લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ચોખામાંથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. ચોખામાંથી તમે પુલાવ અને દાળની સાથે ખીચડી પણ બનાવી શકો છો. તમે ચોખા અને ચણા દાળથી સાથે સ્વાદિષ્ટ ખીચડી બનાવી શકો છો. આ રેસીપી બનાવવા માટે તમારે ચણાની દાળ, બાસમતી ચોખા, ડુંગળી, આદુ-લસણ, વરિયાળી અને જીરુંની જરૂર પડશે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને દહીં અથવા રાયતા અને સલાડ સાથે પીરસવામાં આવે છે. અથાણાં સાથે પણ તમે તેનો આનંદ લઈ શકો છો. તેને બનાવવામાં અડધા કલાકથી ઓછો સમય લાગે છે. ચાલો જાણીએ તેની રેસિપી.
સામગ્રી
- જીરું, બાસમતી ચોખા, છીણેલું આદુ, એક ડુંગળી, પાણી, વરીયાળી, મીઠું, ચણાની દાળ, લસણની પેસ્ટ, લીલા ધાણા, લાલ મરચું પાવડર, દહી.
આ રીતે બનાવો ખીચડી
- સૌપ્રથમ પાણીની મદદથી ચોખાને સારી રીતે ધોઇ લો અને પછી તેને લગભગ અડધા કલાક સુધી પાણીમાં પલાળીને રાખી દો. ચણાની દાળને પણ ચોખાની જેમ ચોખ્ખા પાણીથી ધોઈને બાજુ પર રાખો.
- આ પછી એક વાસણમાં તેલ નાખો અને તેને ધીમી આંચ પર ગરમ થવા દો, અને જ્યારે તે ગરમ થાય ત્યારે તેમાં લસણ, જીરું, વરિયાળી, આદુ ઉમેરો. પછી તે બધાને થોડી મિનિટો માટે ફ્રાય કરો.
- હવે તેમાં સમારેલી ડુંગળી નાખો અને તેને બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે તળી લો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, મીઠું અને ચણાની દાળ નાખીને લગભગ પાંચ મિનિટ સુધી પકાવો.
- જો વાસણમાં પાણી ન હોય તો થોડું પાણી ઉમેરો અને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરો. હવે વાસણને ઢાંકીને પાંચ મિનિટ સુધી ચળવા દો અને જ્યારે તે નરમ થવા લાગે ત્યારે તેમાં બાસમતી ચોખા ઉમેરો.
- હવે તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને થોડું પાણી નાખો અને ઢાંકણ ઢાંકી દો. જ્યાં સુધી પાણી ન શોષાય ત્યા સુધી ગેસ પર રહેવા દો.
- તો તૈયાર છે ચણા દાળ ખીચડી.