કેટલાંક ફળ એવાં હોય છે, જેને છોલ્યા વગર જ ખાવાં જોઈએ. આજે એક્સપર્ટના મંતવ્ય અનુસાર જાણો ફળોને ખાવાની સાચી રીત.
તાજાં ફળોનું સેવન કરતા લોકોનું સ્વાસ્થ્ય ખૂબજ સારું રહે છે. આપણા ડાયટમાં ફળો ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ સ્વાસ્થ્ય સારું રાખવા માટે માત્ર ફળો ખાવાં જ મહત્વનાં નથી. તેને સાચી રીતે ખાવાની રીત પણ ખબર હોવી બહુ મહત્વની છે. ઘણાં ફળોને છાલ સહિત ખાવામાં આવે છે. જો તેની છાલ કાઢી નાખવામાં આવે તો તેનાં પોષકતત્વો ઓછાં થઈ જાય છે. ફળોની છાલમાં ઘણાં ન્યૂટ્રિએન્ટ્સ હોય છે, આજકાલ ફળો પર ઘણાં કેમિકલ્સ છાંટવામાં આવે છે, જેના કારણે લોકો ફળની છાલ ઉતારીને ખાય છે. પરંતુ આમ કરવું પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ફળોની છાલમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઑક્સિડેન્ટ્સ હોય છે. તો કેટલાંક ફળો એવાં પણ હોય છે, જેને છોલીને જ ખાવાં જોઈએ. આ જે આ લેખમાં અમે તમને જણાવશું કે કયાં ફળોને છોલીને ખાવાં જોઈએ અને કયાં ફળોને છોલ્યા વગર ખાવાં જોઈએ. આ બાબતે વધુ માહિતી માટે અમે લખનઉના વિકાસ નગરની રહેવાસી ન્યૂટ્રિશનિસ્ટ પાયલ અસ્થાના સાથે વાત કરી.
કયાં ફળોને છાલ સહિત ખાવાં જોઈએ?
નાશપતિ
નાશપતિનું સેવન છાલ સાથે કરવું જોઈએ. તેની છાલમાં એન્ટીઑક્સિડેન્ટસ અને વિટામિન્સ હોય છે. નાશપતિને છાલ સાથે ખાવાથી શરીરને ડાયટ્રી ફાઈબર મળે છે.

જામફળ
જામફળનું સેવન છાલ સહિત કરી શકાય છે. જામફળમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, વિટામિન્સ, ફાઈબર અને મિનરલ્સ હોય છે. જો શરદી-ખાંસી અને કફ હોય તો જામફળનું સેવન ન કરવું જોઈએ.
સફરજન
ઘણા લોકો સફરજનની છાલ ઉતારીને ખાય છે. પરંતુ સફરજનની છાલમાં એન્ટીઑક્સિડેન્ટ્સ અને ફાઈબર હોય છે. સફરજનને ઉપરથી પાણીથી બરાબર ધોયા બાદ ખાવું જોઈએ.
ચીકુ
ચીકુનું સેવન છાલ સહિત કરવામાં આવે છે. ચીકુની છાલમાં વિટામિન સી, એન્ટીઑક્સિડેન્ટ્સ, પોટેશિયમ અને આયર્ન હોય છે. જે ત્વચા અને ગટ હેલ્થ માટે બહુ ફાયદાકારક ગણાય છે.
કીવી
કીવીનું સેવન પણ છાલ સહિત બહુ ફાયદાકારક ગણાય છે. કીવીની છાલમાં ફાઈબર, ફોલેટ, વિટામિન ઈ જેવાં પોષકતત્વો હોય છે. હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓ માટે કીવીનું સેવન ફાયદાકારક ગણાય છે. કીવીમાં વિટામિન સી હોય છે. જે લોકોને કીવીની છાલ ન ભાવતી હોય તેઓ તેને છોલીને પણ ખાઈ શકે છે.
કયાં ફળોની છાલ ઉતારીને ખાવાં જોઈએ?
સંતરાં
સંતરાંમાં વિટામિન સી, વિટામિન બી6, કેલ્શિયમ, પોટેશિયમ જેવાં પોષકતત્વો હોય છે. તેની છાલ ઉતારીને ખાવું જોઈએ. સંતરાની છાલના પાવડરનો ઉપયોગ ત્વચા માટે ફેસપેક તરીકે કરી શકાય છે.

દાડમ
દાડમમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. દાડમને હંમેશાં છોલીને જ ખાવું જોઈએ. દાડમની છાલનો સ્વાદ કડવો હોય છે અને તેનું સેવન કરવાથી પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
કેળુ
કેળાનું સેવન હંમેશાં છાલ ઉતારીને જ કરવું જોઈએ. કેળાની છાલનું પાણી પી શકાય છે. તેમાં ફાઈબર અને ટ્રાઈપ્ટોફૉન નામનું કંપાઉન્ડ હોય છે, જેનાથી સેરોટોનિન સ્તર વધે છે. જોકે કેળાની છાલ પાચન તંત્ર માટે સારી નથી ગણાતી, એટલે તેને છોલીને જ ખાવું જોઈએ.
અનાનસ
અનાનસ એટલે કે પાઈનેપલનું સેવન હંમેશાં છોલીને જ કરવું જોઈએ. અનાનસની છાલ બહુ જાડી હોય છે. અનાનસની છાલ ફળને સુરક્ષા આપે છે. આ છાલ ખાવા લાયક નથી હોતી. અનાનસની છાલનો ઉપયોગ તમે ફ્રુટ સ્ક્રબ માટે પણ કરી શકો છો.
ફળોની છાલ સ્વાસ્થ્ય અને ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક ગણાય છે. પરંતુ દરેક ફળની છાલ ખાઈ લેવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. જો કોઈ ફળને છાલ સાથે ખાવામાં અસહજતા અનુભવાતી હોય તો, તેને છોલીને ખાઈ શકાય છે.
અમને આશા છે કે, આ લેખ તમને ગમ્યો હશે. તમારાં મંતવ્યો અમને કમેન્ટ કરી જણાવશો અને આજ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે. વધુમાં આ લેખને સોશિયલ મીડિયામાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.