OPEN IN APP

દાળ-ચોખાના ખીરામાંથી નહીં, બ્રેડમાંથી માત્ર 5 જ મિનિટમાં બનાવો ઈંસ્ટન્ટ ઢોસા

By: Jagran Gujarati   |   Updated: Wed 01 Feb 2023 06:32 PM (IST)
make-instant-dosa-in-just-5-minutes-from-bread-instead-of-dal-rice-pudding-86227

ડોસાનું ખીરું બનાવવા માટે આપણે અડદની દાળ અને ચોખામાંથી ખીરું બનાવીએ છીએ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ માત્ર 5 જ મિનિટમાં બની શકે તેવા બ્રેડના ઢોસાની રેસિપી.

સાઉથ ઈન્ડિયન વાનગીઓ આખા દેશમાં બહુ લોકપ્રિય છે. જ્યારે પણ કઈં હેલ્ધી અને સારું ખાવાની ઈચ્છા થાય ત્યારે આપણે ઈડલી, ઢોસા, સાંભાર, વડા અને ઉત્તપમ જેવી વાનગીઓ પસંદ કરીએ છીએ.

આજના સમયમાં ઉત્તર ભારત હોય કે પછી પશ્ચિમ ભારત, દરેક જગ્યાએ સાઉથ ઈન્ડિયન રેસ્ટોરેન્ટ જોવા મળે છે. આ સાઉથ ઈન્ડિયન વાનગીઓ ઘરે પણ બનાવી શકાય છે. જેમ કે આલૂ ઢોસા, પ્લાઝ ઢોસા, પનીર ઢોસા જેવા અલગ-અલગ પ્રકારના ઢોસા આપણે ઘરે બનાવતા હોઈએ છીએ. આ ક્રિસ્પી ડિશ પેટ તો ભરે જ છે, સાથે-સાથે સ્વાદમાં પણ ઉત્તમ હોય છે.

સામાન્ય રીતે ક્રિસ્પી લેયર માટે અડદની દાળ અને ચોખાને આખી રાત પલાળી બ્લેન્ડ કરી ઢોસાનું ખીરું બનાવવામાં આવે છે. કેટલાક લોકો તેમાં સોજીનો ઉપયોગ પણ કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે બ્રેડના ઢોસા ખાધા છે? નહીં ને, તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ માસ્ટર શેફ પંકજ ભદૌરિયાની ખાસ રેસિપી.

શેફ પંકજ તેમની ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં ઘણી અવનવી વાનગીઓની રેસિપી આપણી સાથે શેર કરે છે. એવામાં એક પોસ્ટમાં તેમણે માત્ર 5 જ મિનિટમાં બનતા બ્રેડ ઢોસાની રેસિપી શેર કરી છે.

જો તમને ઢોસા બહુ ભાવતા હોય પરંતુ બેટર બનાવવાની ઝંઝટ ન ગમતી હોય તો તમે બ્રેડમાંથી પણ સરળતાથી ઢોસા બનાવીને એન્જોય કરી શકો છો. આ આર્ટિકલમાં વિસ્તૃતમાં જાણો બ્રેડ ઢોસા બનાવવાની સરળ રીત.

