પાણીપૂરીની ખરી મજા તો ત્યારે જ આવે છે જ્યારે તેનું પાણી અને મસાલો બંને તીખાં અને ચટપટાં હોય. ઘણી જગ્યાએ પાણી પૂરીમાં માત્ર બટાકાનો મસાલો ભરવામાં આવે છે તો ઘણી જગ્યાએ ચણા બટાકાનો, તો ઘણી જગ્યાએ વટાણા-બટાકાનો મસાલો એટાલે કે રગડો ભરવામાં આવે છે, જેમાં ડુંગળી, જીરું પાવડર, મીઠું મરચું અને લીંબુ નાખીને તેને એકદમ ચટપટો બનાવવામાં આવે છે.
આ સ્વાદિષ્ટ મસાલાથી પાણીપૂરીનો સ્વાદ બમણો થઈ જાય છે. આમ તો આ મસાલો બનાવવાની રીત એકદમ સરળ જ છે, પરંતુ ઘણા લોકોને બહુ મુશ્કેલ લાગે છે.
હવે તમે જ્યારે પણ પાણીપૂરી બનાવો ત્યારે આ તીખો અને ચટપટો મસાલો બનાવવાનું ન ભૂલતા. તેનાથી તમારી પાણીપૂરી ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. તો ચાલો આજે આ આર્ટિકલમાં પાણીપૂરીના આ રગડાને બનાવવાની આખી રીત જોઈએ.
બનાવવાની રીત
સૌથી પહેલાં બટાકાં બાફી લો, ત્યારબાદ સફેદ વટાણાને પણ બાફી લો. હવે એક મોટા મિક્સિંગ બાઉલમાં બાફેલા બટાકાને છોલીને તેના ટુકડા કરીને લો. ત્યારબાદ તેમાં બાફેલા વટાણા નાખીને મિક્સ કરી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, જીરું પાવડર, આમચૂર પાવડર, ઝીણું સમારેલું લીલું મરચું , લાલ મરચું પાવડર, મીઠું અને સંચળ, લીંબુનો રસ અને લીલી ચટણી નાખો અને બધું જ બરાબર મિક્સ કરી લો. તમે ઈચ્છો તો આ મસાલાને ગેસ પર એક કઢાઈમાં થોડું તેલ નાખી તેમાં ગરમ કરી શકો છો, તેનાથી પાણીપૂરીના મસાલામાં નવો સ્વાદ ઉમેરાશે અને મસાલો બહુ સ્વાદિષ્ટ બનશે. અંતે તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખો અને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે તમારો તીખો અને ચટપટો પાણીપૂરીનો મસાલો એટલે કે રગડો.
Image Credit: centuryfoods
પાણીપૂરીના રગડાની રેસિપી Recipe Card
ઘરે જ બનાવો પાણીપૂરી માટે તીખો અને ચટપટો વટાણા બટાકાનો મસાલો.
Total Time : 15 min, Preparation Time : 10 min, Cooking Time : 5 min, Servings : 10, Cooking Level : Low, Course: Others, Calories: 150, Cuisine: Indian
Author: Ankita Bangwal
સામગ્રી
5-6 બટાકાં, 1/2 સફેદ વટાણા, 1 મીડિયમ સાઈઝની ડુંગળી (ઝીણી સમારેલી), 1/2 નાની ચમચી શેકેલા જીરુંનો પાવડર, 1 નાની ચમચી આમચૂર પાવડર, 2 લીલું મરચું (ઝીણું સમારેલું), 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી સંચળ, 1 મોટો ચમચો લીંબુનો રસ, 1/2 નાની ચમચી મીઠું, 2 મોટા ચમચા લીલી ચટણી, 1 ચમચી સરસોનું તેલ, 1 મોટી ચમચી કોથમીર (ઝીણી સમારેલી)
રીત
સૌથી પહેલાં વટાણા અને બટાકાં બંનેને અલગ-અલગ બાફીને ઉકાળી લો અને એક પ્લેટમાં ઠંડુ થવા માટે મૂકો. એક મિક્સિંગ બાઉલમાં છોલેલાં બટાકાં અને વટાણા લો અને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બધા જ મસાલા નાખીને બરાબર મિક્સ કરી લો. તેના પર ગરમ કરેલ સરસોનું તેલ અને ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરો. તૈયાર છે પાણીપૂરી માટેનો તમારો તીખો-ચટપટો વટાણા-બટાકાનો મસાલો. મજા માણો પરિવાર સાથે.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.
