળદર બેસ્ટ દવા તરીકે કામ કરે છે. આમ તો શિયાળામાં લોકોને શરદી, ખાંસી અને ફ્લૂ જેવી સમસ્યાઓ બહુ સતાવતી હોય છે. જે આપણને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ જ કારણે લોકો દૂધ અને ચામાં હળદર નાખીને સેવન કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઘણા લોકોને હળદરવાળી ચા ન થી ભાવતી.
તો તમે આ સ્થિતિમાં હળદરમાંથી કેટલાંક સ્વાદિષ્ટ પકવાન બનાવી શકો છો, જે તમને બીમારીઓથી બચવામાં મદદ કરે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ હળદરની કેટલીક એવી રેસિપીઝ, જેની મજા આ શિયાળામાં તો માણવી જ જોઈએ.

કાચી હળદરનું શાક
હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે, કારણકે તેમાં કરક્યૂમિન હોય છે, જે એન્ટીસેપ્ટિક અને એન્ટીવાયરલ ગુણો માટે ખૂબજ મહત્વનું છે. આ સ્વાદિષ્ટ શાક તમે રોટલી, રોટલા કે પરાઠા સાથે માણી શકો છો.
સામગ્રી
ઘી - જરૂર મુજબ
1- તજનો ટુકડો
1/2 નાની ચમચી - જીરું
1/4 નાની ચમચી - હીંગ
2-3- લીલું મરચું
1 નાની ચમચી - લસણ (સમારેલું)
1 નાની ચમચી - આદુ (સમારેલું)
200 ગ્રામ - કાચી હળદર
3/4 કપ - દહીં
1 નાની ચમચી - ગરમ મસાલા પાવડર
1/2 કપ - લીલા વટાણા
1 નાની ચમચી - ધાણા પાવડર
મીઠું - સ્વાદાનુસાર
બનાવવાની રીત
- એક પેનમાં થોડું તેલ લો.
- ત્યારબાદ તેમાં જીરું, હીંગ, લસણ, આદુ અને લીલું મરચું નાખો અને સાંતળી લો.
- ત્યારબાદ તેમાં છીણેલી હળદર નાખીને 10-15 મિનિટ સુધી ચઢવો.
- હળદર નરમ થાયે એટકે તેમાં દહીં, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને ગરમ મસાલા પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું અને લીલા વટાણા નાખો અને 10 મિનિટ સુધી ચઢવો.
- તૈયાર છે હળદરનું ગરમા-ગરમ શાક.

હળદરનો હલવો
જો તમે ગળ્યું ખાવાના શોખીન હોવ તો, તમે હળદરનો પૌષ્ટિક હલવો બનાવીને ટ્રાય કરી શકો છો. તેને ઘરે બનાવવા માટે જરૂરી છે કેટલીક મહત્વની સામગ્રી.
સામગ્રી
100 ગ્રામ - કાચી હળદર
1/2 કપ - ગોળ
1 કપ - ઘઉંનો લોટ
ઘી - જરૂર મુજબ
1 ગ્લાસ - દૂધ
સૂકા મેવા (વૈકલ્પિક)
બનાવવાની રીત
- એક પેનમાં ઘી નાખીને લોટને પાંચથી સાત મિનિટ સુધી શેકી લો.
- ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી લો. ત્યારબાદ આ પેનમાં છીણેલી હળદર લો અને 10 મિનિટ માટે શેકો.
- હળદર શેકાઈ જાય એટલે તેને અલગ કાઢી લો અને આ જ પેનમાં થોડું ઘી, શેકેલી હળદર, ઘઉંનો લોટ, ગોળ અને દૂધ નાખો.
- મિશ્રણને ચારથી પાંચ મિનિટ સુધી ચઢવો અને ઉપર સૂકામેવા ભભરાવી સર્વ કરો.

હળદરનું અથાણું
રોજિંદા ભોજનની સાથે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી હળદરનું અથાણું એકદમ પરફેક્ટ વિકલ્પ છે. આ રેસિપી અનુસાર અથાણું બનાવવામાં તમને પાંચ મિનિટની જ જરૂર પડશે.
સામગ્રી
1 કપ - કાચી હળદર (સ્ટ્રિપ્સમાં સમારેલ)
1/2 કપ - લીલું મરચું (બે ટુકડામાં સમારેલ)
2 મોટા ચમચા તેલ
1/3 કપ - લીંબુનો રસ
મીઠું - સ્વાદાનુસાર
3 ટી સ્પૂન - રાઈના દાણા
બનાવવાની રીત
- હળદર અને લીલાં મરચાંને સમારીને એકબાજુ મૂકી દો.
- એક બાઉલમાં બધી સામગ્રી લો અને મિક્સ કરીને એક ડબ્બામાં ભરી દો.
- અથાણાને ઓછામાં ઓછા એક-બે દિવસ માટે ઢાંકીને મૂકો.
- તૈયાર છે તમારું ઘરે જ બનાવેલું હળદરનું સ્વાદિષ્ટ અથાણું.
હળદરની આ સ્વાદિષ્ટ રેસિપીઝ ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા મંતવ્યો અમને કમેન્ટ કરી જણાવજો. જો તમને આ લેખ ગમ્યો હોય તો, તેને સોશિયલ મીડિયામાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે.
Image Credit- (@Freepik)
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.