Food
Kitchen Hacks: આલુ પરોઠા ખાઇને કંટાળી ગયા છો? તો આ વખતે ટ્રાય કરો મસાલા પરોઠા, ફટાફટ નોંધી લો રેસીપી
પરોઠા તો લગભગ દરેક ઘરમાં બનાતા જ હોય છે. પરોઠા ખાવાનું મન થાય છે, ત્યારે સૌથી પહેલા લોકોના ધ્યાનમાં આવે છે આલું પરોઠા. પરંતુ હવે તમે આલું પરોઠાને બદલે હેલ્ધી મસાલા પરોઠા બનાવી શકો છો. તેનો સ્વાદ ઘરના તમામ સભ્યોને પસંદ આવશે. તે ખાવામાં સ્વાદિષ્ટ છે જ સાથે તેને બનાવવા પણ ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ મસાલા પરાઠાની સરળ રેસીપી…
સામગ્રી
ઘઉંનો લોટ – 1 કપ
ચણાનો લોટ – 1 કપ
જીરું – 1/2 ચમચી
અજવાઈન – 1 ચમચી
આદુની પેસ્ટ – 1 ચમચી
લાલ મરચું પાવડર – 1 ચમચી
હીંગ – 1 ચપટી
કસુરી મેથી – 1 ચમચી
લીલી કોથમીર સમારેલી – 2 ચમચી
તેલ – જરૂર મુજબ
મીઠું – સ્વાદ મુજબ
બનાવવાની રીત
મસાલા પરાઠા બનાવવા માટે એક બાઉલમાં ઘઉં લોટ અને ચણાનો લોટ ચાળીને મિક્સ કરો. આ પછી તેમાં લાલ મરચાંની સાથે જીરું, અજવાઈન, હિંગ, કસુરી મેથી, બારીક સમારેલી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું લોટના મિશ્રણમાં મિક્સ કરો.
પરાઠાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં એક ચમચી તેલ ઉમેરો. હવે થોડું-થોડું પાણી ઉમેરતા તેને બરાબર મસળી લો. હવે તેને ઢાંકીને અડધો કલાક માટે રાખી દો.
અડધા કલાક પછી તેને એકવાર ફરી સારી રીતે મસળી લો. હવે તેના બોલ્સ તૈયાર કરી તવાને ગરમ કરવા રાખી દો. આ પછી લોટમાંથી ગોળ અથવા ત્રિકોણાકાર પરાઠા વાળી લો.
હવે તવા પર થોડું તેલ લગાવી ચારેબાજુ ફેલાવી દો. પરાઠાને સોનેરી થાય ત્યાં સુધી શેકો. હવે આ જ રીતે બાકીના પરોઠાને પણ શેકી લો. તેને ચા સાથે લીલી ચટણી અને કેચપ સાથે સર્વ કરો.