Green Peas Paratha Recipe: જો તમે વટાણાનું શાક ખાઈને કંટાળી ગયા હોવ તો, આજની રેસિપી ઑફ ધ ડેમાં અમે તમારા માટે લાવ્યા છીએ હેલ્ધી બ્રેકફાસ્ટ માટે વટાણાના પરાઠા બનાવવાની એકદમ સરળ રીત.
શિયાળામાં વટાણા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. વટાણાનો ઉપયોગ આપણે પુલાવ, ચાટ, નાસ્તા, કબાબ, શાક વગેરેમાં કરીએ છીએ. જો વારંવાર આ વાનગીઓ ખાઈને કંટાળી ગયા હોવ અને કઈંક નવું ટ્રાય કરવા ઈચ્છતા હોવ તો, આજે અમે તમારા માટે લાવ્યા છીએ વટાણાના સ્વાદિષ્ટ પરાઠા બનાવવાની એકદમ સરળ રેસિપી.
વટાણાના પરાઠા એક ઉત્તમ બ્રેકફાસ્ટ છે. સાથે-સાથે જે લોકો સમયના અભાવે બ્રેકફાસ્ટ નથી કરતા, તેમના માટે આ બેસ્ટ રેસિપી છે. લીલા વટાણાના પરાઠા બનાવવા એકદમ સરળ છે. જેને તમે ગરમા-ગરમ ચા સાથે પીરસી શકો છો.

બનાવવાની રીત
- વટાણાના પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં વટાણાને છોલી લો અને પાણીમાં મીઠું નાખીને તેને ઉકળવા માટે મૂકો.
- વટાણા બાફવા માટે તમે કૂકરનો ઉપયોગ કરી શકો છો. એક-બે સીટીમાં વટાણા સરળતાથી બફાઈ જશે. તમે તમેલીમાં પણ તેને બાફી શકો છો.
- વટાણા બફાઈ જાય એટલે પાણી નીતારીને એક બાઉલમાં કાઢી લો અને તેને સરખી રીતે મેશ કરી લો.
- વટાણા મેશ કર્યા બાદ તેમાં મીઠું, લીલી કોથમીર, લાલ મરચું, કસૂરી મેથી, એક ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લો.
- હવે આ તૈયાર કરેલ સ્ટફિંગને એક બાજુમાં મૂકો અને બીજા એક બાઉલમાં ઘઉંનો લોટ ચાળીને તેમાં મીઠું અને પાણી સરખી રીતે મિક્સ કરી લોટ બાંધીને તૈયાર કરો.
- લોટ બાંધ્યા બાદ તેને લગભગ 15 મિનિટ માટે સેટ થવા માટે મૂકો. ત્યારબાદ તેમાંથી લૂવા બનાવો અને તેને થોડા વણીને અંદર સ્ટફિંગ ભરીને પરાઠા વણી લો.
- હવે ગેસ પર તવો ગરમ કરો અને તેના પર પરાઠો બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- પરાઠા બંને બાજુથી શેકાઈ જાય એટલે ગરમા-ગરમ ચા અને ચટણી સાથે સર્વ કરો.
Image Credit- (@Freepik)
વટાણાના પરાઠા Recipe Card
આ સરળ ટ્રિક્સથી બનાવો લીલા વટાણાના પરાઠા.
Total Time : 20 min
Preparation Time : 10 min
Cooking Time : 10 min
Servings : 4
Cooking Level : Medium
Course: Breakfast
Calories: 175
Cuisine: Indian
Author: Shadma Muskan
સામગ્રી
ઘઉંનો લોટ - 2 કપ
બાફેલા વટાણા - 4-5 કપ
જીરું -1/4 ટીસ્પૂન
લીલી કોથમીર -1/4 વાટકી
લાલ મરચું પાવડર -1 /2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
તેલ કે ઘી - જરૂર મુજબ
પાણી - જરૂર મુજબ
કસૂરી મેથી -1 /2 ચમચી
રીત
Step 1
વટાણાને ફોલો લો અને કૂકરમાં પાણી અને મીઠું નાખીને બાફી લો.
Step 2
વટાણા બફાઈ જાય એટલે તેને પાણીમાંથી કાઢીને મેશ કરી લો. મેશા કર્યા બાદ તેમાં મીઠું, લીલી કોથમીર સહિતના બધા મસાલા મિક્સ કરી લો.
Step 3
હવે આ બાઉલને એકબાજુ મૂકી દો અને બીજા બાઉલમાં લોટ બાંધી લો.
Step 4
હવે લોટમાંથી લુવા બનાવો અને તેમાં સ્ટફિંગ ભરીને પરાઠા વણીને તૈયાર કરો.
Step 5
હવે ગેસ પર તવો ગરમ કરો અને તેના પર પરાઠાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
Step 6
બધા જ પરાઠાને શેકોને ગરમા-ગરમ ચા અને ચટણી સાથે સર્વ કરો અને મજા માણો.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.