બનાવવાની રીત

  • બ્રેડમાંથી ઢોસા બનાવવા માટે બ્રેડની કેટલીક સ્લાઈસ લો. ત્યારબાદ આ બ્રેડની સ્લાઈસની કિનારીઓ કાપીને અલગ કાઢી લો.
  • હવે તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ સાથે ચોખાનો લોટ સોજી, થોડું દહીં, મીઠું અને પાણી નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને બ્લેન્ડરમાં લો અને પીસીને સ્મૂધ બેટર બનાવી લો. બેટરમાં બ્રેડના ટુકડા જરા પણ ન દેખાય તેનું ધ્યાન રાખવું. જરૂર લાગે તો એક-બે વાર ફરીથી પણ બ્લેન્ડ કરી શકાય છે. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢીને એકબાજુ મૂકી દો.
  • હવે બટાકાનો મસાલો તૈયાર કરો અને એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, સૂકું લાલ મરચું અને મગફળી નાખીને એક-બે મિનિટ માટે સાંતળો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને થોડી વાર માટે સાંતળી તેમાં ઝીણું સમારેલું આદુ અને મીઠો લીમડો નાખો. ત્યારબાદ હળદર અને લાલ મરચું નાખીને બરાબર મિક્સ કરી લો. ધીમી આંચે બે મિનિટ ચઢવ્યા બાદ તેમાં બાફેલાં બટાકાં મેશ કરીને નાખો અને ફરીથી એકવાર મિક્સ કરી લો.
  • બટાકામાં મીઠું અને થોડું પાણી નાખીને ફરીથી એકવાર મિક્સ કરી દો અને થોડીવાર ચઢવ્યા બાદ ગેસ બંધ કરી દો.
  • બ્રેડના મિશ્રણમાં સોડા કે ઈનો તેમજ પાતળું કરવા થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરીને એકબાજુ મૂકી દો.
  • હવે ઢોસાનો તવો ગરમ કરો અને જરૂર લાગે તો તેમાં થોડું પાણી છાંટો. ત્યારબાદ તવાને લૂછીને ચમચા કે વાટકીની મદદથી ઢોસાનું ખીરું ફેલાવો. ત્યારબાદ ઢોસા ક્રિસ્પી બને એ માટે થોડું તેલ લગાવો અને ત્યારબાદ તેના પર બટાટાનો મસાલો મૂકો. ત્યારબાદ ઢોસાને ફોલ્ડ કરીને પ્લેટમાં કાઢી લો.
  • ઢોસાની પ્લેટમાં નારિયેળની ચટણી અને સાંભાર મૂકો અને બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં તેની મજા માણો. આ રેસિપી તમારી સાથે-સાથે પરિવારના સભ્યોને પણ બહુ ગમશે.

બ્રેડ ઢોસાની રેસિપી Recipe Card
ઘરે ઈંસ્ટન્ટ બ્રેડ ઢોસા બનાવવા માટે નોંધી લો આ ખાસ રેસિપી.
Total Time : 10 min
Preparation Time : 5 min
Cooking Time : 5 min
Servings : 4
Cooking Level : Medium
Course: Appetisers
Calories: 125
Cuisine: Indian
Author: Ankita Bangwal

સામગ્રી
8 બ્રેડ સ્લાઈસ
1/4 કપ ચોખાનો લોટ
1/4 કપ સોજી
1/4 કપ દહીં
1/2 કપ પાણી
2 મોટા ચમચા તેલ
1/2 નાની ચમચી રાઈ
3 સૂકાં લાલ મરચાં
2 કપ બાફીને મેશ કરેલું બટાકું
1/2 નાની ચમચી હળદર પાવડર
1/2 નાની ચમચી લાલ મરચું પાવડર
1/4 કાચા સીંગદાણા
1 નાની ચમચી સોડા / ઈનો
1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી
5-6 મીઠો લીમડો
1 નાની ચમચી આદુ
મીઠું, સ્વાદાનુસાર

રીત
Step 1
એક બાઉલમાં બ્રેડ, સોજી, દહીં, ચોખાનો લોટ, મીઠું અને પાણી નાખીને મિક્સ કરી લો અને તેને એક બ્લેન્ડરમાં મુલાયમ પીસી લો.
Step 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, લાલ મરચું પાવડર અને મગફળી નાખીને તેને સાંતળો.
Step 3
ત્યારબાદ તેમાં ડુંગળી, આદુ, મીઠો લીમડો, હળદર અને લાલ મરચું પાવડર લગાવી મિક્સ કરી લો.
Step 4
હવે તેમાં મેશ કરેલાં બટાકાં મિક્સ કરો અને તેમાં મીઠું અને પાણી નાખીને સરખી રીતે ચઢવીને એકબાજુ મૂકી દો.
Step 5
ઢોસાવાળા ખીરામાં સોડા અને થોડું પાણી નાખીને તેને પાતળું કરી દો. ત્યારબાદ તવો ગરમ કરીને બેટર ફેલાવી દો.
Step 6
તેના પર થોડું તેલ કે બટર લગાવી ક્રિસ્પી કરી ઉઅપર બટાકાનો મસાલો નાખીને ઢોસાને ફોલ્ડ કરી લો. એલ પ્લેટમાં ઢોસો, ચટણી અને સાંભાર મૂકી સર્વ કરો.

આવી જ અવનવી રેસિપીઝ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે અને આ લેખને ફેસબુકમાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.