Lila Lasan Na Muthiya Recipe: શિયાળમાં તમે લીલા લસણના મુઠીયા ખાધા છે. આજે ગુજરાતી જાગરણ તમને લીલા લસણના મુઠીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવશે.
સામગ્રી
ઘઉંનો લોટ,
તેલ,
ચણાનો લોટ,
લીલા મરચાની પેસ્ટ,
આદુ,
લસણ,
મેથીના પાન,
મીઠું,
હળદર પાવડર,
ધાણાજીરું પાવડર,
લીંબુનો રસ,
ખાંડ,
લાલ મરચું પાઉડર,
રાઈ,
મીઠો લીમડો,
લીલા મરચા,
તલ.
સ્ટેપ-1
સૌ પ્રથમ એક બાઉલમાં કરકરો ઘઉંનો લોટ, તેલ, ચણાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, લીલુ લસણ ઉમેરો.
સ્ટેપ-2
હવે તેમાં ઝીણી સમારેલી લીલી મેથી, મીઠું, હળદર, ધાણાજીરું, લીંબુનો રસ, ખાંડ, લાલ મરચું પાઉડર અને તેલ ઉમેરો.
સ્ટેપ-3
હવે બધી સામગ્રી મિક્સ કરી તેમાં પાણી ઉમેરીને લોટ બાંધી લો.
સ્ટેપ-4
હવે લોટમાંથી મુઠીયા બનાવીને સ્ટમ કરી પછી એક વાસણમાં કાઢીને છરી વડે ટુકડા કરી લો.
સ્ટેપ-5
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો, તલ,લીલા મરચાની કાતરી ઉમેરીને વઘાર કરી તેમાં મુઠીયા ઉમેરીને મિક્સ કરી લો.
સર્વ કરો
તૈયાર છે લીલા લસણના મુઠીયા, તમે શિયાળામાં ઘરે ટ્રાય કરી શકો છો. રેસીપી ગમે તો લાઈક- શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.
