Khajoor Milk Recipe: શિયાળામાં શરીરને હેલ્ધી બનાવવા પીઓ ખજૂરવાળું દૂધ

શિયાળાનું આગમન થઈ ગયું છે. હવે શિળાયાની વાનગીઓ મોટા પ્રમાણમાં દરેક ઘરોમાં જોવા મળશે. આજે ખજૂરવાળું દૂધ કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Wed 05 Nov 2025 07:22 PM (IST)Updated: Wed 05 Nov 2025 07:22 PM (IST)
khajoor-milk-recipe-in-gujarati-632975

Khajoor Milk Recipe: શિયાળાનું આગમન થઈ ગયું છે. હવે શિળાયાની વાનગીઓ મોટા પ્રમાણમાં દરેક ઘરોમાં જોવા મળશે. આજે ખજૂરવાળું દૂધ કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. ખજૂર વાળું દૂધ પીવીથી લોહીની ઉણપ દૂર કરીને હાડકા મજબૂત કરે છે.

સામગ્રી

  • ખજૂર,
  • દૂધ,
  • બદામ,
  • અખરોટ,
  • કાજુ,
  • એલચી.

ખજૂર વાળું દૂધ બનાવવાની રેસીપી

સ્ટેપ-1

સૌ પ્રથમ ખજૂરના ઠળિયા કાઢી એક બાઉલમાં નાખી તેને ગરમ પાણી વડે હળવા હાથે ધોઈ લો.

સ્ટેપ-2
હવે એક બાઉલમા ખજૂર,બદામ, અખરોટ, કાજુ અને એક કપ દૂધ ઉમેરીને 15 મિનિટ પલાળી રાખો.

સ્ટેપ-3
હવે એક પેનમાં દૂધ ગરમ કરો તેમાં પલાળેલ ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી મિક્સ કરી લો.

સ્ટેપ-4
હવે તેને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી તેમાં એલચી પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો
તૈયાાર છે ખજૂર વાળું દૂધ તમે સર્વ કરી શકો છો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.